ઉમરગામ: અનીશ શેખ દ્વારા તા -27/1/2024
ભીલાડ પોલિસ સ્ટેશન મા પીએસ આઈ સુસલાદે નાં ચાર્જ સાંભળ્યા બાદ બૂટલેગરો મા ફફડાટ, અને ક્રાઇમ મા કન્ટ્રોલ સાથે ટ્રાફીક ની સમસ્યામાં મોટી રાહત ..
ભિલાડ પોલિસ સ્ટેશન વિસ્તારમાં દમણ સેલવાસ અને મહારાષ્ટ્ર જેવી બોર્ડર હોવાથી બૂટલેગરો દ્વારા ગુજરાત મા દારૂ ગુસાડવા નાં અવનવા કિમિયા અજમાવતા હોય છે પરંતુ ભિલાડ પોલિસ હંમેશા બૂટલેગરો ના આ કિમિયા નાકામ કરવામાં કામિયાબ રહી છે
વલસાડ જિલ્લા પોલીસ વડા ની સૂચના થી ભીલાડ પોલીસ સ્ટેશન ના પીએસ આઇ સુસલાદે નાં નેતૃત્વ હેઠલ ભિલાડ પોલિસ સ્ટેશન ના એ.એસ.આઇ મિનેષ સાહેબરાવ પાટીલ ના ઓ એ બાતમીના આધારે 67200 રૂપિયાનો દારૂનો જથ્થો પકડીપાડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી
વિગતવાર વાત કરીએ તો તા.૨૬/૦૧/૨૦૨૪ નાં રોજ ભિલાડ પોલિસ સ્ટેશન ના એ.એસ.આઇ મિનેષ સાહેબરાવ પાટીલ પેટ્રોલિંગ મા હતા તે દરમિયાન બાતમી ના આધારે
જંબુરી, સ્કુલ ફળીયું,, રમેશ રણછોડભાઈ હળપતિના ઘરની સામે,
એક ઈકો કારનો કાર જેનો રજી.નં. GJ-15-CM-3960 ને ઉભિરખવા ઈશારો કરતાં કાર ચાલક કાર મૂકી ભાગી છૂટયો હતો કારમાં તપાસ કરતાં કરની અંદર વિદેશી દારૂ નો જથો જોવા મળ્યો હતો જેમાં તપાસ કરતાં . ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની ટીન બિયર તથા વ્હિસ્કીની બાટલીઓ મળી કુલ્લે નંગ-૭૩૨ (૨૩૦.૭૬ લીટર) ની કુલ કિ.રૂ.૬૭,૨૦૦/- નો દારૂ નો જથો કબ્જે કરી પ્રોહી બિશન એકટ કલમ ૬૫એઇ, ૯૮(૨), ૧૧૬(ખ) મુજબ ગુનો નોંધી ઇકો કાર ને કબ્જે લઇ ફરીયાદ નોંધી હતી ઇકો કરની કિંમત 300000 રૂપિયા મળી 367200 નો મુદ્દા માલ કબ્જે કરી ભિલાડ પોલિસ મથકે ફરીયાદ નોંધાઈ છે જેમાં ઇકો ચાલક અને ઇકો ના માલિક ને વોન્ટેડ જાહેર કર્યા છે