Author name: Anish Shekh

હવામાન ખાતાની આગાહી

6/3/2023

અરવલ્લી જીલ્લામાં કમોસમી વરસાદ/માવઠા તેમજ વાદળછાયા વાતાવરણની શક્યતા જણાય તો નીચે મુજબના પગલાં લેવા ખેડુતોને ભલામણ

ગુજરાત કારોબાર ન્યુઝ/ભરતસિંહ ઠાકોર અરવલ્લી

હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને તા.-૦૭/૦૩/૨૦૨૩ થી ૦૮/૦૩/૨૦૨૩ના અરવલ્લી જીલ્લામાં કમોસમી વરસાદ/માવઠા તેમજ વાદળછાયા વાતાવરણની શક્યતા જણાય તો નીચે મુજબના પગલાં લેવા ખેડુતોને ભલામણ કરવામાં આવે છે.
કમોસમી વરસાદથી થતા પાક નુકસાનીથી બચવા માટે ખેડૂતોના ખેડૂત ઉત્પાદિત પાક ખેતરમાં કાપણી કરેલ હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી અથવા પ્લાસ્ટિક તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું.જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પૂરતો ટાળવો. ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહીં તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવા.એ.પી.એમ.સી. માં વેપારી અને ખેડૂત મિત્રોએ કાળજી રાખી આગોતરા સાવચેતીના પગલાં લેવા અનુરોધ કરવામાં આવે છે એ.પી.એમ.સી.માં અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા એ.પી.એમ.સી. માં વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવી આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક/વિસ્તરણ અધિકારી/ખેતી અધિકારી/તાલુકા અમલીકરણ અધિકારી/મદદનીશ ખેતી નિયામક/જિલ્લા ખેતીવાડી અધિકારી /નાયબ ખેતી નિયામક(વિસ્તરણ)/ નાયબ ખેતી નિયામક(તાલીમ),KVK અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર–૧૮૦૦૧૮૦૧૫૫૧ નો સંપર્ક કરવો.

હવામાન ખાતાની આગાહી Read More »

Uncategorized આઈપીએલ એસ્ટ્રો ઓટો ક્રિકેટ

ગુજરાત પ્રદેશ આઇટી સેલના પ્રમુખ ભરત સિંહ ઠાકોર ને જન્મદિવસની હાર્દિક શુભકામના

ગુજરાત પ્રદેશ આઇટી સેલના પ્રમુખ ભરત સિંહ ઠાકોર ને જન્મદિવસની હાર્દિક શુભકામના

આજરોજ તા.૫ – ૩ – ૨૦૨ ઓલ ઇન્ડિયા SC,ST,OBC,માઇનોરીટીસ મહાસંઘ ના આઈ.ટી સેલ ગુજરાત પ્રદેશ પ્રમુખ ભરતસિંહ ઠાકોર ને જન્મદિવસ ની હાર્દિક શુભકામના ઉત્તર ગુજરાત અરવલ્લી જિલ્લામાં એક જાણીતું નામ એટલે ભરતસિંહ ઠાકોર તેમને પોતે પત્રકાર છે સમાજ પર તથા અન્યો અત્યાચારો તેમજ સમાજને લાગતા વળગતા ખબર તેમના ન્યુઝ પેપર માં મિડિયામાં નિયમિત આપતા હોય છે તેમને ઓલ ઇન્ડિયા SC,ST,OBC,માઇનોરીટીસ મહાસંઘ દ્વારા ગુજરાત પ્રદેશ આઈ ટી સેલ ના પ્રમુખ ની જ્યારથી જવાબદારી આપી છે ત્યારથી ઉત્તર ગુજરાત થી લઈને રાજસ્થાન સુધી અરવલ્લી મોડાસા મહેસાણા પાલનપુર અને વિવિધ ગુજરાતના ખૂણે ખૂણે તેમને સંગઠનની મજબૂત બાંધણી કરવામાં સહયોગ આપે છે તેમના નેતૃત્વમાં આવનાર દિવસમાં સારા કાર્ય થાય તેમનું આયુષ્ય સારું નીરોગી રહે તેવી અમારા ઓલ ઇન્ડિયા SC,ST,OBC, માઇનોરીટીસ મહાસંઘ તરફથી શુભેચ્છા પાઠવવામાં આવે છે
શુભેચ્છક
ઓલ ઇન્ડિયા SC,ST,OBC, માઇનોરીટીસ મહાસંઘ ના રાષ્ટ્રીય અધ્યક્ષ સુરેશદાદા પવાર રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી આલજીભાઈ મારુ રાષ્ટ્રીય સંગઠન પ્રમુખ શ્રી નરેશભાઈ મારુ રાષ્ટ્રીય કાર્યકારિણી સદસ્ય કચ્છ જિલ્લા સંગઠન પ્રમુખ શ્રી ખેમચદ ઉફ હમીરભાઈ શામળિયા ગુજરાત પ્રદેશ પ્રમુખ આઇ.ટી સેલ. ભરતસિંહ ઠાકોર કચ્છ જિલ્લા મહામંત્રી દિનેશભાઈ મહેશ્વરી અમરેલી જિલ્લાના જેરામભાઈ પરમાર મહારાષ્ટ્ર પ્રદેશ અધ્યક્ષ હરંચરજીત સિંહ સહાની, ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ ડૉ હેમત્તાલબેન લૌચા, ભુજ તાલુકા મહિલા પ્રમુખ, ડૉ. હેતલબેન ગોસ્વામી, અંજાર તાલુકા મહિલા પ્રમુખ લીનાબેન દુઆ, કચ્છ જિલ્લા મહિલા પ્રમુખ જશોદાબેન મહેશ્વરી, મહારાષ્ટ્ર પ્રદેશ મહિલા પ્રમુખ સંજીવની દામોદર,મુંબઈ પ્રદેશ કાર્યકારી સદસ્ય છગનભાઈ ઝાલા, વિશ્રામભાઇ મેરીયા, જીવરાજભાઈ વાઘેલા, શિવજીભાઇ બુચિયા, હિરજીભાઇ બગડા, રતનભાઇ કન્નર ,રૂપાભાઈ શામળિયા, ભારમલ શામળિયા, રાજુભાઈ ગોહિલ, જયસિંહ ભાઈ રાઠોડ, નારાયણભાઈ દુઆ, વિશાલભાઈ દુઆ,વિશાલ મારુ, મોહનભાઈ વણકર, હયાત મણકા, શંકર ગરવા ,કાનજીભાઈ પરમાર, રાજ કાઞી ,ધીરજ સોલંકી ,વિક્રમભાઈ કાગી , અરવિંદ કાઞી, તમામ કાર્યકર્તા પદાધિકારીઓ તરફથી શ્રી ભરતસિંહ ઠાકોર ને તેમના જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવે છે

ગુજરાત પ્રદેશ આઇટી સેલના પ્રમુખ ભરત સિંહ ઠાકોર ને જન્મદિવસની હાર્દિક શુભકામના Read More »

Uncategorized

જૂનાગઢ મહિલાના ગળામાંથી સોનાના ચેઇનની ચીલ ઝડપ કરનાર મેલડીનો ભેદ ઉકેલાયો

જૂનાગઢ મહિલાના ગળામાંથી સોનાના ચેઇનની ચીલ ઝડપ કરનાર મેલડીનો ભેદ ઉકેલાયો

ઝુંટવેલ ચેનને ઓગાળી લગડી બનાવી અમદાવાદ ની વેપારી પેઢીને પધરાવી દીધેલ

જૂનાગઢના ઝાંઝરડા ચોકડી વિસ્તારના , મહારાજા પેલેસ એપાર્ટમેન્ટના પાર્કીંગમાંથી મહિલાના ગળમાંથી સોનાના ચેન ઝુંટવી નાશી જનાર ચીલઝડપના આરોપીને ભેંસાણ ચોકડી ખાતેથી પકડી પાડી જૂનાગઢ, ક્રાઇમ બ્રાન્ચ ની ટીમે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ચીલઝડપના વણ ઉકેલ ગુન્હાનો ભેદ ઉકેલી આરોપીને તાલુકા પોલીસ મથકે સોપતા પોલીસે આ સંદર્ભે આગળની તજવીજ હાથ ધરી હતી

