વલસાડ મા મતદાતા ચેતના અભિયાન” સંદર્ભે મહત્વની બેઠક જિલ્લા ભાજપ મુખ્ય કાર્યાલય ખાતે યોજાઈ

વલસાડ : એહવાલ અનીસ શેખ દ્વારા

ભારતીય જનતા પાર્ટી વલસાડ જિલ્લા ના પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારાજી ના અધ્યક્ષ સ્થાને તેમજ પ્રદેશ ભાજપ મીડિયા કન્વીનર શ્રી યજ્ઞેશભાઇ દવેની વિશેષ ઉપસ્થિતિમાં “મતદાતા ચેતના અભિયાન” સંદર્ભે મહત્વની બેઠક જિલ્લા ભાજપ મુખ્ય કાર્યાલય ખાતે યોજાઈ

   *ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ ના અધ્યક્ષ અને પેજ કમિટી ના પ્રણેતા આદરણીય શ્રી. સી. આર. પાટીલજી, સંગઠન મહામંત્રી આદરણીય શ્રી રત્નાકરજી ની સૂચના અને માર્ગદર્શન મુજબ આજરોજ વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ માનનીય શ્રી હેમંતભાઈ કંસારાજીના અધ્યક્ષ સ્થાને તેમજ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી ના પ્રદેશ મીડીયા કન્વીનર માનનીય શ્રી યજ્ઞેશભાઈ દવેની વિશેષ ઉપસ્થિતિમાં "મતદાતા ચેતના અભિયાન" સંદર્ભે મહત્વની બેઠકનું આયોજન "શ્રી કમલ્મ" વલસાડ જિલ્લા ભાજપ મુખ્ય કાર્યાલય ખાતે કરવામાં આવ્યું હતું* 

 *પ્રદેશ સંગઠન ની સૂચના ના માર્ગદર્શન મુજબ આગામી દિવસોમાં યોજાનારા "મતદાતા ચેતના અભિયાન" અંતર્ગત મતદાતા જાગૃતિ લાવવા,નામો કમી કરાવવા,સુધારા કરાવવા જેવી બાબતો અંગે પ્રદેશ ભાજપ ના મીડીયા કન્વીનર શ્રી યગ્નેશભાઈ દવે દ્વારા ઉપસ્થિત સહુને માર્ગદર્શન આપી વિગતવાર માહિતીઓ આપવામાં આવી હતી*

  *આ તબક્કે વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના મહામંત્રીશ્રી શિલ્પેશભાઈ દેસાઈ,વલસાડ જિલ્લા પંચાયત ના પ્રમુખ શ્રીમતી અલકાબેન શાહ,જિલ્લા પંચાયત ઉપપ્રમુખશ્રી,કારોબારી અધ્યક્ષશ્રી, શાસ્કપક્ષ ના નેતા,દંડકશ્રી,પ્રદેશ ના હોદેદારો,જિલ્લા સંગઠન ના હોદેદારો,મંડળ ના પ્રભારીશ્રીઓ,મીડીયા,આઈ.ટી. ના જિલ્લા કન્વીનરો,વિધાનસભા દીઠ પાંચ સભ્યોની ટીમ ઉપસ્થિત રહ્યા હતા*

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *