રક્તદાન અને આરોગ્ય ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ અયોધ્યા ખાતે હસમુખ પટેલ (રવેલ) ને રાષ્ટ્રીય સેવા રત્ન એવોર્ડ થી કેરળ અને નાગાલેન્ડના પૂર્વ રાજ્યપાલ ના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા

ગુજરાત કારોબાર ન્યુઝ દ્વારા

અહેવાલ ભરતસિંહ ઠાકોર અરવલ્લી (બ્યુરો ચીફ)

ભગવાન શ્રી રામની જન્મભૂમિ અયોધ્યા ધામમાં આયોજિત રક્તદાતાઓના મહાકુંભમાં બનાસકાંઠાના હસમુખ પટેલનું કેરળ અને નાગાલેન્ડના પૂર્વ રાજ્યપાલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. રામકૃષ્ણ સેવા ફાઉન્ડેશન વી મેજર ધ્યાનચંદ ખેલ ઉત્થાન સમિતિ દ્વારા ૨૧ અને ૨૨ સપ્ટેમ્બર અયોધ્યા ધામમાં બે દિવસીય રાષ્ટ્રીય રક્તદાન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું , જેમાં ભારતના તમામ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને ઉત્તર પ્રદેશના તમામ ૭૫ જિલ્લાઓમાંથી ૨૦૧ સામાજિક કાર્યકરો હાજર રહ્યા હતા આ ઉપરાત નેપાળ અને ભૂતાન સામાજિક કાયકરો હાજર રહ્યા હતા સંસ્થાના સ્થાપક પ્રમુખ આકાશ ગુપ્તા અને પસંદગી સમિતિ દ્વારા સંસ્થાના સામાજિક કાર્યકરોનું સન્માન કરવામાં આવ્યું છે. આ કાયક્રમમાં ગુજરાતમાંથી હસમુખ પટેલના નામની પસંદગી કરવામાં આવી હતી . નોંધનીય છે હસમુખ પટેલ ધણા સમય થી ભારત માં કોઈ પણ જગ્યાએ બ્લડની જરૂરિયાત મંદ લોકો ને મદદ કરે છે આવી સેવાકીય ઉત્કૃષ્ઠ સેવા કાર્ય કરનાર હસમુખ પટેલ ને આયોધ્યા ખાતે સેવા રત્ન એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા

રક્તદાન અને આરોગ્ય ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ અયોધ્યા ખાતે હસમુખ પટેલ (રવેલ) ને રાષ્ટ્રીય સેવા રત્ન એવોર્ડ થી કેરળ અને નાગાલેન્ડના પૂર્વ રાજ્યપાલ ના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા Read More »

આઈપીએલ