ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી
અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના પનાવડા ગામના મૂળ વતની અને હાલ અમદાવાદમાં રહેતા મગનભાઈ પટેલે મોડાસા થી દહેગામ અમદાવાદ રોડ પર રાયપુર સ્ટેશન પર નર્મદા નહેર પર આવેલ જય રણછોડ ફાર્મ હાઉસ ઓમ શક્તિ હોટેલ ના મૂળ માલિક દ્વારા ગત વર્ષે વારાણસી અને નેપાળ ટુર ના 20 પરિવારના સભ્યોને સ્વાગત કરી ભોજન પ્રસાદી કરવી હતી તેવીજ રીતે માલપુર તાલુકા ના તાજેતરમાં ચારધામ યાત્રા પૂર્ણ કરી આવેલા 13 પરિવારના સભ્યોને હોટલ ના મુખ્ય દ્વારે કુમકુમ તિલક કરી સ્વાગત કર્યું ગુલાબ ના ફૂલ ગોળ ધાણા તેમજ પેડા ખવડાવી ને મોઢું ગળ્યું કરવી યાત્રાળુઓને નાહવા ની સગવડ કરાવી ભોજન પ્રસાદી કરવી હતી આ યાત્રાળુ માં માલપુર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ મહેશભાઈ પટેલ ,જેસવાડી ના ગોવિંદભાઇ પટેલ, સંદેશ ન્યુઝ ચેનલના વરિષ્ઠ પત્રકાર શૈલેષભાઇ પંડ્યા ,નેશનલ ન્યુઝ ચેનલના મહેન્દ્રપ્રસાદ ,પૂર્વ ધારાસભ્ય ના પુત્ર અરવિંદભાઈ શિવાભાઈ પટેલ, સોનિકપુર ના અરવિંદભાઈ પટેલ અમદાવાદ ના ડાહ્યાભાઈ પટેલ મૂળ પહાડીયા ગામ ના વતની તેમજ કૃષ્ણાપુર કમ્પા ના મૂળ અને હાલ જામનગર નરેશભાઈ પટેલ અને ટીસકી ગામના કાલીદાસ ભાઈ પટેલ, પરસોડા ના વતની અને તાલુકા પંચાયતના સદસ્ય રાજેન્દ્રપટેલ ,સુનિલભાઈ પટેલ જેસવાડી ના દશરથભાઈ પટેલ અને હેલોદર ગામના મુકેશભાઈ જેશીંગભાઈ પટેલ ચારધામ ની યાત્રાધામ ના પ્રવાસ માં હતા આ તમામ સદસ્યો એ કેદારનાથ ગંગોત્રી યમનોત્રી અને બદ્રીનાથ દિલ્હી સ્વામિનારાયણ મંદિર તેમજ દિલ્હી દર્શન ના શાંતિપૂર્ણ પ્રવાસ કર્યો હતો. છેલ્લા બે ટર્મ થી યાત્રાળુઓને જય રાણછોડ ફાર્મ હાઉસ ના મલિક મગનભાઈ પટેલ અને તેમના પુત્ર જયેશભાઇ તથા તેમના પુરા પરિવારના સભ્યો અને તેમના મિત્રો મંડળ દ્વારા સ્વાગત કરી એક અનેરો ઉત્સાહ પૂર્વક તેમના દ્વારા સરાહનીય કાર્ય કરી અનેરા આનંદ અનુભવી રહ્યા છે ત્યારે ચારધામ યાત્રાળુઓ એ પણ મગનભાઈ પટેલ અને તેમના પુરા પરિવારના સભ્યોને આભાર માન્યો હતો અને ધન્યવાદને ને પાત્ર ગણાવ્યું હતું