“પોષણ માહ” ની ઉજવણી અંતર્ગત આંગણવાડી કેન્દ્રના બાળકો દ્વારા શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી,શિક્ષકને બાળકના જીવનમાં માતા-પિતા પછી બીજા નંબરની સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ માનવામાં આવે છે. શિક્ષકોને માતા સમાન સ્થાન આપવામાં આવે છે કારણ કે તેઓ તેમનું આખું જીવન વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં વિતાવે છે.એવા શિક્ષકો વિદ્યાર્થીઓના હંમેશા પ્રિય રહેતા હોય છે. તો આજના દિવસે શાળાઓમાં પોતાના પ્રિય શિક્ષકની જેમ વિદ્યાર્થીઓ શિક્ષક બનીને શાળાનું સંચાલન કરતા હોય છે.


અરવલ્લી જિલ્લાના તમામ આંગણવાડી કેન્દ્રોમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી.પ્રોગ્રામ ઓફિસરશ્રી ના માર્ગદર્શન હેઠળ અરવલ્લી જિલ્લાના તમામ ઘટકના આંગણવાડી કેન્દ્રોમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી.જેમાં બાળકો કાર્યકર બહેનો અને તેડાગર બહેનની ભૂમિકા ભજવી હતી અને આઇસીડીએસ યોજનાની તમામ કામગીરી સંભાળી હતી.
