ગુજરાતની પાવન ધરાને રાસાયણિક કૃષિના ઝેરથી મુક્ત કરી પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે ગુજરાતને રોલ મોડેલ બનાવવા ગુજરાત સરકાર કટિબદ્ધ
ગુજરાત કારોબાર ન્યુઝ/ભરતસિંહ ઠાકોર અરવલ્લી
અરવલ્લીના ખેડૂત ભાઈઓ પ્રાકૃતિક ખેતી કરીને કૃષિ ક્ષેત્રે મેળવી રહ્યા છે નામના,અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના મહિયાપુર મુકામે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત જયેન્દ્ર કુમાર અમૃતલાલ મકવાણા આ વખતે પ્રાકૃતિક ખેતીમાં હરણ ફાળ ભરી છે.100% ઓર્ગેનિક ખેતીથી રીંગણ નો મબલક ઉત્પાદન મેળવ્યું છે. કોઈ પ્રકારનો રાસાયણિક પદાર્થોનો ઉપયોગ કરવામાં આવતો નથી.સેન્દ્રીય ખાતરનો ઉપયોગ કરીને ખેતી કરવામાં આવે છે.જયેન્દ્રભાઈએ રીંગણનું મબલક ઉત્પાદન મેળવ્યું છે એની સાથે સાથે ઘઉં નું વાવેતર પણ પ્રાકૃતિક ખેતીથી કર્યું છે. તેવુ તેમના દ્વારા જણાવવામાં આવ્યુ, તેમણે ખેતરમાં 100 % શુદ્ધ સેન્દ્રીય ખાતરનો ઉપયોગ કર્યો છે. અને તેનાથી પ્રકૃતિને પણ નુકશાનથી બચાવી શકાય છે અને પાક પણ સારો મળે છે. પ્રાકૃતિક ખેતી ખેડૂતો માટે પ્રોત્સાહનરૂપ સાબિત થઈ રહી છે. પ્રાકૃતિક ખેતી થકી કુદરતને પણ આપણે મદદ કરી રહ્યા છીએ. ગુજરાતના ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની નેમથી આજે ગુજરાત રાસાયણિક ખેતી મુક્ત બનવા તરફ આગળ વધી રહ્યું છે.
પ્રાકૃતિક ખેતી માટે ખાતર કેવી રીતે તૈયાર થાય છે.?
એક એકર ખેતીની જમીનમાં પ્રાકૃતિક ખેતી માટે ખાતર એટલે કે જીવામૃત એક દિવસ માટે દેશી ગાયના ગૌમૂત્ર અને છાણમાંથી તૈયાર કરી શકાય છે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રેરિત કરી રહ્યા છે. કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવા માટે તેઓ રોલ મોડેલ બન્યા છે. તેમનું કહેવું છે કે એક એકર ખેતીની જમીનમાં પ્રાકૃતિક ખેતી માટે ખાતર એટલે કે જીવામૃત એક દિવસ માટે દેશી ગાયના ગૌમૂત્ર અને છાણમાંથી તૈયાર કરી શકાય છે. એક ગાય વડે 30 એકર જમીનમાં કુદરતી ખેતી કરી શકાય છે. ખેડૂતો આ જીવામૃત જાતે તૈયાર કરી શકે છે. જીવામૃત એ રીતે ખેતરની ફળદ્રુપતા વધારે છે જે રીતે થોડી માત્રામાં દહીં દૂધને દહીમાં ફેરવે છે.જીવામૃતમાંથી ઉત્પન્ન થતા બેક્ટેરિયા ખેડૂતના શ્રેષ્ઠ મિત્રો છે. અળસિયાની પ્રવૃત્તિ જમીનમાં ઊંડાણ સુધી પાણી પહોચાડે છે, જેનાથી પાણી સંગ્રહ કરવાની ક્ષમતા વધે છે. જમીનની ફળદ્રુપતા વધારવા અને માનવજાતને ઝેરી તત્વોથી બચાવવા માટે ગાય આધારિત કુદરતી ખેતી એ સૌથી અસરકારક ઉપાય છે. ગાય આધારિત પ્રાકૃતિક ખેતી માટે ખાતર અને જંતુનાશકો ગાયના છાણ અને મૂત્રમાંથી બનાવવામાં આવે છે. તેમાં ચણાનો લોટ, ગોળ, માટી અને પાણી ભેળવવાનું હોય છે પ્રાકૃતિક ખેતીથી અરવલ્લી જિલ્લાના ખેડૂતો મબલક પાક મેળવી રહ્યા છે.