ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી
અરવલ્લી જિલ્લાના યોગ પ્રેમીઓએ રાજ્ય વ્યાપી સૂર્યનમસ્કાર સ્પર્ધામાં ભાગ લઈ ઉત્સાહી બન્યા. અરવલ્લી જિલ્લાના કુલ 36 સ્પર્ધકો એ સ્પર્ધામાં ભાગ લીધો. આગામી રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કારની સ્પર્ધા તારીખ 30/ 12 /2023 ના રોજ અમદાવાદ ખાતે યોજાશે. વિજેતા સ્પર્ધકોએ અરવલ્લી જિલ્લા કક્ષાએ પોતાનું આગવું સ્થાન મેળવ્યું જેમાં પ્રથમ, દ્રિતીય,તૃતીય નંબર આપી વિજેતા બન્યા હતા.
આ કાર્યક્રમ માં પ્રાંત યુવા વિકાસ અધિકારી શ્રી વિક્રમ ભાઈ ચોધરી, તથા પ્રાંત યુવા વિકાસ અધિકારી શ્રી, બીજલ બેન પટેલ અને શ્રી,કે.એન શાહ હાઇસ્કુલ ના આચાર્ય શ્રી મનીષ ભાઈ જોષી,સ્પર્ધા ના વ્યવ્યસ્થાપક શ્રી પ્રકાશભાઈ કટારા ,ઉતર,ઝોન કો.ઓર્ડીનેટર શ્રી જયેન્દ્રભાઈ મકવાણા, જિલ્લા કોઓર્ડીનેટર સુનિલભાઈ વાળંદ, તથા જિલ્લાના યોગ કોચ રાજેશ ભાઈ પટેલ, લેઉઆ શકુંતલા બહેન,નિર્ણાયક રહીને ઉમદા કામગીરી કરી હતી. અને સૂર્ય નમસ્કારની સ્પર્ધા ને સફળ બનાવી હતી.