ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી,ગુજરાત

તાજેતરમાં ભાટીયાની ગુજરાત સરકાર શ્રી ગાંધીનગર માન્ય નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા એપ્રિલ – મેં પરીક્ષા સત્રમાં કલાગુરુશ્રી પરસોતમભાઈ કછેટીયાના માર્ગદર્શન હેઠળ પાવનભૂમિ દ્વારકાના રાધે ડીફરંટલી એબલ્ડ ફાઉન્ડેશનના મનોદિવ્યાંગ બાળકોએ સરકાર માન્ય ડિગ્રી કોર્સ શાસ્ત્રીય સંગીતની ગાયન, તબલા હાર્મોનિયમ વગેરે વિષયની પ્રવેશિકા પ્રથમની પરીક્ષા આપી હતી મનોદિવ્યાંગ હોવ છતાં સફળતાપૂર્વક સારા ગુણ સાથે ઉર્તીણ થયાં યશસ્વી પરિણામ મેળવવા બદલ તમામ સંગીત વિદ્યાર્થીઓને ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠના અધ્યક્ષશ્રી કમલેશભાઈ આર. બથીયા તથા સંસ્થા સમિતિ દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા તથા ઠેર ઠેરથી શુભેચ્છા વર્ષા થઈ રહી છે.