ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

માન. મંત્રી શ્રી ભિખુસિંહજી પરમારે શામળાજી મંદિર ખાતે ભગવાન શામળિયાના દર્શન કર્યા.માન.મંત્રી શ્રીએ શામળાજી ખાતે આવેલ ગૌ શાળાની મુલાકાત લઈ ગાયોને દેશી ગોળ ખવડાવ્યો ,મોડાસા ખાતે સાર્વજનિક હોસ્પિટલની મુલાકાત લઈ દર્દીઓને ફુટ વિતરણ અને બ્લડ ડોનેશન કેમ્પ યોજ્યાં બાદ જન્મદિવસની ઉજવણી કેક કાપીને કરી અરવલ્લી જિલ્લામાં માનનીય મંત્રી શ્રી ભીખુસિંહજી પરમારે શામળાજી મંદિર ખાતે ભગવાન શામળિયાના દર્શન કર્યા તેમજ શામળાજી ખાતે આવેલ ગૌશાળાની મુલાકાત લઇ ત્યાં ગાયોને દેશી ગોળ ખવડાવી જન્મદિવસની ઉજવણી કરી. ત્યારબાદ, મોડાસા ખાતે સાર્વજનિક હોસ્પિટલની મુલાકાત લઈ દર્દીઓને ફ્રુટ વિતરણ કર્યું તેમજ બ્લડ ડોનેશન કેમ્પ યોજી સાર્વજનિક હોસ્પિટલના સંચાલકો સાથે કેક કાપી જન્મદિવસની ઉજવણી ખૂબ જ સાદગીથી કરી.





