એહવાલ તંત્રી અનીસ શેખ
વાપી નગર પાલિકા મા ચાલતો જાતિવાદ કોની મહેરબાની ?
મળતી માહિતિ મુજબ વાપી નગર પાલિકા મા નવા સીઓ ની નિમણુક થયા ના એક વર્ષ મા વાપી નગર પાલિકા મા ઘણાં બધા ફેર ફારો થતાં જોવા મળ્યાં છે!!
હાલમા વાપી નગર પાલિકા મા ડિપ્લોમા સિવિલ એન્જિનિયર ની સર્ટિફિકેટ ધરાવનાર વ્યકિત આખી નગર પાલિકા ના મોટાં ભાગ ના ખાતાઓ ની માલીક બની ને બેસેલો છે ! વાપી નગર પાલિકા ના પ્રમુખ અને ઉપ્રમુખની અને સભ્યો સહિત ની ટીમને સાઈડ મા રાખીને મન ફાવે તેમ કામ ચલાવવા મા આવિ રહ્યું છે જેની ચર્ચા વાપી પંથક મા જોરો શોર મા ચાલી રહી છે ડિપ્લોમા સિવિલ એન્જિનિયર ને ફાયર શેફટી નાં ઇન્ચાર્જ ઘણા સમય થી વાપી નગર પાલીકા માં નથી તો ફાયર ના અધિકારી વગર ફાયર નુ કામ કોના ભરોસે? *ડિપ્લોમા એન્જિનિયર ના ભરોસે વાપી નગર પાલીકા ની ફાયર ની ટીમ? એપણ રામ ભરોસે!*
લાઈટ ના કામ માટે ઈલેક્ટ્રીશિયન ની જરૂર હોય પરંતું વાપી નગર પાલીકા મા તો ડિપ્લોમા સિવિલ એનીજીનીયર ને ઈલેક્ટ્રિકલ એનીજીનીયરનાં કામ નો પણ ચાર્જ સોંપી દીધો એપણ રામ ભરોસે!
ડિપ્લોમા સિવિલ એન્જીનીયર સર્ટિફિકેટ ધરાવતા કર્મચારી વાપી નગર પાલિકાના આરોગ્ય નુ ખાતું પણ સાંભળી લેતાં હોય છે એપણ રામ ભરોસે! હવે તો હદ કરી વાપી નગર પાલીકા ના એક જ વ્યક્તિ અને તમાંમ કામોમાં નિષ્ણાત છે પ્રાદેશિક કમિશ્નરે આ કર્મચારી અને સી ઓ ને સ્પેશિયલ એવોર્ડ આપી ને સન્માનિત કરવાં જોઈએ જે ૩ જેટલાં સ્પેશિયલ કર્મચારી ઓ નો પગાર બચાવી ને નગર પાલિકાને ફાયદો કરાવી રહ્યા છે..
મહત્વની વાત તો એછે કે ગુજરાત સરકાર ગુજરાત ની જનતાના આરોગ્ય ની સેફ્ટી ને લઈને અવનવી યોજના ઓ અને સ્પેશિયલ સ્ટાફ ની નિમણુક કરિને આરોગ્ય મા અગ્રેસર ગુજરાત ની ભૂમિકા ભજવે છે પરંતું શુ આપડી વાપી નગર પાલીકા મા આરોગ્ય નુ ખાતું સંભાળ નાર કોઇ અધિકારીજ નથી? આરોગ્ય ની જીમેદારી કોની? વાપી નગરપાલીકા એ તો આરોગ્ય ખાતું રામ ભરો સે છોડી ધિધુ*? હવે વાપી ની જનતાના લાડકવાયા નાણાં પ્રધાન કનું ભાઈ દેસાઇ એક નઝર નગર પાલીકા ઉપર કરે તે જરૂરી બન્યું છે! રામ ભરોસે નગરપાલિકા છોડવા કરતા જિમ્મેદાર કર્મચારીઓ ની નિમણુક કરે તેવી વાપી નગર ના લોકો મા માંગ ઉઠવા પામી હતી