ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી અવસરે ગુજરાત રાજયના જિલ્લા નશાબંધી અને આબકારી અધિક્ષક કચેરી, સાબરકાંઠા – અરવલ્લીના સંયુકત ઉપક્રમે આજરોજ અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના દાવલી ખાતે નશાબંધી સપ્તાહની ઉજવણી કરવામાં આવી.
પૂજ્ય મહાત્મા ગાંધીજી, આપણાં શાસ્ત્રો તેમજ ઉપનિષદોએ હજારો વર્ષ પહેલાં આપણને વ્યસનોથી સદાય દૂર રહેવા સૂચવ્યું છે અને તે મુજબ પૂજ્ય મહાત્મા ગાંધીજીની આપણી આ ભૂમિ પર તેમણે જ ચીંધેલા માર્ગે ચાલીને દેશમાં ગુજરાત રાજ્ય સંપૂર્ણ દારૂબંધી નીતિને તથા નશીલા પદાર્થો પર પ્રતિબંધની નીતિને વરેલું છે જેના પરિણામે ગુજરાતમાં ગુનાખોરીનો આંક સતત નીચો ઊતરતો રહ્યો છે અને સામાજિક સુરક્ષા જળવાઈ રહી છે.
આ વર્ષે પણ 2 થી 8 ઓક્ટોબર સુધી નશાબંધી સપ્તાહની ઉજવણી શરૂ કરવામાં આવી છે. જેના ભાગ રુપે આજરોજ અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના દાવલી ખાતે નશાબંધી સપ્તાહ ઉજવણી સાબરકાંઠા – અરવલ્લીના ભાગ સ્વરૂપે આજરોજ ભારતીય વિધ્યા મંદિર, દાવલી માં શાળાના બાળકો માટે વક્તુત્ત્વ સ્પર્ધાનુ આયોજન કર્યા બાદ ઇનામ વિતરણ કરવામાં આવેલ અને નશાબંધી , વ્યસન મુકિત જેવા મુદ્દાઓને ધ્યાનમાં રાખી બાળકોને માહીતગાર કરાયા હતા જેમા નશાબંધી અને આબકારી કચેરી હિમંતનગર ના ઈ.ચા.ઇન્સપેક્ટર શ્રી કે.બી.પ્રજાપતિ દવારા બાળકોને વ્યસન કરવાથી થતા નુકસાન અંગે સમજ આપી નશાબંધી સપ્તાહની ઉજવણી કરવામાં આવી.
કાર્યક્રમમાં નશાબંધી અને આબકારી કચેરી હિમંતનગર ના ઈ.ચા.ઇંસ્પેક્ટર .શ્રી કે.બી.પ્રજાપતિ, નિલમબેન ભટ્ટ, કોન્સ્ટે.શ્રી ટી.એમ.રાઠોડ તથા શાળા ના આચાર્ય, સ્ટાફ ગણ તેમજ શાળાના બાળકો એ મોટી સંખ્યામાં હાજર રહી ઉત્સાહ ભેર ભાગ લીધેલ હતો.