ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણાધિકારી દાહોદ મયુરકુમાર શાંતિલાલ પારેખ 1 લાખ રૂપિયા ની લાચ લેતા રંગે હાથ ઝડપાયા.

થોડાક સમય પેહલા પણ એક શિક્ષણ અઘિકારી લાંચ લેતા ઝડપાયા હતા.

રિપોર્ટર રમેશ પરમાર

એ.સી.બી. સફળ ટ્રેપ કેસ પ્રાપ્ત વિગતો અનુસાર ફરીયાદી રત્નેશ્વર આશ્રમ શાળા પાનમ ખાતે ફરજ બજાવતા હતા અને તેઓએ આફવા પ્રાથમિકશાળા તા.ફતેપુરા જિ.દાહોદમાં બદલી થવા અરજી કાગળો કરેલ જે ફરીયાદીની આફવા પ્રાથમિકશાળા ખાતે બદલી હુકમ તા.૨૯/૧૦/૨૦૨૨ના રોજ આપેલ. જે કામે આરોપીએ ફરીયાદી પાસે પ્રથમ રૂ.૫,૦૦,૦૦૦/- ની માંગણી કરી રૂ.૪,૦૦,૦૦૦/- લેવા સંમત થયેલ અને રૂ.૨,૦૦,૦૦૦/- અગાઉ ફરીયાદી પાસે લઈ લીધેલ.આરોપી ફરીયાદી પાસે બાકીના લાંચના નાણાંની વારંવર ઉઘરાણી કરાવતા હોય ફરિયાદી લાંચ ની રકમ આપવા માંગતા ન હોય તેઓએ આ અંગે ફરિયાદ જાહેર કરતા ફરીયાદીની ફરીયાદ આધારે આજરોજ લાંચના છટકાનુ આયોજન કરતા આ કામના આરોપીએ પંચ-૧ ની હાજરીમાં ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂ.૧,૦૦,૦૦૦/- લાંચની માંગણી કરી, સ્વીકારી સરકારી વાહનમાં મુકાવતા પકડાઈ જઈ ગુનો કર્યા વિગેરે બાબત.વારમ વાર લચિયા અધિકારીઓ એસીબી ના છટકામાં ઝડપાઇ જતાં હોવા છતાં કોઈ પણ જાત ના ડર વિના બેફામ લાચની ની માગણીઓ કરવામાં આવી રહી છે. પરંતુ હવે લાગી રહ્યું છે કે દાહોદ માં જગૃતા આવી રહી છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *