ગુજરાત કારોબાર ન્યૂઝ/ભરતસિંહ ઠાકોર અરવલ્લી
અરવલ્લી જિલ્લાના મોડાસા શામળાજી બાયપાસ રોડ પર એક બહેન તેમના નાના છોકરા સાથે નિરાધાર બેઠા હોવાનું કોલ મળતા અરવલ્લી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ મોડાસાથી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. જ્યાં 32 વર્ષે મહિલા મળી આવતા અભયમ ટીમના કાઉન્સિલર મનીષાબેન અને તેમની ટીમે આ મહિલાની પૂછપરછ અને કાઉન્સિલિંગ કરતા જાણવા મળેલ કે મેઘરજ તાલુકાના બાંઠીવાડા ગામમાં રહેતા તેના પતિએ તેણીને માર મારતા ત્રાસના કારણે ઘર છોડીને નીકળી ગયા હોવાની વિગતો સામે આવતા ટીમે તેઓને સમજાવટ બાદ તેના પતિનો સંપર્ક સાધી બહેન સાસરિયામાં જવા માગતા હોવાથી મહિલાના પતિનું પણ કાઉન્સિલિંગ કરી સમજાવ્યા બાદ બેનને સાસરીમાં લઈ જઈ તેમના પતિને સોંપી પરિવાર સાથે પુનઃમિલન કરાવ્યું હતું.