બનાવની પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત અનુસાર જુનાગઢ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ની સૂચના અને માર્ગદર્શન મુજબ જિલ્લા સહિત શહેરમાં બનતા ચીલ ઝડપ જેવા બનાવો અટકાવવા તેમજ ચોરીઓની પ્રવૃતિ કરતાં ઇસમોને પકડી પાડવા સુચના કરી માર્ગદર્શન પુરૂ પાડેલ હોય જે અન્વયે ક્રાઇમ બ્રામ્ય, જૂનાગઢના પી.આઈ. જે.જે.પટેલ તથા પીએસઆઇ જે.જે.ગઢવી તથા પી.એસ.આઇ ડી.કે.ઝાલા તથા જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ સ્ટાફના માણસો સતત પ્રયત્નશીલ હોય તેમજ મિલ્કત સબંધી ગુન્હાઓ બનેલ હોય. તે બનાવવાળી જગ્યાની વીંજીટ કરી ટેકનીકલ સોર્સ તથા હ્યુમન ઇન્ટેલીજન્સની મદદથી ગુન્હાઓ શોધી કાઢવા પ્રયત્નશીલહોય આ દરમ્યાન ગઇ તા.૨૬, ફેબ્રુઆરી ના બપોરના અરસામાં શહેરના બાયપાસ રોડ, ફડદુ વાડી પાસે આવેલ, મહારાજા પેલેસ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં ફરીયાદી હર્ષાબેન મહેશકુમાર જોષી એપાર્ટમેન્ટના પાર્કિંગમાં લીફટની રાહ જોઇને ઉભા હોય. દરમ્યાન અજાણ્યો માણસ આશરે ૨૫ થી ૨૮ વર્ષની ઉંમરનો છોકરો પાછળથી આવી ફરીયાદી ગળામાં પહેરેલ સોનાનો ચેઇન ચાર તોલાનો કિ.રૂ.૧,૮૦,૦૦૦.નો ઝુટવી લઇ જઇ કાળા કલરના મોટર સાયકલ ઉપર આવેલ અજાણ્યા ઇસમ આશરે ૩૦ થી ૩૫ વર્ષ વાળાની પાછળ બેસી બંને જણા ભાગી ગયા અંગેનો બનાવ બનેલ. જે સંદર્ભ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો નોંધાયેલ

ઝુંટવેલ ચેનને ઓગાળી લગડી બનાવી અમદાવાદ ની વેપારી પેઢીને પધરાવી દીધેલ

ઉપરોક્ત ગુન્હો અનડીટેકટ હોય અને આરોપીઓ ફરાર હોય, જે આરોપીઓ ફરીથી નજીકના ભવિષ્યમાં આવા બીજા કોઇ ગુન્હાને અંજામ આપે તેવી પુરી શક્યતા રહેલ હોય. જેથી ઉપરોકત બનાવમાં સંડોવાયેલ આરોપીઓને પકડી પાડવા તાત્કાલીક ક્રાઇમ બ્રાન્ચની અલગ-અલગ ટીમો બનાવી આ ટીમો દ્વારા બનાવ સ્થળની વીજીટ કરી ટેકનિકલ સોર્સ તથા ખાનગી બાતમીદારો મારફતે આરોપીઓ શોધી કાઢવા માટેના પ્રયત્નો હાથ ધરતા ક્રાઇમ બ્રાન્ચની ટીમને સંયુક્તમાં ખાનગીરાહે ચોક્ક્સ બાતમી મળેલ કે, આ બનાવમાં સંડોવાયેલ જીતેન્દ્ર ઉર્ફે જીતુ મેશભાઇ કાકડીયા હાલ રહે. કામરેજ સુરત વાળો તથા તેની સાથેનો બીજો એક ઇસમ સંડોવાયેલ છે અને હાલ ઉપરોક્ત હકિકત વાળો ઇસમ રાજકોટ તરફથી જૂનાગઢ તરફ એક મોટર સાયકલ સાથે વધુ ગુન્હાને અંજામ આપવા માટે આવતો હોવાનુ અને આ ઇસમે લીલા કલર જેવો ચેક્સ વાળો શર્ટ તથા કબુતરી કલરનું પેન્ટ પહેરેલ છે અને તેની પાસે નવુ સ્પલેન્ડર મોટર સાયકલ છે, તેમ જાણવા મળતા તાત્કાલીક ક્રાઇમ બ્રાન્ચની ટીમને રવાના કરી જૂનાગઢ રાજકોટ રોડ ઉપર ભેસાણ ચોકડી નજીક વોચમાં હાજર રહેતા ઉપરોક્ત હકિકત વર્ણન વાળો ઇસમ નિકળતા તેને રોકી આગવી ઢબે પુછપરછ કરતા જણાવેલ કે, ગઇ તા.૨૬,ફેબ્રુઆરી ના રોજ પોતે તથા તેનો મિત્ર ભૌમીક ભુપેન્દ્રભાઇ ત્રિવેદી રહે, નડીયાદ, સંતરામપાર્ક, બિલોદરા જેલ પાસે બંને જણા પોતાની હીરો સ્પલેન્ડર મોટર સાયકલ સાથે શહેરના બાયપાસ રોડ ઉપર ગયેલ હતા અને ત્યા એક એપાર્ટમેન્ટના પાર્કિંગમાં એક બહેનએ ગળામાં પહેરેલ સોનાના ચેઇનની ચોરી કરી લઇ ભાગી ગયા હતા અને આ સોનાનો ચેઇન ઓગાળી તેની લગડી બનાવી આ લગડી અમદાવાદ માણકયોકમાં આવેલ શ્રી સોની નામની દુકાનમાં વેચેલ છે. જે પૈકી તેના ભાગે ૪૮,૦૦૦ હજાર રૂપિયા આવેલ હોવાનુ જણાવતા આ ઇસમની અંગજડતીમાંથી મોબાઈલ ફોન, રોકડ, તેમજ સ્પ્લેન્ડર મોટરસાયકલ,મળી 60,904 નો મુદ્દામાલ મળી આવેલ આ મળી આવેલ મુદામાલ કબ્જે લઈ આગળની કાર્યવાહી અર્થે જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ.

શૈલેષ પટેલ……. જૂનાગઢ

જૂનાગઢ મહિલાના ગળામાંથી સોનાના ચેઇનની ચીલ ઝડપ કરનાર મેલડીનો ભેદ ઉકેલાયો Read More »

Uncategorized

તડકેશ્વર ચેરીટેબલ ટ્રસ્ટ કરવડ દ્વારા
શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ મહોત્સવ તેમજ સમૂહ લગ્નનું કરાયેલું ભવ્ય આયોજન

તડકેશ્વર ચેરીટેબલ ટ્રસ્ટ કરવડ દ્વારા
શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ મહોત્સવ તેમજ સમૂહ લગ્નનું કરાયેલું ભવ્ય આયોજન
વાપી.તા.4 માર્ચ: વાપી તાલુકાના કરવડ ગામ ખાતે તારીખ 28 ફેબ્રુઆરીથી 6 માર્ચ સુધી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ મહોત્સવ તેમજ સમૂહ લગ્ન નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. કથાનો આજે છઠ્ઠો દિવસ ચાલી રહ્યો છે કથાનું રસપાન પરમ પૂજ્ય શ્રી ઉજ્જવલ મહારાજ કરાવી રહ્યા છે જેનો લહાવો ભક્તજનો લઈ રહ્યા છે આ પ્રસંગે ગામના વડીલો, ભાઈઓ-બહેનો તેમજ નાના ભૂલકાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે. આવતીકાલે મુખ્ય મહેમાનો ગુજરાત રાજ્યના નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ અને પૂર્વ રાજ્યમંત્રી અને ઉમરગામના ધારાસભ્ય શ્રી રમણભાઈ પાટકર તેમજ કપરાડા ના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી જીતુભાઈ ચૌધરી, કરવડ ગ્રામપંચાયત સરપંચ દેવેન્દ્રભાઇ એલ. પટેલ પણ ઉપસ્થિત રહેશે એવું આયોજકોએ જણાવ્યું હતું. આઠ માર્ચના રોજ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં 11 જેટલા જોડાઓ લગ્ન ગ્રંથિથી બંધાશે. ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ સુભાષભાઈ ગિજુભાઈ પટેલ, ઉપપ્રમુખ યોગેશભાઈ ટી. પટેલ અને મંત્રી મિલનભાઈ કરસનભાઈ પટેલ, સુનિલભાઈ રોહિત ઉપપ્રમુખ સામાજિક સુધારણા વિંગ રોહિત સમાજ સેવા ટ્રસ્ટ, ગુજરાત, દાનહ અને મહારાષ્ટ્ર, ઉત્તમભાઈ ઝેડ. રોહિત મા. તા. પં. સભ્ય- કરવડ તેમજ અન્ય ટ્રસ્ટીઓ અને તેઓની ટીમ કથાનો લાભ ભાવિક ભક્તોને મળે અને સમૂહ લગ્નનો કાર્યક્રમ સારામાં સારી રીતે થાય તેની જહેમત ઉઠાવી રહ્યા છે. આજ રોજ કથામાં ઉપસ્થિત રહેલા મહાનુભાવ અને પત્રકાર ભાઈઓનું નાની બાળાઓ દ્વારા પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું હતું.

તડકેશ્વર ચેરીટેબલ ટ્રસ્ટ કરવડ દ્વારા
શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ મહોત્સવ તેમજ સમૂહ લગ્નનું કરાયેલું ભવ્ય આયોજન
Read More »

Uncategorized

વાંસદાના સિણધઈગામે લાઈબ્રેરી શરૂ કરવા યુવાનોએ ગામના સરપંચને આવેદનપત્ર આપ્યું

ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ એ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે ૧૦ કિલોમીટર દૂર લાઈબ્રેરીમાં વાંચન માટે જવું પડે છે.

(ગુજરાત કારોબાર,
કેયુરપટેલ, વાંસદા )

તા.૧૭.
વાંસદા તાલુકાના સિણધઈ ગામના વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય છે તેવા વિદ્યાર્થીઓ વાંચવા માટે વાંસદા સહિત ડોલવણ જેવા ૧૦ કિલોમીટર દૂર સુધી લાઈબ્રેરીમાં વાંચન કરવા માટે જવું પડે છે સિણધઈ વિસ્તારના વિદ્યાર્થીઓમાં નિરાશા જોવા મળી રહી છે જેમાં ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને સરકાર દ્વારા અહીં લાઈબ્રેરીની સુવિધા આપવામાં તેવી માંગ સાથે ગામના યુવાનોએ સરપંચને લેખિતમાં રજુઆત કરી છે વિવિધ વિષયોના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મુશ્કેલી વેઠવી પડે છે. હાલના સ્પર્ધાત્મક યુગમાં વિદ્યાર્થી ઓને વાંચનપ્રક્રિયાને લઈને લાઈબ્રેરી સહારો લેવો પડતો હોય છે તેમજ વિદ્યાર્થીઓને વાંચન માટેની યોગ્ય જગ્યા એટલે કે લાઈબ્રેરી. પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં લાઈબ્રેરી નહિ હોવાના કારણે વિદ્યાર્થીઓને મુશ્કેલી વેઠવી પડે છે ગુજરાત રાજયમાં પોલિસ ભરતી, તલાટી કમ મંત્રી, ફોરેસ્ટની ભરતી માટેની મહત્વની પરીક્ષાઓ સરકારશ્રી તરફથી લેવામાં આવતી હોય છે આવી મહત્વની ભરતીઓના અનુસંધાને વિદ્યાર્થીઓ આવી સ્પર્ધાત્મક પરીક્ષા પસાર કરવા માટે સતત વાંચન ની જરૂર પડતી હોય છે ત્યારે લાઈબ્રેરી નહિ હોવાના કારણે તેઓ પરીક્ષારૂપી સાહિત્યનું વાંચન કરી શકતા નથી. જેથી લાયબ્રેરીની વ્યવસ્થા કાર્યરત કરવામાં આવે તો આવા વિદ્યાર્થીઓ આ લાયબ્રેરીનો લાભ લઇ શકે અને પોતાના ભવિષ્ય માટે પરીક્ષાની તૈયારી માટે આવી વ્યવસ્થાનો ઉપયોગ કરી શકે. માટે સરપંચને લેખિતમાં રજુઆત કરી લાયબ્રેરી કાર્યરત કરવાની માંગ કરી હતી જેમાં આજુ-બાજુના ગામડાના વિદ્યાર્થીઓ તેનો લાભ લઇ શકે.
સિંણધઈ ગામના મયુર પટેલ દ્વારા જણાવ્યા પ્રમાણે વાંસદા ખાતે લાયબ્રેરીની વ્યવસ્થા છે પરંતુ રોજ અપડાઉન કરવામાં સમય વેડફાય છે તેમજ આવવા જવા માટે ખર્ચ થતો હોય છે જેથી ગામમાં લાયબ્રેરી હોય તો વધુ સરળ બને એમ છે તેમજ સિંણધઈ ગામે અનેક યુવાનો અને યુવતીઓ ભણતરમાં ખૂબ હોશિયાર છે પરંતુ મોટા ભાગના યુવાનો અને યુવતીઓ આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે પુસ્તકોના ખર્ચ ઉઠાવી શકતા નથી જેને કારણે સ્પર્ધાત્મક પરીક્ષાઓ સારા ગુણ મેળવી નથી શકતા જેને કારણે આગળ તક મળતી નથી જેથી ગામમાં સ્પર્ધાત્મક પરીક્ષાની લાયબ્રેરીનું આયોજન કરવામાં આવે તો અનેક યુવક યુવતી સ્પર્ધાત્મક પરીક્ષાની સારી ત્યારી કરી શકે અને સરકારી નોકરીમાં તક મળે જેને લઈ ગામના યુવાનો દ્વારા સરપંચને લેખિતમાં રજુવાત કરવામાં આવી હતી

વાંસદાના સિણધઈગામે લાઈબ્રેરી શરૂ કરવા યુવાનોએ ગામના સરપંચને આવેદનપત્ર આપ્યું Read More »

Uncategorized ઓટો