નુકસાનીમાં ચાલતા ડુંગળી-બટાકાના ખેડૂતો માટે ગુજરાત સરકારે કરી સહાયની જાહેરાત, જગતના તાતના ચહેરાપર ખુશી જોવામળશે

ડુંગળી બટાટાને લઈ ગુજરાતથી લઈને આખા ભારતમાં રાડ બોલી ગઈ છે. ત્યારે હાલમાં રાજ્યમાં પલટાતા હવામાનને કારણે ખેડૂતોને તો ચોધાર આંસુએ રડવાનો વારો આવ્યો છે. ત્યારે ડૂંગળી અને બટાકા પકવતા ખેડૂતો માટે રાજ્ય સરકારે એવી જોરદાર મહત્ત્વની જાહેરાત કરી છે કે જગતનો તાત મોજમાં આવી ગયો છે. આ બાબતે રાઘવજી પટેલે જણાવ્યુ છે કે, ગુજરાત રાજ્યમાં બજારમાં લાલ ડુંગળીના ભાવ ઓછા જણાય છે. આ પરિસ્થિતિના સંદર્ભે એક કિલોએ રૂપિયા બેની સહાય ખેડૂતને આપવામાં અપાશે. ખેડૂત દીઠ વધારેમાં વધારે 500 કટ્ટા માટેની સહાય આપવામાં આવશે. 70 કરોડની સહાય રાજ્ય સરકાર ચુકવણી કરશે રાઘવજીએ આગળ વાત કરી કે સરકાર ટ્રાન્સ્પોર્ટેશનના ખર્ચ માટે 20 કરોડ ફાળવશે. રાજ્ય અને દેશ બહાર ડુંગળીના નિકાસ માટે 20 કરોડના પેકેજની જાહેરાત કરવામાં આવી છે. બટાકા અન્ય રાજ્યમાં મોકલવામાં સહાય કરવામાં આવશે. એક ખેડૂતને એક કટ્ટાના 50 રૂપિયા આપવામાં આવશે. રાજ્ય સરકાર 600 કટ્ટા સુધી સહાય કરાશે. બજારમાં લાલ ડુંગળીના ભાવ ઓછા છે.

બટાકાની નિકાસ માટે વાહન ખર્ચમાં સહાય આપવામા આવશે. રોડ ટ્રાન્સપોર્ટથી બટાકાની નિકાસ પર 50 રૂપિયા પ્રતિ મેટ્રિક ટન સહાય અપાશે. રાઘવજીની આગળની સહાય એવી હતી કે રેલવે મારફત બટાકાની નિકાસ કરે તો વાહતના ખર્ચના 100 ટકા અથવા 1150 રૂપિયા પ્રતિ મેટ્રીક ટનની મર્યાદામાં બેમાંથી જે ઓછું હોય તે સહાય આપવામાં આવશે. દેશ બહાર બટાકાની નિકાસ કરે તો કુલ વાહતના ખર્ચના 25% અને 10 લાખની મર્યાદામાં બેમાંથી જે ઓછુ હોય તે ખેડુત કે વેપારી દીઠ ટ્રાન્સપોર્ટ સબસીડી આપવામાં આવશે. આ ઓફરની મર્યાદા વિશે વાત કરીએ તો આ સહાય 30 એપ્રિલ સુધી આપવામાં આવશે. આ ઉપરાંત બટાકા પકવતા ખેડૂતો કોલ્ડ સ્ટોરેજમાં માત્ર ખાવા માટેના બટાકાનો સંગ્રહ કરે તો પ્રતિ કિલો 1 રૂપિયા લેખે ખેડૂતને એક કટ્ટાના 50 અને વધારેમાં વધારે 600 કટ્ટાની મર્યાદામાં સહાય અપાશે. આ સહાય 1 ફેબ્રુઆરી 2023થી 31 માર્ચ 2023 સુધીમાં આપવામાં આવશે. જેના માટે 200 કરોડની સહાય જાહેર કરવામાં આવી છે. ત્યારે હવે આ સાંભળીને જગતનો તાત પણ હરખમાં છે કે આખરે મહેનત એળે તો નહીં જ જાય.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *