જૂનાગઢ મહિલાના ગળામાંથી સોનાના ચેઇનની ચીલ ઝડપ કરનાર મેલડીનો ભેદ ઉકેલાયો

જૂનાગઢ મહિલાના ગળામાંથી સોનાના ચેઇનની ચીલ ઝડપ કરનાર મેલડીનો ભેદ ઉકેલાયો

ઝુંટવેલ ચેનને ઓગાળી લગડી બનાવી અમદાવાદ ની વેપારી પેઢીને પધરાવી દીધેલ

જૂનાગઢના ઝાંઝરડા ચોકડી વિસ્તારના , મહારાજા પેલેસ એપાર્ટમેન્ટના પાર્કીંગમાંથી મહિલાના ગળમાંથી સોનાના ચેન ઝુંટવી નાશી જનાર ચીલઝડપના આરોપીને ભેંસાણ ચોકડી ખાતેથી પકડી પાડી જૂનાગઢ, ક્રાઇમ બ્રાન્ચ ની ટીમે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ચીલઝડપના વણ ઉકેલ ગુન્હાનો ભેદ ઉકેલી આરોપીને તાલુકા પોલીસ મથકે સોપતા પોલીસે આ સંદર્ભે આગળની તજવીજ હાથ ધરી હતી

બનાવની પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત અનુસાર જુનાગઢ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ની સૂચના અને માર્ગદર્શન મુજબ જિલ્લા સહિત શહેરમાં બનતા ચીલ ઝડપ જેવા બનાવો અટકાવવા તેમજ ચોરીઓની પ્રવૃતિ કરતાં ઇસમોને પકડી પાડવા સુચના કરી માર્ગદર્શન પુરૂ પાડેલ હોય જે અન્વયે ક્રાઇમ બ્રામ્ય, જૂનાગઢના પી.આઈ. જે.જે.પટેલ તથા પીએસઆઇ જે.જે.ગઢવી તથા પી.એસ.આઇ ડી.કે.ઝાલા તથા જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ સ્ટાફના માણસો સતત પ્રયત્નશીલ હોય તેમજ મિલ્કત સબંધી ગુન્હાઓ બનેલ હોય. તે બનાવવાળી જગ્યાની વીંજીટ કરી ટેકનીકલ સોર્સ તથા હ્યુમન ઇન્ટેલીજન્સની મદદથી ગુન્હાઓ શોધી કાઢવા પ્રયત્નશીલહોય આ દરમ્યાન ગઇ તા.૨૬, ફેબ્રુઆરી ના બપોરના અરસામાં શહેરના બાયપાસ રોડ, ફડદુ વાડી પાસે આવેલ, મહારાજા પેલેસ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં ફરીયાદી હર્ષાબેન મહેશકુમાર જોષી એપાર્ટમેન્ટના પાર્કિંગમાં લીફટની રાહ જોઇને ઉભા હોય. દરમ્યાન અજાણ્યો માણસ આશરે ૨૫ થી ૨૮ વર્ષની ઉંમરનો છોકરો પાછળથી આવી ફરીયાદી ગળામાં પહેરેલ સોનાનો ચેઇન ચાર તોલાનો કિ.રૂ.૧,૮૦,૦૦૦.નો ઝુટવી લઇ જઇ કાળા કલરના મોટર સાયકલ ઉપર આવેલ અજાણ્યા ઇસમ આશરે ૩૦ થી ૩૫ વર્ષ વાળાની પાછળ બેસી બંને જણા ભાગી ગયા અંગેનો બનાવ બનેલ. જે સંદર્ભ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો નોંધાયેલ

ઝુંટવેલ ચેનને ઓગાળી લગડી બનાવી અમદાવાદ ની વેપારી પેઢીને પધરાવી દીધેલ

ઉપરોક્ત ગુન્હો અનડીટેકટ હોય અને આરોપીઓ ફરાર હોય, જે આરોપીઓ ફરીથી નજીકના ભવિષ્યમાં આવા બીજા કોઇ ગુન્હાને અંજામ આપે તેવી પુરી શક્યતા રહેલ હોય. જેથી ઉપરોકત બનાવમાં સંડોવાયેલ આરોપીઓને પકડી પાડવા તાત્કાલીક ક્રાઇમ બ્રાન્ચની અલગ-અલગ ટીમો બનાવી આ ટીમો દ્વારા બનાવ સ્થળની વીજીટ કરી ટેકનિકલ સોર્સ તથા ખાનગી બાતમીદારો મારફતે આરોપીઓ શોધી કાઢવા માટેના પ્રયત્નો હાથ ધરતા ક્રાઇમ બ્રાન્ચની ટીમને સંયુક્તમાં ખાનગીરાહે ચોક્ક્સ બાતમી મળેલ કે, આ બનાવમાં સંડોવાયેલ જીતેન્દ્ર ઉર્ફે જીતુ મેશભાઇ કાકડીયા હાલ રહે. કામરેજ સુરત વાળો તથા તેની સાથેનો બીજો એક ઇસમ સંડોવાયેલ છે અને હાલ ઉપરોક્ત હકિકત વાળો ઇસમ રાજકોટ તરફથી જૂનાગઢ તરફ એક મોટર સાયકલ સાથે વધુ ગુન્હાને અંજામ આપવા માટે આવતો હોવાનુ અને આ ઇસમે લીલા કલર જેવો ચેક્સ વાળો શર્ટ તથા કબુતરી કલરનું પેન્ટ પહેરેલ છે અને તેની પાસે નવુ સ્પલેન્ડર મોટર સાયકલ છે, તેમ જાણવા મળતા તાત્કાલીક ક્રાઇમ બ્રાન્ચની ટીમને રવાના કરી જૂનાગઢ રાજકોટ રોડ ઉપર ભેસાણ ચોકડી નજીક વોચમાં હાજર રહેતા ઉપરોક્ત હકિકત વર્ણન વાળો ઇસમ નિકળતા તેને રોકી આગવી ઢબે પુછપરછ કરતા જણાવેલ કે, ગઇ તા.૨૬,ફેબ્રુઆરી ના રોજ પોતે તથા તેનો મિત્ર ભૌમીક ભુપેન્દ્રભાઇ ત્રિવેદી રહે, નડીયાદ, સંતરામપાર્ક, બિલોદરા જેલ પાસે બંને જણા પોતાની હીરો સ્પલેન્ડર મોટર સાયકલ સાથે શહેરના બાયપાસ રોડ ઉપર ગયેલ હતા અને ત્યા એક એપાર્ટમેન્ટના પાર્કિંગમાં એક બહેનએ ગળામાં પહેરેલ સોનાના ચેઇનની ચોરી કરી લઇ ભાગી ગયા હતા અને આ સોનાનો ચેઇન ઓગાળી તેની લગડી બનાવી આ લગડી અમદાવાદ માણકયોકમાં આવેલ શ્રી સોની નામની દુકાનમાં વેચેલ છે. જે પૈકી તેના ભાગે ૪૮,૦૦૦ હજાર રૂપિયા આવેલ હોવાનુ જણાવતા આ ઇસમની અંગજડતીમાંથી મોબાઈલ ફોન, રોકડ, તેમજ સ્પ્લેન્ડર મોટરસાયકલ,મળી 60,904 નો મુદ્દામાલ મળી આવેલ આ મળી આવેલ મુદામાલ કબ્જે લઈ આગળની કાર્યવાહી અર્થે જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ.

શૈલેષ પટેલ……. જૂનાગઢ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *