Author name: admin

Avatar photo

પ્રદૂષણને લઈ રાજ્ય સરકાર એકશન મોડમાં, 1 એપ્રિલથી જૂના વાહનોનો ફરજિયાત ફિટનેસ ટેસ્ટ કરાશે

1 એપ્રિલથી જૂના વાહનોનો ફરજિયાત ફિટનેસ ટેસ્ટ થશે

2 પ્રદુષણને ચકાસવા ભીડભાડ ઓછી કરવાના હેતુથી ટેસ્ટ કરાવાશે

3 બે વખત ટેસ્ટમાં નિષ્ફળ રહેશે તો તેને સ્ક્રેપ કરવામાં આવશે

દેશ ભરમાં હવાનું પ્રદૂષણ માથાનો દુખાવો બની ચૂક્યું છે. આ દરમિયાન હવે રાજ્ય સરકાર પ્રદૂષણને લઈ એકશન મોડ પર આવી છે. પ્રદુષણને ચકાસવા માટે અને રસ્તાઓ પર ભીડભાડ ઓછી કરવાના હેતુથી પહેલી એપ્રિલથી ૧૫ વર્ષ જૂના કોમર્શિયલ વાહનો માટે સ્વચાલિત ફિટનેસ ટેસ્ટ કરવામાં આવશે.

પ્રાપ્ત વિગતો અનુસાર, પ્રદુષણને ચકાસવા માટે અને રસ્તાઓ પર ભીડભાડ ઓછી કરવાના હેતુથી પહેલી એપ્રિલથી ૧૫ વર્ષ જૂના લગભગ ૨૦ લાખ ભારે કોમર્શિયલ વાહનો માટે ફરજિયાત સ્વચાલિત ફિટનેસ ટેસ્ટ કરવામાં આવશે. જો એ બે વખત ટેસ્ટમાં નિષ્ફળ રહેશે તો તેને સ્ક્રેપ કરવામાં આવશે. પીએમ નરેન્દ્ર મોદીએ ઓગસ્ટ 2021માં વાહન સ્ક્રેપ પોલિસીની જાહેરાત કરી હતી. આ સિવાય લગભગ 5000 રાજ્ય સરકારના વાહનો કે જેઓ 15 વર્ષથી જૂના છે, તેઓ ટેસ્ટમાંથી પસાર થયા વિના જ સીધા સ્ક્રેપિંગ એકમોમાં જશે.

મહત્વનું છે કે, ગુજરાતમાં હાલ માત્ર ચાર ઓટોમેટેડ ટેસ્ટીંગ સ્ટેશન છે. જે સુરત, મહેસાણા, ભરુચ અને અમરેલીમાં છે. જોકે, રાજ્ય પાસે મર્યાદિત સંખ્યામાં ટેસ્ટિંગ સ્ટેશન હોવાથી કેન્દ્રએ તેમને તમામ કોમર્શિયલ વાહનો માટે ફરજિયાત ટેસ્ટમાંથી ખાનગી વાહનોની છોડી દેવા માટે જણાવ્યું છે, જે જૂન 2024માં શરુ થશે. જોકે, જો ગુજરાત આવા ઓછામાં ઓછા 100 ટેસ્ટિંગ સ્ટેશનો સ્થાપે પછી રાજ્ય ટુ વ્હીલર વાહનો માટે ફિટનેસ ટેસ્ટનો વિસ્તાર પણ કરી શકે છે. એવું પરિવહન વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે.એપ્રિલ 2024 સુધીમાં રાજ્યના માર્ગો પર લગભગ 40 લાખ ભારે અને મધ્યમ કોમર્શિયલ વાહનો દોડશે. રાજ્યમાં રજીસ્ટર થયેલાં 2.50 કરોડ વાહનોમાંથી 2021-22 ની સામાજિક- આર્થિક સમીક્ષા મુજબ 1.1 કરોડ વાહનો 15 વર્ષ જૂના છે. ગુજરાતમાં નોંધાયેલા કુલ વાહનોમાં ખાનગી વાહનોનો હિસ્સો 43 ટકા છે. જો કે, નવી નીતિ મુજબ, ભારે પરિવહન વાહનોને કમ્પ્યુટરાઈઝ્ડ ઓટોમેટેડ ટેસ્ટમાંથી પસાર થયા બાદ પ્રમાણિત કરવામાં આવશે અને તેમના રિપોર્ટ કાર્ડ કોઈપણ માનવ હસ્તક્ષેપ વિના પરિવહન સેવાની વેબસાઈટ પર અપલોડ કરવામાં આવશે.

પ્રદૂષણને લઈ રાજ્ય સરકાર એકશન મોડમાં, 1 એપ્રિલથી જૂના વાહનોનો ફરજિયાત ફિટનેસ ટેસ્ટ કરાશે Read More »

Uncategorized

કચ્છની શિપિંગ કંપનીના કારનામા પર કસ્ટમનું ગુપ્ત ઓપરેશન

શાબાશ છે..! જામનગર કસ્ટમ કમિશ્નરશ્રી રામનિવાસજીની ટીમને..!જામનગર કસ્ટમ કરે તપાસ ? સંબંધિત પાર્ટીને કેટલા મેટ્રીક ટન સ્લઝ ઓઈલ માટેની પરવાનગી હતી અને કેટલા ટન કરાયું છે સપ્લાય ! જો આટલો આંકડો માત્ર ચકાસાય તો પણ દૂધનું દૂધ અને પાણીનું થાય પાણીસિક્કામાં કળદાના નામે ડીઝલ કાઢનારી ટોળકીની ગાંધીધામની કચેરીઓમાં પણ એજન્સી ત્રાટકી ? કોમ્પ્યુટર, લેપટોપ સહિતના દસ્તાવેજો પણ તપાસનીશ ટુકડીએ કબજે કર્યા ? કંડલા-ગાંધીધામ સહિતની શિપિંગ ઈન્ડસ્ટ્રીઝમાં ફેલાયો છે ગભરાટગાંધીધામ તાલુકાના મીઠીરોર સમીપીને પાર્ટીએ સ્લઝ(શીપ-જહાજના કળદા-વેસ્ટ ઓઈલના)ના નામે ફર્નેશ મંગાવીને મેાટી ડયુટીચોરીને અંજામ આપવાનો પ્રયાસ કર્યાનો ધડાકો : જામનગરના સિક્કામાં આખી રાત ચાલેલા મેઘા ગુપ્ત આપેરશનથી જામનથરથી લઈ અને કંડલા-મુંદરા સુધીની શીપીંગ આલમમાં જાગી છે તરેહ તરેહની ચર્ચાશીપીમાંથી ગંધુ પાણી લઈ જવાની મંજુરીવાળી કચ્છની પેઢીએ ફર્નેશ ઓઈલ જહાજમાંથી બાર્જમાં ઠાલવતી વેળાએ જામગનર કસ્ટમના રંગે હાથ જડપાઈ જવા પામતા ખળભળાટી : બાર્જ અને જહાજ બન્નેને એકચોટ સીજ કરી અને સેમ્પલીંગ સહિતની હાથ ધરાયેલી કામગીરીથી સબંધીત તેલચોરોમાં મચી ગઈ છે દોડધામ : પેઢીના માલીકો ગાંધીધામ-આદિપુર, ભુજ સુધીના રહેવાસીઓ હોવાથી તપાસનો રેલો લંબાવાવની વકી

ગાંધીધામ : દેશના મહાબંદરો પરથી આયાત-નિકાસને વધારેને વધારે સ્મુથ કરવાની દીશામાં કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર સતત પ્રયત્તનશીલ છે અને જો આયાત-નિકાસને જો વેગ મળે તો વિદેશી હુંડીયામણ ભારતમાં લાવી શકાય અને દેશના અર્થતંત્રને સારો એવો વેગ મળી શકે પરંતુ વધી ગયેલા આયાત-નિકાસમાં સરકારની તિજોરી તો કેટલી ભરાય છે તે સરકાર જ જાણે પણ કેટલાક ભેજાબાજ તત્વો દરીયાઈ વાણિજય વેપારના માર્ગે મિસડીકલેરેશન કરી અને ખુદ અઢળક બેનામી સંપત્તીના આસામી બની રહ્યા હોવાના કિસ્સાઓ છાશવારે બહાર આવતા જ રહે છે. દરમ્યાન જ આવો જ એક કિસ્સો તાજેતરમાં જ જામનગરનાના સીક્કા બંદર પર કચ્છ સલગ્ન પેઢીને લઈને જ બની ગયો છે અને જે રીતે આ પ્રકરણ બહાર આવવા પામી રહ્યુ છે તેના જોતા સૌમાં ભોર દોડધામ પણ મચી જવા પામી ગઈ હોવાનો વર્તારો જેાવાઈ રહ્યો છે.આ મામલે સહેજ વિગતે વાત કરીએ તો જામગનર નજીક સિક્કાના દરીયામાં વિદેશી જહાજમાંથી કચરાના પાણીની જગ્યાએ ફર્નેશ ઓઈલ કાઢીને ચોરી કરી બાર્જ દ્વારા લઈ જવાત હોવાની બાતમી કસ્ટમવિાગેન મળતા મોડી રાતે કસ્ટમ વિભાગનો કાફલો સ્થળ પર જ ત્રાટકયો હતો અનએ મોટા પ્રમાણમાં ફર્નેશ ઓઈલનો જથ્થો કબ્જે કરી બાર્જને સીજ કરવામા આવ્યુ હતુ. અત્યંત ગુપ્ત રીતે પાર પાડવામા આવેલા ઓપરેશનથી શીપીંગ ક્ષેત્રે સંકળાયેલા લોકો અને તંત્રમા સારી એવી દોડધામની સ્થીતી પણ એક ચોટ જોવા મળી આવી છે.આ મામલેે અંતરંગ વર્તુળોમાથી બહાર આવતી વિગતો અનુસાર જામનગર શહેર નજીક આવેલા સિક્કા જેટીએથી દરીયામાં જવાતુ હોય છે. તે દરીયામાં વિદેશી જહાજમાથી શંકાસ્પદ હિલચાલ થતી હોવાની બાતમી કસ્ટમ વિભાગને મળતા તેઓએ મોડી રાત્રે સ્ટાફ સાથે દરીયામા સર્ચ ઓપેરશન હાથ ધર્યુ હતુ. જેમા જોવમ મળ્યુ હતુ કે, વિદેશી જહાજમાથી ફર્નેશ ઓઈલનો જથ્થો બાર્જમાં ઠલવાતુ હતુ. આ જોઈને કસ્ટમ વિભાગ ચોકી ઉઠયુ હતુ અને તાત્કાલીક જહાજ પર રેઈડ કરી તેને તપાસણી હાથ ધરી હતી જેમા જાણવા મળયુ હતુ કે, શીપના ટેન્કને સાફ કરવાનુ ગંદુ પાણી લઈ જવાની મંજુરી હતી પરંતુ આ ગંદા પાણીની જગ્યોઅ ફર્નેશ ઓઈલ કાઢવામાં આવતુ હતુ. જેથી કસ્ટમ વિભાગે તાત્કાલીક વિદેશી જહાજને ચેકીંગ હાથ ધર્યુ હતુ અને ફર્નેશ ઓઈલનો જથ્થો સિજ કર્યો હોવાનુ ચર્ચાય છે. તેમજ જે બાર્જમાં ગેરકાદેસર રીતે ફર્નેશ ઓઈલ લઈ જવામા આવી રહયુ હતુ તેને પણ સીજ કરવામા આવ્યુ હતુ. નોધનીય છે કે, શીપ અને બાર્જ દ્વારા જે કામગીરી ચાલી રહી હતી તેમાં એવી મંજુરી લેવાઈ હતી કે, શીપમાં આવેલા ઓઈલ ટેન્કને સાફ કરવામાં આવી રહ્ય છે જેમાથી ગંદુ પાણી નીકળે તે દરિયામાં ન ઠાલવતા તેને બાર્જ દ્વારા બહાર લઈ જવામાં આવે. પરંતુ આ મંજુરીની આડમાં શીપમાંથી ફર્નેશ ઓઈલ કાઢીને લઈ જવામાં આવી રહ્યુ હતુ જે ગેરકાયદેસર રીતે અને કસ્ટમના કાયદા વિરૂદ્ધની કામગીરી ગણવામાં આવી રહી છે. વિદેશી શીપપમાંથી ફર્નેશ ઓઈલની ચોરી અને શંકાસ્પદ વિદેશી ચલણ મળ્યા બાબતે કસ્ટમ વિભાગ તો હાલમાં સત્તાવાર રીતે કઈ જ બોલવા તૈયાર નથી. અને આ મામલે કંઈ કેહવાથી તેઓ બચી રહ્યા છે. ત્યારે આ કેસમાં જો તટસ્થ તપાસ થશે અને કુલડીમાં ગોળ ભાંગવામાં નહી આવે તો આ રીતે આયોજનબદ્ધ રીતે જ ચાલતા મોટા કૌભાંડનો પર્દાફાશ થવા પામી શકે તેમ જાણકારો માની રહ્યા છે.

અગાઉ આ પાર્ટી કંડલામાં આવા જ સ્લઝના નામે ડિજલકાંડમાં રહી હતી ચકચારમાં.!

ગાંધીધામ : જામનગરમાં સિક્કામાં હાલમાં કસ્ટમના રડારમાં જે એજન્સી ચડી જવા પામી છે તે અગાઉ પણ આવા જ કૌભાંડને લઈને કંડલા બંદરમાં પણ ચકચારમાં રહી હોવાનુ મનાય છે. અગાઉ આ જ સંચાલકો હતા પરંતુ પેઢીનું નામ તે વખતે અલગ હતુ. પરંતુ સ્લઝના નામે તેઓ ડીઝલ કાઢતા હોવા મામલે કંડલામાં અગાઉ કસ્ટમના હથ્થે ચડી ચુકયા હોવાનુ ચર્ચાય છે.

સેમ્પલીંગમાં કુલડીમાં ગોળ ન ભંગાય..!

ગાંધીધામ : જામનગરના સિક્કા વિસ્તારમાંથી કચ્છ સલગ્ન શીપીંગ પેઢી દ્વારા સ્લઝ-કળદાના બહારને ફર્નેશ એાઈલ કાઢવામાં આવતા હેાવાનો ખુલાસો થયો છે ત્યારે કસ્ટમ દ્વારા અહી જહાજ સિઝ કરી અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે અને જે જથ્થો છે તે હકીકતમા ફર્નેશ છે કે પછી મિક્ષ ઓઈલ છે તેના પૃથકરણ માટે કસ્ટમની લેબમાં સેમ્પલો મોકલી આપવામાં આવ્યા હોવાનુ સામે આવી રહ્યુ છે. ત્યારે હવે જાણકારો કહી રહ્યા છે કે, સ્લઝ-મીક્ષ ઓઈલ અને ડીઝલ ચોરીમાં પાતળી ભેદરેખાઓ હોવાથી કયાંક ને કયાંક વહીવટનો વજન મુકાઈ જાય તો આ પેઢીને કલીનચીટ મળી શકે તેમ છે. જો આમ થશે તો કુલડીમાં ગોળ ભંગાઈ ગયુ તે સમજાય શકાય તેમ છે. એટલે ખરેખર આવા કેસમાં સેમ્પલીંગ તટસ્થાથી કરવુ જરૂરી છે.કસ્ટમ વિભાગ કેમ અંધારામાં..?

કંડલામાં શીપબ્રેકીંગના નામે પણ સ્લઝના બહાને ડિજલની થાય છે ચોરી

ગાંધીધામ : સિક્કામાં જે રીતે હાલમાં કસ્ટમવિભાગે ચોકકસ બાતમીના આધારે સ્લઝના નામે ડિજલ ફર્નેશ ઓઈલના કૌભાંડનો સંભવત પદાર્ફાશ કર્યો હોવાનુ મનાય છે ત્યારે જાણકારો કહી રહયા છે કે, કચ્છના બંદરો પર પણ આવા જ પ્રકારના ગતકડાઓ ખુલ્લેઆમ ધમધમી રહ્યા છે. કહેવાય છે કે કંડલામાં શીપ્રબેકીંગના નામે જે યાર્ડ છે ત્યા પણ આવા જ પ્રકારના મિસડીકલેરેશન મોટા પ્રમાણમાં થઈ રહ્યા છે. અહી કસ્ટમવિભાગ કેમ જામનગરના સિક્કાવાળી કાર્યવાહી-લાલઆંખ કરી નથી દેખાડતા?

ફર્નેશ ઓઈલ સાથે વિદેશી હુંડીયામણ ઝડપાયુનો ધડાકો

ગાંધીધામ : સિક્કામાં જહાજમાંથી જે બાર્જમાં ફર્નેશ ઓઈલ લોડીગ થઈ રહ્યુ હતુ ત્યાથી કસ્ટમવિભાગને વિદેશી હુંડીયામણ પણ હાથ લાગ્યુ હોવાનુ ચર્ચાય છે. કસટમની આ કામગીરી આખી રાત ચાલી હતી. અહી મોટી વાત બીજી એ પણ બહાર આવી રહી છે કે, ફર્નેશ ઓઈલની સાથે તપાસ દરમ્યાન કસ્ટમવિભાગને વિદેશી ચલણ(ડોલર)નો પણ મોટો જથ્થો હાથ લાગ્યો છે જેનો કબ્જો લઈ અને તે રકમ પણ કસ્ટમે જ હસ્તગત કરી લીધી હોવાનુ મનાય છે. આ મામલે જો કે, અલગથી તપાસ શરૂ કરવામા આવી હોવાનુ કહેવાય છે.

સ્લઝનાનામે ડીજલ ચોરી કરનાર સામે ડીઆરઆઈ સહિતની એજન્સીઓ ત્રાટકે

ગાંધીધામ : મિસડીકલેરેશન કારો ડયુટીચોરી માટે ભળતાવળતા પદાર્થોની આયાત-નિકાસમાં ઘોટાળાઓને અંજામ આપી અને મોટી કરચોરી કરી રહ્યા છે. હાલમાં સિક્કામાં પણ જે રીતે સ્લ્ઝ એટલે જહાજમાંથી નીકળતા વેસ્ટ કળદા-કચરાવાળા પ્રવાહીના નિકાલના બહાને રીતસરનો ઓઈલનો જ જથ્થો ઠલવાઈ રહ્યો હતો અને તે પણ જહાજમાથી બાર્જમાં ઠલવાતી વેળાએ જ ઝડપાઈ જવા પામ્યો છે ત્યારે જાણકારો કહી રહ્યા છે કે, આવી પેઢીઓની સામે તો ગાંધીધામ-અમદાવાદ સહિતની ડીઆરઆઈ ઉપરાંતની એજન્સીઓએ પણ તપાસ કરવી જોઈએ. કસ્ટમે તો અહી જાગૃતી દાખવી છે પરંત ુહવે સેમ્પલીંગમાં આ કાંડમાં સંકેલો ન થઈ જાય તે માટે ડીઆરઆઈએ પણ કડકાઈથી તપાસમાં ઝંપલાવવુ જ જોઈએ.

સિક્કામાં શું રિવોલ્યુશન રીફાઈનરી ઝપ્ટે ચડી ? કચ્છની આલમમાં ચર્ચાઓ તેજવિદેશી જહાજમા ફર્નેશ ઓઈલ સપ્લાય કરનાર સપ્લાયર દ્વારા ૧૦૦ ટનની પરવાનગી સામે ૩૦૦ ટન માલ સપ્લાય કરી કસ્ટમડયુટીચોરીનો કારસો રચાતો હોવાની પ્રાથમિક આશંકાસબંધિત વેશલ્સના કેપ્ટન અથવા તો માસ્ટર કે પછી ચીફ ઓફીસર તથા મટીરીયલ સપ્લાય કરનાર સપ્લાયર્સની અહી દેખાઈ રહી છે મુખ્ય સુત્રધાર તરીકેની ભૂમિકામાં..!૬૦ હજાર ડોલર(પ૦ લાખ ભારતીય રૂપીયા)ની લાંચ સ્વીકારનાર જહાજના માસ્ટરનું લાયસન્સ થવુ જોઈએ રદ, તો સપ્લાય તરીકે જે કોઈ પેઢી હોય તેના પણ પરવાના થવા જોઈએ કેન્સલ..!ગાંધીધામ : સિક્કામાં ફર્નેશ ઓઈલ સપ્લાયમાં અન્ડરવેલ્યુશન કાંડ આચરવાના કાંડની ચર્ચા પાછલા બે દીવસથી જોરશેરથી ચાલી રહી છેી ત્યારે જાણકારો કહી રહ્યા છે કે, આ પ્રકરણમાં રીવોલ્યુશન રીફાઈનરી તો ઝપ્ટે ચડવા નથી પામી ગઈ ને? એમ પણ કહેવાય છે કે, ફર્નેશ ઓઈલ વિદેશથી આવતા બન્કરોને સપ્લાય કરવાનો થતો હોય છે જેની ચોકકસ માપદંડ અને કવોન્ટીટી અનુસારની પરવાનગી રહેતી હોય છે. હવે માની લ્યો કે, આ સપ્લાયસને ૧૦૦ટનની પરવાનગી હતી અને તેની સામે તેઓ ૪૦૦ ટન માલ ઉતારતા જડપાઈ ગયા છે તો કસ્ટમ ડયુટીની ૩૦૦ ટન ઉપરની મોટી ચોરી જ થયેલી દેખાવવા પામી રહી છે. આવા રોજ બરોજના કેટલો માલ જે-તે પેઢીએ સપ્લાય કર્યો છે? તેની પાછળ કસ્ટમ ડયુટીનો આંક કેટલો વિકરાળ હોઈ શકે છે? તે પણ વિચાર માગી લે તેમ છે. ઉપરાંત અહી સવાલ એ થાય છે કે, હવે વિદેશથી આવેલા જહાજ-બન્કરમાં જે ફર્નેશ ઓઈલ આપવાની વાત હતી તેંના માસ્ટરની સંડોવણી વગર આ પ્રકારનુ કૌભાંડ આચરી ન શકાય. અને જે-તે માસ્ટર પણ ૧૦૦ ટનની સાચી જરૂરીયાત અને વપરાશની સામે ૪૦૦ ટન માલ લીધા હોવાના કાગળો તૈયાર કરી આપતો હોય તો તે વિદેશી હુંંડીયામણમાં જ લાંચ સ્વીકારે તે સહજ બની રહી છે અને તેથી જ ૬૦ હજાર ડોલર આ જહાજમાંથી એજન્સીને મળી ગયા હોવાનુ દેખાવવા પામી રહ્યુ છે.જો કે, બીજીતરફ રીવોલ્યુનશી રીફાનરીના જવાબદારો આ પ્રકારના કોઈ જ ઘોટાળામા તેઓ સામેલ હોવાની વાતને નકારી રહ્યા છે તો વળી જામગનર કસ્ટમના કમિશ્નર શ્રી રામનિવાસજી સહિતનાઓ હાલના તબક્કે તપાસના હિતાથે આ કેસ બાબતે કંઈ જ બોલવા તૈયાર નથી

કચ્છની શિપિંગ કંપનીના કારનામા પર કસ્ટમનું ગુપ્ત ઓપરેશન Read More »

Uncategorized

ધરમપુર : શિક્ષણ ના નામે લખો ની ઉંચપાત કરતા ધરમપુર પોલીસ મથકે ફરિયાદ અપાઈ.

ધરમપુર તાલુકામાં 6 વિદ્યાર્થી એ ધરમપુર પોલીસ સ્ટેશનમાં કરી ફરીયાદ 10/1/23 નાં રોજ એ નર્સિંગ કોર્ષ ચલાવતાં સંચાલક નાં વિરુધ્ધમાં પાંચ વ્યક્તિ ઓ સામે કરી ફરિયાદ અને ગુજરાત ટુ કર્ણાટક સુધી ની ખોલી પોલ જેમાં મહાત્મા ગાંધી ઇન્સ્ટિટ્યૂટ વાલોળ ફળીયામાં ચલાવતાં સંચાલક (૧) વિરલભાઈ ચિંતામણી પટેલ રહે નાધાઈ (૨) હરીશભાઈ જગુંભાઈ પટેલ રહે ભેસદરા (૩) રક્ષાબેન દુર્લભભાઈ ગાવીત રહે બિલપૂડી હર્ષ પાંચાલ રહે બરોડા (૫) અને સરભેસ્વરા કોલેજ નાં પ્રિન્સીપાલ ક્ટ્રેશ કર્ણાટક.

જાણો શું હતી ઘટના વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં વાલોડ ફળિયાં દુકાન ભાડે રાખી મહાત્માં ગાંધી ઇન્સ્ટિટ્યૂટ ચાલુ કરવામાં આવ્યું હતું એમાં A.N.M અને D.M.L.T નાં કોર્ષ ચાલું કરવા માં આવ્યાં હતાં ચાલું કોર્ષ માં છ માસ બાદ G.N.M નર્સિંગ કોર્ષ કરવાથી સારી નોકરી મળશે અને સ્ટાતિંગ પગાર 35000/ થી ચાલું થાય છે

એમ કહી વિદ્યાર્થીઓને પોતાના ઝાસા માં લઈ વિદ્યાર્થીઓ પર ઓરીજનલ ડોક્યુમેન્ટ લઈ લીધાં હતાં અને સરભેસ્વર કોલેજ માં ઓનલાઇન ફ્રોમ ભરી દીધા હતા જોકે A.N.M નાં કોર્ષ કરતાં વિદ્યાર્થી ને G.N.M નું ભણાવવામાં પણ નાં આવ્યું હતું ફ્કત વિદ્યાર્થી નાં નામે કોલરશિપ માટે એ હેતું થી ફ્રોમ ભરાવામાં આવ્યાં હતાં બેન્ક એકાઉન્ટ ખોલી ચોપડી કોલેજ નાં પ્રિન્સીપાલ પોતે રાખતાં હતાં જ્યારે કોલરશિપ ફ્રોમ પણ પોતે ભરતાં હતાં અને જ્યારે કોલરશિપ જમાં થાય ત્યારે ચોપડી આપી પૈસા ઉપાડી મને આપો એમ કહેતા.

જ્યારે જે વિદ્યાર્થી કર્ણાટક કોલેજ માં ભણવા નથી ગયાં અને કોલેજ સુધી પોહચ્યાં નથી એવા સમય માં જે પ્રવેશ મેળવાની રશીદ બોનોફાઇટ સર્ટિ તેઓ લાવ્યા ક્યાંથી અને કઈ રીતે કોલરશિપ મેળવી એ પણ તપાસ નો વિષય છે.

જ્યાં વિદ્યાર્થી ઓને પોતાનાં ખર્ચે પરીક્ષા આપવાં કર્ણાટક સુધી લઈ જવામાં આવ્યા હતા અને પરીક્ષા પણ અપાવી ગુજરાત નું સ્ટુડન્ટ મહાત્મા ગાંધી ઇન્સ્ટિટ્યૂટ નું છે કે સર્ભેસ્વારા કોલેજનું એ પણ ખબર નથી પરિક્ષા નાં આપો તોપણ પાસ કરવાની જવાદારી અમારી એમ કહેવા માં આવ્યું હતું જે વિદ્યાર્થીઓ સાથે ભવિષ્યના ચેળા કરવામાં આવ્યાં તામામ વિદ્યાર્થીઓ નું ભવિષ્ય અંધકારમાં મુકાયું છે

જે ડોક્યુમેન્ટ વેરિફાઈ કરવાં માટે આપ્યાં હતાં વિધાર્થી વારંવાર ડોક્યુમેન્ટ માંગવા છતાં ગલ્લા તલ્લાં કરતાં ટ્રસ્ટી વિરલ પટેલ અને પ્રિન્સીપાલ હરીશ પટેલ એ હાથ ઊંચા કરી દીધા જ્યારે વિદ્યાર્થી ઓએ સાહાસ કરી સરભેસ્વાર કોલેજ સુધી જઇ ત્યાં નાં પ્રિન્સીપાલ ને પણ મળ્યાં ત્યારે અમારી પાસે આપવાં કોઈ રેકૉર્ડ નથી તમે કોની પર એડમિશન લીધું અને કોને ડોક્યુમેન્ટ આપ્યાં એની પાસે માંગો જયારે 150 થી વધુ નાં વિદ્યાર્થી નાં ડોક્યુમેન્ટ ઓરીજનલ ધોરણ 10 /12 નાં રીજલ્ટ અને સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ લઈ લીધાં બાદ તમામ વિદ્યર્થી અભ્યાસ પૂરો કરી શક્યા નહીં અને જ્યારે વિદ્યાર્થી વારંવાર ડોક્યુમેન્ટ માંગવા જાય ત્યારે વિરલ પટેલ દુબ્લિકેટ ડોક્યુમેન્ટ કઢાવી લેવા જણાવે છે

જોકે વિધાર્થીની ફરિયાદ માં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે અમારાં ડોક્યુમેન્ટ મહાત્માં ગાંધી ઇન્સ્ટિટ્યૂટ માં જમાં કરવામાં આવ્યાં છે ખોવાયા નથી અને ખોટા એફિડેવિટ કે સોગંધનામા કરવાથી ફોજદારી ગુનો બને છે સ્પષ્ટ શબ્દમાં ઉલ્લેખ કરવામાં આવે છે ત્યાં ઘણાં વિધાર્થીઓને ખોટા સોગંધનામાં કરાવી ડોક્યુમેન્ટ કઢાવી મોહ પણ બંધ કરાવ્યાં છે જોકે ઓરીજનલ ડોક્યુમેન્ટ ક્યાં છે શું કર્યું શું કામ ઓરીજનલ ડોક્યુમેન્ટ ની જગ્યા પર ડુંબ્લિકેટ કઢાવા કહે છે અને પોતે કઢાવી આપે છે જે આટલાં વિપુલ માત્રમાં ક્યાંક ડોક્યુમેન્ટ નો દૂર ઉપયોગ તો કરવામાં નથી આવ્યો એ પણ તપાસ નો વિષય બની રહ્યો છેડોક્યુમેન્ટ ખોવાયા નથી

હમો એ મહાત્માં ગાંધી ઇન્સ્ટિટ્યૂટ માં પ્રિન્સીપાલ હરીશ પટેલ અને વિરલ પટેલ ને આપેલા છે જે ડોક્યુમેન્ટ ખોવાયા નથી તો એફિડેવિટ માં સોગંધનામાં શું વિગત દર્શાવ્યે જ્યાં ખોવાયા નથી ખોટી વિગત આપવી ફોજદારી ગુનો બને છે જે એફિડેવિટ છેલ્લી લાઈનમાં લેખિતમાં દર્શાવામાં આવે છે જેના કારણે હમો એ પોલિસ ફરિયાદ કરી ઘણાં વિધાર્થી ગેર માર્ગ દોરી ખોટા એફિડેવિટ અને સોગધનામ કરાવ્યાં અને કઢાવી આપ્યાં છે હમો ને અમારાં એરીજનલ ડોક્યુમેન્ટ જ જોઈએ છે

ધરમપુર : શિક્ષણ ના નામે લખો ની ઉંચપાત કરતા ધરમપુર પોલીસ મથકે ફરિયાદ અપાઈ. Read More »

Uncategorized

પાલનપુર તાલુકાના લાલાવાડા ખાતે માં અર્બુદાના રજતજયંતિ મહોત્સવ અને ૧૦૮ કુંડી સહસ્ત્ર ચંડી મહાયજ્ઞમાં ઉપસ્થિત રહેતા ઉદ્યોગ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપુત

