એહવાલ વિજય રાઠોડ
ક્રિકેટ ભારત દેશ ના દરેક યુવાઓ નો લોક પ્રિય ખેલ છે. ગુજરાત મા સૌથી વધુ રમાતો ખેલ એટલે ક્રિકેટ. અને ક્રિકેટ હાલમાં વલસાડ જિલ્લા ના અલગ અલગ ગામડાઓ મા છેક અંતરિયાળ વિસ્તાર મા યુવાઓ સુધી પોહચ્યો છે. ક્રિકેટ થી યુવાઓ મા એક બીજા ની ઓળખ થાય છે. જેથી દરેક સમાજ પોત પિતાને અનુરૂપ ક્રિકેટ ટુર્નમેન્ટમાં નું આયોજન કરતા હોય છે. ત્યારે આહુ વકીલ શ્રી કિશનભાઇ, ડેપ્યુટી સરપંચશ્રી અને માજી સરપંચશ્રી કિશનભાઇ દયારામભાઈ દુબળા અને એમના યુવા ક્રિકેટર ટીમ દ્વારા હળપતિ સમાજની એકતા માટે તથા યુવાનોને પ્રોત્સાહન આપવા માટે તારીખ 2 /4 /2023, વાર રવિવારના રોજ સમસ્ત હળપતિ સમાજ ઉમરગામ તાલુકાનુ એક ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટોટલ 27 ટીમોએ ભાગ લીધો હતો જેમાંથી ઉદવાડા કોહિનૂર તથા ઉમરગામ હર્ષદ ઇલેવન ટીમ ફાઇનલમાં આવી હતી જેમાંથી ઉદવાડા કોહીનૂર ફાઇનલ જીતી હતી. યુવાનોમાં ખૂબ ઉત્સાહ જોવા મળ્યો હતો.