ભિલોડા તાલુકાના શામળાજી ખાતે હળદર બિયારણનુ વિતરણ કરવામાં આવ્યુ

ગુજરાત કારોબાર દૈનિક સમાચાર 

અહેવાલ -ભરતસિંહ.આર.ઠાકોર (બ્યુરો રિપોર્ટ) અરવલ્લી 

નાબાર્ડના સહયોગથી અને માંનવ ઉત્થાન ટ્રસ્ટ પ્રેરીત મેશ્વો ફાર્મર પ્રોડ્યુસર કંપની (FPO)ની સ્થાપના કરવામાંઆવી છે. આ કંપનીમાં કુલ-150 સભાસદ ભાઇ-બહેનો નોધાયેલ છે. અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં મળતી અમુલ્ય પ્રોડક્ટ એવી હળદર, આદુ, તથા વન ઔષધિઓ.અઢળક પ્રમાણમાં મળી રહે છે. આ અમુલ્ય પ્રોડક્ટની કિઁમત ખેડુતોને જાણકારી ન હોવાને કારણે તેના ભાવ મેળવી શકતા નથી જેથી મેશ્વો ફાર્મર પ્રોડ્યુસર કંપની દ્વારા ખેડુતોને જાગૃત કરી આ અમુલ્ય પ્રોડકટને પ્ર્રોસેસિંગ દ્વારા મુલ્યવર્ધન કરી પોતાની આવકમાં વધારો કરે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ કામના ભાગરૂપે સરકારશ્રીના બાગાયત વિભાગ સાથે સંકલન કરી તેમના સહયોગથી 27 ખેડૂત ભાઈ-બહેનોને પ્રતિ ખેડૂત દિઠ 50 કિલો ઉચ્ચ હળદરનુ બિયારણ વિતરણ કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે બાગાયત વિભાગના ઓફિસરશ્રી હરકિશન ચૌધરી, મેશ્વો ફાર્મર પ્રોડ્યુસર કંપનીના ચેરમેન શ્રી નરેશભાઈ કટારા, કંપનીના ચીફ ઓફિસરર્શ્રી રાયમલભાઈ પગી ઉપસ્થિતિત રહ્યા હતા.સમગ્ર કાર્યક્ર્મનુ સુદર આયોજન કંપનીના ડીરેકટર્શ્રીઓ અને છાયડો સંસ્થાના સ્ટાફ દ્વારા કરવામાં આવ્યુ હતુ.  

ભિલોડા તાલુકાના શામળાજી ખાતે હળદર બિયારણનુ વિતરણ કરવામાં આવ્યુ Read More »

આઈપીએલ