અરવલ્લી જિલ્લામાં આવેલી મોડાસા,બાયડ અને ભિલોડા વિધાનસભા મત વિભાગમાં મતદાન મથક માટે ઈવીએમ અને વીવીપેટનું ફર્સ્ટ રેન્ડમાઈઝેશન કરવામાં આવ્યું
ગુજરાત કારોબાર દૈનિક ન્યુઝ-ભરતસિંહ.r.ઠાકોર અરવલ્લી (બ્યુરો ચીફ)
લોકસભા સામાન્ય ચુંટણી ૨૦૨૪ અન્વયે ૫- સા.કા. સંસદીય મત વિસ્તારમાં સમાવિષ્ટ અરવલ્લી જિલ્લામાં આજ રોજ મે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી દ્વારા માન્ય રાજકીય પક્ષોની ઉપસ્થિતિમાં ચુંટણી પંચની સુચાનાઓનુસાર EVM/VVPAT માટે ફર્સ્ટ રેન્ડમાંઈઝેશન કરવામાં આવ્યું.
જેમાં અત્રેના જિલ્લામાં આવેલ ૩૦- ભિલોડા વિ. સ. મ.વિ માં ૧૨૫ % મુજબ 500 BU,૧૨૫ % મુજબ 500 CU ,૧૩૫ % મુજબ 540 VVPAT,૩૧- મોડાસા વિ. સ. મ.વિ માં ૧૨૫ % મુજબ 413 BU,૧૨૫ % મુજબ 413 CU,૧૩૫ % મુજબ 446 VVPAT,૩૨- બાયડ વિ. સ. મ.વિ માં ૧૨૫ % મુજબ 395 BU,૧૨૫ % મુજબ 395 CU ,૧૩૫ % મુજબ 426 VVPAT ફાળવણી કરવામાં આવી. રેન્ડમાંઈઝેશનથી ફાળવણી થયેલ BU,CU, અને VVPAT ની યાદી રાજકીય પક્ષોને પૂરી પાડવામાં આવી. રેન્ડમાંઈઝેશનની પ્રક્રિયામાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી, જિલ્લાના EVM નોડલશ્રી નાયબ કલેકટર-૧, જિલ્લાના EVM મદદનીશ નોડલશ્રી જિલ્લા આયોજન અધિકારીશ્રી, મામલતદારશ્રી ચુંટણી ઉપસ્થિત રહ્યા હતા.
તેમજ આજ રોજ થયેલ રેન્ડમાંઈઝેશન મુજબના EVM/VVPAT જિલ્લાના નવીન વેર હાઉસ ખાતેથી તારીખ: ૦૮-૦૪-૨૪ ના રોજ ૫- સા.કા. સંસદીય મત વિસ્તારમાં સમાવિષ્ટ અરવલ્લી જિલ્લામાં આવેલ વિધાનસભાના મદદનીશ ચુંટણી અધિકારીઓને ફાળવણી કરવાંમાં આવનાર છે