અહેવાલ :- પરમાર કુંદનકુમાર

વિશ્વકલ્યાણ, વિશ્વશાંતિ, અને સામાજિક ઉત્કર્ષ અર્થે મા અર્બુદાની અમી દ્રષ્ટિ સદૈવ સમાજ પર રહે એવા શુભ આશયથી શ્રી બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ, પાલનપુર દ્વારા માતૃશ્રી આર.વી.ભટોળ ઈંગ્લિશ મીડિયમ વિદ્યાસંકુલ, લાલાવાડા ખાતે મા અર્બુદા રજત જયંતિ મહોત્સવ તથા ૧૦૮ કુંડી સહસ્ત્ર ચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. તા. ૩ થી ૫ ફેબ્રુઆરી દરમિયાન યોજાઇ રહેલા આ મહોત્સવના બીજા દિવસે આજે ઉદ્યોગ, નાગરિક ઉડ્ડયન, શ્રમ અને રોજગાર વિભાગના કેબીનેટ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપુત ઉપસ્થિત રહી યજ્ઞશાળાની પ્રદશિક્ષણા કરી મા અર્બુદાના આશીર્વાદ મેળવ્યા હતા.

મંત્રીશ્રીની મુલાકાત વેળાએ બનાસકાંઠા સાંસદશ્રી પરબતભાઇ પટેલ, શ્રી બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ પાલનપુરના પ્રમુખશ્રી કેશરભાઇ ભટોળ, શ્રી અર્બુદા મા રજત જયંતિ ઉજવણી સમિતિના ચેરમેનશ્રી પરથીભાઇ ભટોળ, ચૌધરી સમાજના અગ્રણી અને પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી હરીભાઇ ચૌધરી, પૂર્વ ધારાસભ્યશ્રી જોઇતાભાઇ પટેલ અને શ્રી મણિભાઇ વાઘેલા, અગ્રણીશ્રી ગુમાનસિંહ ચૌહાણ સહિત આગેવાનો અને વિશાળ સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

પાલનપુર તાલુકાના લાલાવાડા ખાતે માં અર્બુદાના રજતજયંતિ મહોત્સવ અને ૧૦૮ કુંડી સહસ્ત્ર ચંડી મહાયજ્ઞમાં ઉપસ્થિત રહેતા ઉદ્યોગ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપુત Read More »

Uncategorized

કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડે જારી કરી ગુજરાતની 13 પ્રદુષિત નદીઓની યાદી, જાણો કોણ ક્યાં ક્રમાંકે છે

  • સાબરમતી પ્રદૂષણમાં પેહલા, ભાદર બીજા અને વિશ્વામિત્રી પાંચમા સ્થાને
  • રાજ્યની 13 સૌથી પ્રદુષિત નદીઓમાં ભરૂચ જિલ્લાની 2 નદીઓ સમાવિષ્ટ
  • ભરૂચ જિલ્લાની અંકલેશ્વરની આમલા ખાડી તથા વાગરાની ભૂખી ખાડી પ્રદૂષણમાં ટોપ ટેનમાં

કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડ CPCB એ ભારત દેશની સૌથી પ્રદુષિત નદીઓની ચકાસણી કરી તે અંગેનો અહેવાલ તૈયાર કર્યો છે. જેમાં ગુજરાતની 13 નદીઓ પ્રદુષિત હોવાનું નોંધાયું છે. આ 13 નદીઓમાં ભરૂચ જિલ્લાની 2 નદીઓ સમાવિષ્ટ છે.

કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા દેશભરમાંથી વિવિધ નદીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં સી.ઓ.ડી – કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ અને બી.ઓ.ડી – બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ નું લેવલ ઉપરાંત પી.એચ સહિતની માત્રાની ચકાસણી કરવામાં આવી હતી.

ગુજરાતની નદીઓના વિવિધ 67 જગ્યાએથી સેમ્પલ લેવામાં આવ્યા હતા. અને તેમાં 13 જેટલી નદીઓ પ્રદુષિત હોવાનું ફલિત થયું છે. આ 13 નદીઓમાં ભરૂચ જિલ્લાની 2 નદીઓનો સમાવેશ થાય છે. જેમાં અંકલેશ્વર નજીક આવેલ આમલા ખાડીનું બી.ઓ.ડી લેવલ 49 mg / લીટર જોવા મળ્યું હતું જેને કલાસ 1 માં સમાવિષ્ટ કરવામાં આવી છે. તો વાગરા નજીકથી વહેતી ભૂખી ખાડી પણ પ્રદુષિત નદીઓની યાદીમાં આવી ગઈ છે. જેનું બી.ઓ.ડી. લેવલ 3.9 જોવા મળ્યું હતું. જેનો ક્લાસ 5 માં સમાવેશ કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે બી.ઓ.ડી લેવલ 1 થી 2 પીવાલાયક ગણાય છે. વાગરા નજીકની ભૂખી ખાડીનું લેવલ ખતરાની ઘંટીની પાસે છે. ત્યારે ઉદ્યોગો દ્વારા ઠલવાતા પાણીના કારણે આ પ્રદુષણ ફેલાયું હોવાનું સામે આવી રહ્યું છે.

ગુજરાતની સૌથી પ્રદુષિત નદીમાં સાબરમતી નદી પેહલા સ્થાને રહી છે. જ્યારે બીજા નંબરે ભાદર નદી, બાદમાં ખારી નદી પછી આમલખાડી અને પાંચમા નંબરે વડોદરાની વિશ્વામિત્રી નદીનો સમાવેશ થાય છે.

કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડે જારી કરી ગુજરાતની 13 પ્રદુષિત નદીઓની યાદી, જાણો કોણ ક્યાં ક્રમાંકે છે Read More »

Uncategorized

પેપર કાંડના આરોપીઓ વહેલા પકડાયા હતા, પરંતુ સરકારની લીલી ઝંડીની રાહ જોવાતી હતી

બીક્સ : પહેલા પણ બહારના રાજ્યમાં ફુટ્યું છતાં ફરી બહાર છપાવ્યું અગાઉ પણ પેપર ફુટ્યા ત્યારે

અગાઉ છપાયેલા પેપર જ્યારે બહારના રાજ્યમાં છપાતા હતા અને ત્યાંથી ફુટી જતાં હતા તેવું જુની તપાસોમાં બહાર આવ્યું છે. છતાં પણ ફરીથી તંત્ર બહાર પેપર છપાય તેની તૈયારી કરી હતી અને ત્યાથી ફુટી જશે તેવી શક્યતા હોવા છતાં કોઇ ઠોસ પગલા ન લીધા હોવાનું ગાંઘીનગરના ઉચ્ચ અધિકારીઓમાં ચર્ચાનો વિષય બન્યો છે

બોક્ષ : સરકારે કહ્યા બાદ GADના અધિકારીઓ ન માનતા સવારે પરિક્ષા રદ

લો બોલો, સરકારની સ્થિતી પણ કેવી છે. પોલીસ વિભાગને શનિવારે પેપર લીક કરનાર આરોપીઓ પકડાતા જાણ થઇ હતી. ઘટના બહાર આવી બાદમાં આ અંગે જીએડી વિભાગને જાણ કરવામાં આવી હતી અને સ્પષ્ટ પણે પેપર ફુટ્યાની જાણ થઇ હોવાં છતાં GAD વિભાગને સરકાર સવાર સુધી મનાવી શકી ન હતી. આખરે સવારે GAD વિભાગ માની જતાં પરિક્ષા રદ કરવાનો આદેશ કર્યો હોવાનું ગાંધીનગરના સરકારી તંત્રમાં ચર્ચાનો વિષય બન્યું છે.

રાજ્યમાં પંચાયત સેવા પસંદગી મંડળ વર્ગ-3 જુનિયર ક્લાર્કની પરિક્ષા રવિવારે યોજાવવાની હતી. પેપર લીક કાંડ અંગે પોલીસ છેલ્લા એક મહિનાથી વોચ રાખી રહી હતી છતાં પણ આધુનિક પોલીસને અસલ ગેંગને પકડવામાં છેલ્લા દિવસે સફળતા મળી હતી. છેલ્લા એક મહિનાથી આવેલા અલગ અલગ ઇનપુટમાં સુરત, ભાવનગર, વડોદરા અને સુરેન્દ્રનગર જિલ્લામાં આ ગેંગો સક્રિય હતી પરંતુ પોલીસ તેમને રંગે હાથે પકડવા માટે પેપર આવે અને ગેંગ પુરે પુરી પકડાય તેની રાહ જોતી હોવાનું બહાર આવ્યું છે. તમામ જગ્યાએથી પકડાયેલી ગેંગોમાં વડોદરાની ગેંગ પાસે જ અસલ પેપર હતું અને અન્ય તમામ ગેંગો પાસે નકલી પેપર હોવાનું બહાર આવ્યું છે.

પંચાયત સેવા પસંદગી મંડળ વર્ગ-3 જુનિયર ક્લાર્કની પરિક્ષા રવિવારે યોજાવવાની હતી. આ પરિક્ષા માટે 7500 પોલીસ સ્ટાફ અને 70 હજાર પરીક્ષા સ્ટાફ તૈનાત કરાયો હતો. 1181 ખાલી જગ્યાઓ માટે આશરે 9.53 લાખ લોકો પરિક્ષા આપવાના હતા. શનિવારે મોડી રાત્રે પેપર ફુટ્યાની જાણ થઇ ગઇ હતી તો પછી કેમ વહેલા તંત્રએ લોકોને જાણ ન કરી એ પ્રશ્ન હજુ પણ સળગી રહ્યો છે. આખરે GAD વિભાગે પરિક્ષા સ્થળે લોકો પહોચ્યા બાદ જાહેરાત કરતા વિદ્યાર્થીઓમાં નિરાશા અને આક્રોષ ફેલાયો હતો.

પોલીસના આધારુભુત સુત્રોના જણાવ્યું અનુસાર, છેલ્લા એક મહિના પહેલા રાજ્ય સરકારે પેપર ન ફુટે અને સારી રીતે પાર્દશીત પરિક્ષા થાય તે માટે તમામ વિભાગને સુચના જારી કરી હતી. સુચના મળતાની સાથે જ તમામ વિભાગ પેપર ન ફુટે તે માટે સક્રિય હતું તેમ છતાં એક નાનકગી ઓર્ગેનાઇઝ્ડ ગેંગને પુરે પુરા સરકારના મોટા વિભાગો પણ રોકી શકયું નહી. આખરે પેપર લીક કરનારા સફળ બન્યા અને પેપર ફોડીને લોકોને વેચાણ કરવા પહોચ્યા ત્યારે પોલીસે તેમને પકડ્યા હતા.

બીજી તરફ 3થી 4 લાખમાં આગલા દિવસે પેપર આપવામાં આવશે તેવા ઇનપુટ એક મહિના પહેલા પોલીસ પાસે હતા તે ગેંગોના માણસો પણ રડરામાં હતા તેમ છતાં તેમને પકડવામાં આવ્યા નહી અને બાદમાં તમામ ગેંગોને એક સાથે પરિક્ષાના આગલા દિવસે પકડવાની તૈયારી કરી હતી. આખરે તેમાં સુરત, વડોદરા, ભાવનગર અને સુરેન્દ્રનગરની ગેંગો પકડાઇ હતી. અન્ય ગેંગો પાસે નકલી પેપર હતા જ્યારે વડોદરાની ગેંગ પાસે અસલી પેપર હતું. જોકે પેપર આવે અને આપે ત્યારે રંગે હાથ પકડવામાં પોલીસ રાહ જોઇ રહી હોવાની ચર્ચા વિદ્યાર્થીઓમાં થઇ રહી છે.

પેપર કાંડના આરોપીઓ વહેલા પકડાયા હતા, પરંતુ સરકારની લીલી ઝંડીની રાહ જોવાતી હતી Read More »

Uncategorized

મોદી સાહેબના “પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનું લાઈવ પ્રસારણ શ્રી પ્રતાપ હાઈસ્કૂલ વાંસદા ખાતે નિહાળવામાં આવ્યું

મોદી સાહેબના પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનું લાઈવ પ્રસારણ શ્રી પ્રતાપ હાઈસ્કૂલ વાંસદા ખાતે નિહાળવામાં આવ્યું.

(ગુજરાત કારોબાર,કેયુરપટેલ, વાંસદા )

ભાજપ સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા “પરીક્ષા પે ચર્ચા”- છઠ્ઠી આવૃત્તિઅંતર્ગત વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે દેશના યશસ્વી વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના અનોખા ઈન્ટરેકટીવ કાર્યક્રમનું તા.૨૭ મી જાન્યુઆરી ૨૦૨૩ ના રોજ નું લાઈવ પ્રસારણ કાર્યક્રમ શ્રી પ્રતાપ હાઈસ્કૂલ,વાંસદાના હોલમાં રાખવામાં આવેલ જે અંતર્ગત “એક્ઝામવોરીયર્સ” પુસ્તક આધારિત ચિત્રસ્પર્ધાયોજવામાં આવી હતી. તાલુકાની વિવિધશાળામાં યોજાયેલ ચિત્રસ્પર્ધાનું પ્રદર્શન શ્રી પ્રતાપ હાઈસ્કૂલ,વાંસદા ખાતે રાખવા માં આવ્યું હતું.

જેમાં શાળાકક્ષાએ વિજેતા થયેલા વિદ્યાર્થીઓને વાંસદાના પ્રાંત સાહેબશ્રી ડી.આઈ.પટેલનાવરદ્દ હસ્તે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યાહતા.જયારેતા.૨૭-૦૧-૨૦૨૩ ના રોજ“પરીક્ષા પે ચર્ચા”કાર્યક્રમની શરૂઆતમાં ૧૦.૩૦ કલાકે ઉપસ્થિત મહેમાનો નું શાળા ના આચાર્ય શ્રીમહેન્દ્રસિંહ પરમારે પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું. મહેમાનો દ્વારા દિપપ્રાગટ્યકરવા માં આવ્યું હતું અને “પરીક્ષા પે ચર્ચા” અંતર્ગત યોજાયેલ તાલુકા કક્ષાની ચિત્ર સ્પર્ધામાંપ્રથમ-હુસેન મુસ્તાકભાઈ બારાનપૂરી-શ્રી પ્રતાપ હાઈસ્કૂલ, વાંસદા ,દ્વિતિય-વૈષ્ણવ આયુષી દેવેન્દ્ર કુમાર-નવયુગ ઈંગ્લીશ સ્કૂલ,વાંસદા, તૃતીય- પટેલ સુહાની સંજીવભાઈ- શ્રી પ્રતાપ હાઈસ્કૂલ,વાંસદા નંબર પ્રાપ્ત કરનાર વિધાર્થીઓને વાંસદાના મામલ તદાર વસાવાસાહેબ,જિલ્લા ઉપપ્રમુખ શ્રી વિરલભાઈ વ્યાસ,જિલ્લા ભાજપ મહામંત્રીશ્રી ગણપતભાઈ માહલાના વરદ્દહસ્તે પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા ત્યાર બાદ મામલતદાર સાહેબ અને વિરલભાઈ વ્યાસેવિદ્યાર્થી ઓને તેમના ઉદ્દબોધન દ્વારા પ્રેરણા આપી હતી. ત્યાર બાદ વિદ્યાર્થીઓ અને મહેમાનોએ ૧૧.૦૦ વાગ્યાથી માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજી સાહેબના પરીક્ષા પે ચર્ચા” કાર્યક્રમનું લાઈવ પ્રસારણ નિહાળ્યું હતું.

આ પ્રસંગે વાંસદાના મામલતદાર વસાવા સાહેબ,તાલુકા પંચાયત પ્રમુખ શાંતુભાઈ ગાંવિત, તાલુકા પંચાયતઉપપ્રમુખદશરથભાઈ ભોયા, જિલ્લા ભાજપ મહામંત્રીશ્રી ગણપતભાઈ માહલા, જિલ્લા ઉપપ્રમુખશ્રી વિરલ ભાઈ વ્યાસ,તાલુકા મહામંત્રી રાકેશ ભાઈ શર્મા, તાલુકા ભાજપ પ્રમુખમુકેશભાઈ પટેલ, કાર્યકર પીયુષભાઈ પટેલ, બક્ષી પંચમોરચાના પ્રમુખ રાજુભાઈ મોહિતે,વાંસદા તાલુકા કેળવણી મંડળના પ્રમુખશ્રી નટવરલાલ પાંચાલ,મંત્રી શ્રી ધર્મેશભાઈ પુરોહિત, ટ્રસ્ટી શ્રીધર્મેન્દ્ર સિંહ સોલંકી ,કારોબારી સભ્ય શ્રી પ્રદ્યુમન સિંહ સોલંકી,જિલ્લા પંચાયત સદસ્ય અંબાબેન પટેલ વેગેરે ઉપસ્થિત રહયા હતા.

મોદી સાહેબના “પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનું લાઈવ પ્રસારણ શ્રી પ્રતાપ હાઈસ્કૂલ વાંસદા ખાતે નિહાળવામાં આવ્યું Read More »

Uncategorized ખેતીવાડી

સરકાર 24 કલ્લાક વીજળી આપવાના વાયદા કરે છે પણ સંજાણ માં વીજળી પૂરતી ના મળતા લોકો પરેશાન!

(ગુજરાત કારોબાર ઈરફાન પઠાણ)

સરકાર 24 કલ્લાક વીજળી આપવાના વાયદા કરે છે પણ સંજાણ માં વીજળી પૂરતી ના મળતા લોકો પરેશાન! છેલ્લા 5 વર્ષ થી ફળીયા ના લોકો સ્લો લાઈટ થી પરેશાન સંજાણ બંદર પર આવેલા માંજરા ફળિયા મા અલગ થી ટ્રાન્સફારમર મૂકવા બાબતે અરજી આપવા છતાં હજુ ખતલ વાડ જીઈબીના અધિકારી ઓ નું પેટનું પાણી નથી હલતુ ઉમરગામ. ઉમરગામ તાલુકાના સંજાણ બંદર ગામ ખાતે તારીખ 17/01/23 ના રોજ દક્ષિણ ગુજરાત વીકંપની ખત્તતલવાડ ડિવિઝન મા વીજળી ના લોવોલ્ટેજ ને લઈ ને સંજાણ બંદર પર આવેલા માંજરા ફળિયા મા અલગ થી ટ્રાન્સફારમર મૂકવા બાબતે અરજી અપાઈ હતી. માંજરા ફળીયા મા છેલ્લા પાંચ વર્ષથી લો વોલટેજ ના પ્રશ્ન ને લઈ જેતે સમય ના અધિકારી ને છેલ્લા પાંચ વર્ષથી ફરિયાદ કરાઈ રહી છે. છતાં પણ એનું નિરાકરણ લાવવામાં આવ્યું નથી. તેને તાકિદ કરવા માટે મંજરા ફળીયામા અલગ થી ટ્રાન્સફારમર મૂકવા બાબતે ગામના નાગરિકો એ અરજી મા સહી કરી ફરિયાદ કરી છે. દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા અરજી ના આધારે કેટલી કામગીરી કરશે એ જોવાનું રહ્યું.

સરકાર 24 કલ્લાક વીજળી આપવાના વાયદા કરે છે પણ સંજાણ માં વીજળી પૂરતી ના મળતા લોકો પરેશાન! Read More »

Uncategorized આઈપીએલ એસ્ટ્રો ઓટો ક્રિકેટ

ગાંધીનગરના નાયબ સચિવ ડો.હર્ષિલ પટેલનું પી.એચડી થવા બદલ ધમડાચી ગ્રામપંચાયત દ્વારા ભવ્ય સન્માન

ગાંધીનગરના નાયબ સચિવ ડો.હર્ષિલ પટેલનું પી.એચડી થવા બદલ ધમડાચી ગ્રામપંચાયત દ્વારા ભવ્ય સન્માન

ગુજરાત કારોબારકેયુરપટેલ,

વાંસદા વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના તીસ્કરી ગામના વતની એવા પ્રગતિશીલ ખેડૂત અને જીઈબીના નિવૃત કર્મચારી ઠાકોરભાઈ અને એમના ધર્મપત્ની વનિતાબેન પટેલના સુપુત્ર ડો.

હર્ષિલ પટેલ કે જેમણે હાલમાં જ ગાંધીનગરમાં નાની ઉંમરે નાયબ સચિવ પદે પ્રમોશન મેળવેલ અને હાલમાં જ “પારડી અન્નખેડ સત્યાગ્રહ-એક અભ્યાસ” વિષયમાં ગુજરાત યુનિવર્સીટીમાંથી ડૉક્ટરેટની ડિગ્રી મેળવી સમગ્ર વલસાડ જિલ્લાનું નામ રોશન કરેલ છે.

એનાથી ખાસ કરીને સમગ્ર આદિવાસી વિસ્તારમાં ખુબ જ આનંદની લાગણી પ્રસરેલ છે. આથી ડો.હર્ષિલ પટેલનું ધમડાચી ગ્રામપંચાયત દ્વારા ખુબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોની હાજરીમાં ભવ્ય સન્માન કરવામાં આવેલ.

આ કાર્યક્રમમાં વલસાડના ધારાસભ્ય ભરત પટેલ,ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ,ધરમપુર ધારાસભ્ય અરવિંદ પટેલ,નવસારી જિલ્લા સમસ્ત આદિવાસી સમાજ પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલ,વિધાનસભાના ઉપસચિવ દિનેશ ચૌધરી,સેક્શન ઓફિસર જીતેન્દ્ર પ્રજાપતિ,વલસાડ જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના અધ્યક્ષ રંજનબેન પટેલ, જિલ્લા પંચાયત સભ્ય તમન્નાબેન સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.

ડો.હર્ષિલ પટેલે નાયબ સચિવથી લઈને ડોક્ટરેટની ડિગ્રી મેળવવા સુધીની પોતાની જિંદગીનો ખુબ જ સરસ રીતે ચિતાર આપ્યો હતો અને માત્ર આદિવાસી જ નહી કોઈપણ સમાજના ગરીબ વિદ્યાર્થીઓ માટે હરહંમેશ મદદરૂપ થવા તૈયાર રહેવાની ખાતરી આપેલ હતી અને તેમણે અત્યારસુધી અનેક વિદ્યાર્થીઓ માટે પથદર્શક બનવાથી લઇ જિંદગીના વિવિધ પ્રસંગોનું સુંદર શબ્દોમાં વર્ણન કરી પોતાના સરળ સ્વભાવના દર્શન કરાવ્યા હતાં.

ઉપસ્થિત મહાનુભાવોએ પણ ડો.હર્ષિલ પટેલની જેમ જ અન્ય વિદ્યાર્થીઓને જિંદગીમાં શીખ મેળવી આગળ વધવાની પ્રેરણા લેવા માટે સલાહ આપેલ હતી.આ કાર્યક્રમનું સફળ સંચાલન સરપંચ નિલેશ પટેલ અને એમની ટીમ દ્વારા કરવામાં આવેલ હતું.

ગાંધીનગરના નાયબ સચિવ ડો.હર્ષિલ પટેલનું પી.એચડી થવા બદલ ધમડાચી ગ્રામપંચાયત દ્વારા ભવ્ય સન્માન Read More »

Uncategorized

અંધેર નગરી અને ગાંડો વ્યવહાર વલસાડ જિલ્લા ના રેવન્યુ ખાતામાં ચાલી રહ્યો છે

અંધેર નગરી અને ગાંડો વ્યવહાર વલસાડ જિલ્લા ના રેવન્યુ ખાતામાં ચાલી રહ્યો છે તેવી ચર્ચા વીલ નામું લખી આપનાર વ્યક્તિ 18989 માં મૃત્યુ પમ્યા બાદ 2022 માં શું વીલ રજીસ્ટર થઇ શકે?

વાપી મામલદ્દાર એ વીલ પ્રમાણિત કરી મૂળ માલિકો ne મૂળ માલિકો ના વારસદારો ના જણાવ્યા પ્રમાણે પરાગ ભાઈ સાથે દૂર દૂર સુધીમૂળ માલિકો ના કોઈ સબન્ધ ના હોવા છતાં મૂળ માલિક પોતાના સંતાન અને પત્ની ને ભૂલી જઈ કોઈ અન્ય વ્યક્તિ ને વીલ વસિયત નામું કઈ રીતે બનાવી આપે? તે મોટો સવાલ?

વાપી મામલદ્દારે બે વ્યક્તિ ઓ ના સાક્ષી થી વીલ પ્રમાણિત કરી ને મૂળ માલિકો ને જમીન વિહોણા કરતા મામલતદાર પર સવાલો ઉભા થયા?કરાયા ગામ માં વીલ નામું ખોટું હોવાની ફરિયાદ પર વલસાડ પોલીસ તંત્ર તપાસ કરે તે જરૂરી.

રેવન્યુ અધિકારી ઓ ના પેટનું પાણી હલતુ નથી અધિકારી ઓ પર ગૃહમંત્રી તાત્કાલિક તપાસ કરાવે તો મામલદ્દાર અને પારડી પ્રાન્ત ના ભોપાળા બહાર આવે.. મૂળ માલિકો ના સીધી લીટીના વારસદાર ને જાણ કર્યા વગરજ બે વ્યક્તિ ઓ ને સાક્ષી રાખીને જગ્યા પરાગ ભાઈ ના નામે કઈ રીતે થઇ ગઈ? તે સમાજવા માટે વારસદારો એ પોલીસ ફરિયાદ કરી હતી.. પરંતુ સંતોષકારક તપાસ ના થતા સીઆઇડી ક્રાઇમ યાતો શિબિ આઈ ને તપાસ આપે તેવી ચર્ચા.

મળતી માહતી મુજબ વાપીના કરાયા ગામે આવેલ ખાતા નંબર 469સર્વે / બ્લોક નંબર 142, 145, 146, તથા 153 વાળી જમીન ના મૂળ માલિક જયંતીલાલ લક્ષ્મી ચંદ શાહ હતા અને જેમના સીધા વારસદાર માં.

તેમના પત્ની મંજુલા બેન જયંતીલાલ શાહ કબ્જેદાર બનેલા ત્યાર બાદ મંજુલા બેન જયંતીલાલ શાહ નું તરીક 30/01/2016 ના રોજ અવસાન થતા ઉષાબેન રાજેન્દ્ર ભાઈ ઝવેરી, માલતી બેન જયંતીલાલ શાહ તથા શૂરભી બેન જયંતીલાલ શાહ સીધી લીટીના વરસદારો તરીકે 142, 145, 146, તથા 153 વાળી જમીન ના માલિક મુખતિયાર અને કબ્જેદાર બનેલ.

અચાનક કોઈ એક લીઝ ઉભું કરીને મોહંમદ હનીફ રજબ અલી(2) મોહંમદ ઉંમર રજબલી (3) મોહંમદ ઈદ્રીશ ઇનાયતુલ્લા (4) મોહંમદ સુલેમાન રજબ અલી એ કબ્જા નું અને 99 વર્ષ ના ભાડા કરાર નું લીઝ નામું ઉભું કરી ને અમારી જગ્યા પર ઘેરકાયદેસર કબ્જો કર્યા હોવાના મૂળ માલિક ના સીધા વારસદાર ઉષા બેને આક્ષેપો કર્યા હતા.અને જયારે ઉષાબે ને એ કબ્જેદારો વિરુદ્ધ સિવિલ જર્જ સાહેબ શ્રી ની કોર્ટ વાપી મા દીવાની મુકદમાં નંબર 99/2021 થી દાવો દાખલ કરેલો.

તે સમય દરમિયાન અમારી કબ્જે દાર સામે વાપી કોર્ટ માં દાવો ચાલુ છે તે દરમિયાન અચાનક એક વ્યક્તિ જેનું નામ પરાગ ભાઈ લલ્લુ ભાઈ પટેલ એક વીલ કે વસિયત નામું જે તદ્દન ખોટું છે જેનો ઉપીયોગ કરીને મૂળ માલિકો ના નામ સાત બાર માંથી કઢાવી ને પરાગ ભાઈ પટેલ પોતાના નામ સાત બાર માં ચડાવી દેછેઅને આ ની કોઈ પણ જાત ની નોટિસ કે જાણ અમો મુલમાલિક ને કરવા માં આવતી નથી અને બીજી બાજુ જ્યારે વાપી કોર્ટ માં અમારો દાવો ચાલુ છે કોર્ટ માં મેટર ચાલુ હોવા છતાં વાપી અને પારડી પ્રાંત ના અધિકારી ઓ ખાલી બે વ્યક્તિ ઓ ના વિટનેસ થી વીલ પ્રમાણિત કરીને તાત્કાલિ ધોરણે મૂળ માલિકો ને હટાવી દઈને પરાગ ભાઈ ને માલિક બનાવી દેવા માં આવે છે?

આ વસ્તુ કઇરીતે શક્ય બનીશકે? પરાગ ભાઈ એ જે વીલ નામું બનાવેલું છેતેમાં 1984 નો સ્ટેમ્પ વાપર વામાં આવ્યો છે અને 1988 માં પરાગ ભાઈ તે વસીહત નામું 1984 ના સ્ટેમ્પ પેપર પર લખાવે છે જયારે જોઈ એ તો તે સમયે આ વીલ કોઈપણ જગ્યા એ રજીસ્ટર કરવામાં આવ્યું નહતું અને અચાનક 30 વર્ષ વીતી ગયા પછી પરાગ ભાઈ આ વીલ લાવી ને બે વ્યક્તિ ને સાક્ષી રાખી ને વીલ સર્ટી ફાઇડ 2022 માં કરાવે છે તે કેટલા હદે વ્યાજબી?

અને વાપી મામાલદાર પણ આ વિલનામાં ને સર્ટી ફાઇડ કરીને આપી દેછે.અને ફરિયાદી દ્વારા જયારે પ્રાંત અધિકારી પારડી ની કોર્ટ માં વીલ ને ચેલેન્જ કરતી અરજી કે ફરિયાદ કરવા માં આવી ત્યારે વીલ વાળી અરજી ને મોકૂફ રાખી ને અધિકારી દ્વારા દસ્તાવેજ કેન્સલ ની પણ ફરિયાદ તેજ સમયે કરવા માં આવેલી તો અધિકારી એ દસ્તાવેજ વાળી અરજીને આગળ ચલાવી ને પરાગ ભાઈ એ 3 જી પાર્ટી ને જગ્યા વેચી ને જગ્યા 3 જી પાર્ટી ચિંતન ભાઈ હસમુખ ભાઈ દેસાઈ ના નામે ચડાવી દેવામાં આવી.

આમ સંપૂણ અધિકારી ઓ ની મિલી ભગત થી મૂળ માલિકો ને જમીન વિહોણા કરી અને જે ને જગ્યા થી કોઈ લાગે વળગે નહિ દૂર દૂર સુધી કોઈ પણ જાતનો પારિવારિક સબન્ધ નથી તેવા વ્યક્તિ નું વીલ નામું પ્રમાણિત કરી અને મૂળ માલિકો સામે થયેલા અન્યાય ને ન્યાય મળશે ખરા? તે જોવાનું રહ્યું.

અંધેર નગરી અને ગાંડો વ્યવહાર વલસાડ જિલ્લા ના રેવન્યુ ખાતામાં ચાલી રહ્યો છે Read More »

Uncategorized