ગુજરાત કારોબાર ન્યૂઝ ચેનલ દ્વારા
અહેવાલ-ભારતસિંહ,આર,ઠાકોર અરવલ્લી (બ્યુરો ચીફ)
ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે સાબરકાંઠા અરવલ્લી જીલ્લાના લોકપ્રિય અને પ્રજવાત્સલ્ય સાંસદશ્રી શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાજીના પ્રથમ સાંસદ ફંડમાંથી રૂ.13 લાખના ખર્ચે* બહેરામુંગા વિદ્યાલય-હિંમતનગર ખાતે હિયરએન્યુ ઇન્સ્ટ્રુમેન્ટ વિતરણ કાર્યક્રમ હિંમતનગરના જનપ્રિય ધારાસભ્ય શ્રી વિ.ડી.ઝાલા જી ની ઉપસ્થિતમાં યોજાયો.
જે બાળકો જન્મજાત સાંભળી નથી શકતા તેવા બાળકોને આજે માનનીય મોદી સાહેબ ના જન્મદિવસ નિમિત્તે હિયરએન્યુ ઇન્સ્ટ્રુમેન્ટ નું વિતરણ કરતા ખૂબ જ ગૌરવ ની લાગણી અનુભવુ છું.
આ કાર્યક્રમમાં જિલ્લા સંગઠન પ્રમુખ શ્રી કનુભાઈ પટેલ,જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભારતીબેન પટેલ,જિલ્લા કલેક્ટર શ્રી રતનકવર ગઢવીચારણ,જિલ્લા મહામંત્રી મહેન્દ્રસિંહ રહેવર, લોકેશભાઈ સોલંકી,નગરપાલિકા પ્રમુખ વિમલભાઈ ઉપાધ્યાય, બહેરામૂંગા સ્કૂલના પ્રમુખ ચીમનભાઈ પટેલ,પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા,શામળાજી મંદિર ના ટ્રસ્ટી સિદ્ધાર્થભાઈ પટેલ,પૂર્વ ધારાસભ્ય મણીભાઈ વાઘેલા,તાલુકા સંગઠન પ્રમુખ હસમુખભાઈ, નગરપાલિકા ઉપપ્રમુખ સવજીભાઈ, સંગઠનના હોદ્દેદારો, વિવિધ મોરચાના પ્રમુખશ્રીઓ,સામાજિક – રાજકીય અને સહકારી આગેવાનશ્રીઓ અને ખુબ મોટી સંખ્યામાં પ્રજાજનો હાજર રહ્યા.