અરવલ્લી જિલ્લાના ધનસુરાના હંસાબેન પટેલ એ આયુષ્માન ભરતા કાર્ડ થકી ઘૂંટણનું ઓપરેશન કરાવી સરકારનો આભાર માન્યયો

ગુજરાત કારોબાર ન્યુઝ/ભરતસિંહ ઠાકોર અરવલ્લી

20/3/2023

નાગરિકોને આરોગ્ય વિષયક સુવિધાઓની અને સેવાઓ સરળતાથી પહોંચાડવામાં સરકાર કટિબદ્ધ,’મારાં ઘૂંટણનું ઓપરેશન આજે આયુષ્માન ભારત કાર્ડથી સરળ બન્યું છે, હું ફરીથી ચાલી શકીશ’ : લાભાર્થી,અરવલ્લી જિલ્લાના ધનસુરાના હંસાબેન પટેલ અને તેમનો પરિવાર આજે આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લાભ લઈને સરકારનો આભાર માની રહ્યા છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની વિચારધારાને આગળ ધપાવતા આજે દેશમાં આરોગ્ય માળખાને ઊંચાઈઓ પ્રાપ્ત થઈ છે. આજે નાગરિકોને આરોગ્ય વિષયક સુવિધાઓની અને સેવાઓ સરળતાથી પહોંચાડવામાં સરકાર કટિબદ્ધ છે.આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના થકી અનેક પરિવારોમાં ગંભીર બીમારીઓમાં લાભ મળવાથી દર્દીઓના આયુષ્યમાં વધારો થયો છે.આ યોજના લોકોને આરોગ્ય કવચ પૂરું પાડવા લાગુ કરાઇ છે. આ યોજના વિશ્વનો સૌથી મોટો આરોગ્યનો કાર્યક્રમ છે, જે નબળા પરિવારોને પ્રતિ વર્ષ પાંચ લાખ રૂપિયાનું આરોગ્ય કવચ પ્રદાન કરે છે. તેમણે કહ્યું, આ યોજનાનો હેતુ સમગ્ર દેશમાં દસ કરોડથી વધુ ગરીબ પરિવારોને લાભ આપવાનો છે ગુજરાત રાજ્ય સરકારે ગરીબો, પીડીતો,શોષિતો ગામડાના લોકો અને રાજ્યના જન – જનની સુખાકારી માટે અનેક આરોગ્યલક્ષી નિર્ણયો લીધા છે. માતાના ગર્ભથી માંડીને વૃદ્ધાવસ્થા સુધી લોકોને આરોગ્ય વિશે એક સુવિધાઓ મળી રહે તે માટે અનેકવિધ યોજનાઓનો અસરકારક અમલ કર્યો છે. ત્યારે આયુષ્માન ભારત જેવી યોજના હેઠળ આજે નાગરિકો હૃદય,કિડની,મગજ ડાયાલિસિસ, કેન્સર વગેરે જેવી ગંભીર બીમારીઓમાં યોજનાનો લાભ લઇ રહ્યા છે સુખાકારી અને આયુષ્યમાં વધારો થઈ રહ્યો છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *