
તડકેશ્વર ચેરીટેબલ ટ્રસ્ટ કરવડ દ્વારા
શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ મહોત્સવ તેમજ સમૂહ લગ્નનું કરાયેલું ભવ્ય આયોજન
વાપી.તા.4 માર્ચ: વાપી તાલુકાના કરવડ ગામ ખાતે તારીખ 28 ફેબ્રુઆરીથી 6 માર્ચ સુધી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ મહોત્સવ તેમજ સમૂહ લગ્ન નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. કથાનો આજે છઠ્ઠો દિવસ ચાલી રહ્યો છે કથાનું રસપાન પરમ પૂજ્ય શ્રી ઉજ્જવલ મહારાજ કરાવી રહ્યા છે જેનો લહાવો ભક્તજનો લઈ રહ્યા છે આ પ્રસંગે ગામના વડીલો, ભાઈઓ-બહેનો તેમજ નાના ભૂલકાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે. આવતીકાલે મુખ્ય મહેમાનો ગુજરાત રાજ્યના નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ અને પૂર્વ રાજ્યમંત્રી અને ઉમરગામના ધારાસભ્ય શ્રી રમણભાઈ પાટકર તેમજ કપરાડા ના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી જીતુભાઈ ચૌધરી, કરવડ ગ્રામપંચાયત સરપંચ દેવેન્દ્રભાઇ એલ. પટેલ પણ ઉપસ્થિત રહેશે એવું આયોજકોએ જણાવ્યું હતું. આઠ માર્ચના રોજ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં 11 જેટલા જોડાઓ લગ્ન ગ્રંથિથી બંધાશે. ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ સુભાષભાઈ ગિજુભાઈ પટેલ, ઉપપ્રમુખ યોગેશભાઈ ટી. પટેલ અને મંત્રી મિલનભાઈ કરસનભાઈ પટેલ, સુનિલભાઈ રોહિત ઉપપ્રમુખ સામાજિક સુધારણા વિંગ રોહિત સમાજ સેવા ટ્રસ્ટ, ગુજરાત, દાનહ અને મહારાષ્ટ્ર, ઉત્તમભાઈ ઝેડ. રોહિત મા. તા. પં. સભ્ય- કરવડ તેમજ અન્ય ટ્રસ્ટીઓ અને તેઓની ટીમ કથાનો લાભ ભાવિક ભક્તોને મળે અને સમૂહ લગ્નનો કાર્યક્રમ સારામાં સારી રીતે થાય તેની જહેમત ઉઠાવી રહ્યા છે. આજ રોજ કથામાં ઉપસ્થિત રહેલા મહાનુભાવ અને પત્રકાર ભાઈઓનું નાની બાળાઓ દ્વારા પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું હતું.