Uncategorized

વાપી ઉદ્યોગ નગરમાં સ્થિ VITILEVital Laboratories Ltd. કમ્પની માં કામ કરતા કામદારો ની અચાનક તબિયત લથડતા સારવાર હેઠળ( સૂત્રો )

એહવાલ અનિશ શેખ દ્ધારા તા – 17/4/2024

વાપી GIDC સ્થિત વાઇટલ કમ્પની માં કામ કરતા કામ દારો ની સેફટી સામે સવાલો ઉભા થઈરહ્યા છે..?

હાલમાં તાજેતર માં બનેલી વાઇટલ કમ્પની માં કામદારી ની તબિયત લથડવાની ઘટનાં ને જો અધિકારીઓ ઈમાનદારી પૂર્વક તપાસ કરે અને કડક માં કડક પગલાં ભરે તો અન્ય કમ્પની સંચાલકો માટે ચેતવણી રૂપ કિસ્સોબને..! 1

સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ વાપી gidc સ્થિત Vital Laboratories Ltd. કમ્પની માં કામ કરતા અંદાજે 3 જેટલાં કામ દારો ની તબિયત ખરાબ થઇ હતી જેને પગલે તાત્કાલીક તેમને કમ્પની માં પ્રાથમિક સારવાર આપ્યા બાદ 3 માંથી 1 કર્મચારી ને હરિયા હોસ્પિટલ માં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો ..! તબિયત લથડવાનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી પરંતુ ગેસ લાગવાથી ઘટનાં બની હોય તેવું વાપી ઉદ્યોગ નગરમાં હાલમાં ચર્ચાઈ રહ્યું છે…?
તમામ બાબતે વાપી પોલીસ દ્ધારાઊંડાણ પૂર્વક તપાસ કરવામાં આવે તો સાચી હકીકત બહાર આવે તેવી શક્યતા..!

કમ્પની સંચાલકો એ આ બાબતે ફેક્ટરી ઈંસ્પેક્ટર ને જાણ કરી છે કે નહિ ?? આ ત્રણ કામદારો સાથે બનેલી ઘટનાં ની હકીકત શું છે તમામ બાબતે જાણકારી મેળવવા અમારી ગુજરાત કારોબાર દૈનિક ન્યૂઝ પેપર ની ટીમેVital Laboratories Ltd. કર્મચારીઓ સાથે ટેલિફોનિક વાત કરવાની કોશિશ કરી પરંતુ કમ્પની સંચાલકો એ ફોન ઉપાડવાનું ટાળ્યું હતું..!!

  1. ↩︎

વાપી ઉદ્યોગ નગરમાં સ્થિ VITILEVital Laboratories Ltd. કમ્પની માં કામ કરતા કામદારો ની અચાનક તબિયત લથડતા સારવાર હેઠળ( સૂત્રો ) Read More »

Uncategorized

સંજાણ સ્ટેશન શાળામાં ચાર બુથ પર મતદાન વધે તે માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો*

એહવાલ ઈરફાન પઠાણ તા- 16/4/2021

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં સંજાણ સ્ટેશન શાળાના બુથ નંબર ૨૩૫, ૨૩૭, ૨૩૮ અને ૨૪૧ ના મતદારોને એકત્ર કરી મતદાન વધે તેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા. જેમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી વલસાડ ટર્ન આઉટ ઈમ્પ્લિમેન્ટેશન પ્લાનના નોડલ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોતના માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લાના સ્વીપ નોડલ અધિકારીશ્રી -વ- જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડી.બી.વસાવા દ્વારા મતદાન વધે તે માટે પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો. સંજાણ બિટ નિરિક્ષક, સી.આર.સી., બી.એલ.ઓ તેમજ બી.એલ.ઓ સુપરવાઇઝર ઉપસ્થિત રહ્યા હતા.

સંજાણ સ્ટેશન શાળામાં ચાર બુથ પર મતદાન વધે તે માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો* Read More »

Uncategorized

રામનવમી દરમિયાન અનિચ્છિનીય બનાવ ન બને તે માટે ભીલાડ પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાયું.

એહવાલ અનિશ શેખ દ્વારા

ભગવાન શ્રી રામનો જન્મ દિવસ ઉજવવા વિવિધ શહેરો-ગામોમાં તડામાર તૈયારી : શોભાયાત્રા, બાઈક રેલી, મહાઆરતી, પ્રસાદ સહિતના વિવિધ ધાર્મિક આયોજનો : રામનવમી દરમિયાન અનિચ્છિનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ

પુરુષોતમ ભગવાન શ્રીરામનો જન્મોત્સવ રામ નવમીની ઉજવણીને લઈને વલસાડ જિલ્લા સહિત ભારત દેશમાં ઉત્સાહ નો માહોલ છે.. રામ લલાનો જન્મ દિવસ ઉજવવા ઠેર ઠેર તડામાર તૈયારી થઈ રહી છે.
રામનવમીની ઉજવણી નિમિતે ભગવાન રામની વિશાળ શોભાયાત્રા બાઈક રેલી, મહાઆરતી, પ્રસાદ સહિનતા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થયું છે આ ઉપરાંત રામનવમી દરમિયાન કોઈ અનિચ્છિય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ હતી.

આગામી તારીખ 17/4/24 ને બુધવાર ના રોજ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ ના જન્મોત્સવ “રામનવમી” નિમિત્તે હિન્દુ સેવા સમાજ ગ્રુપ દ્વારા ભીલાડ માં બપોરે 2:00 વાગ્યાથી ભવ્ય શોભાયાત્રા નીકળશે આ શોભાયાત્રા ભીલાડ પ્લાઝા થી નીકળી ભીલાડ સરીગામ ગામ ના મુખ્ય માર્ગ પર થી રાબેતા મુજબ પૂર્ણાટ ત્રણ રસ્તા સુધી પોહચી સાંજે 19:07 વગ્યા એ પૂર્ણ થશે
શોભાયાત્રા માં જોડાવા હિન્દુ સેવા સમાજ ની યાદી મા જણાવાયુ છે. ઉમરગામ
વિશ્વ હિન્દુ, ઉમરગામ તાલુકા ગૌરક્ષક ટિમ અને તમામ રામ ભક્તો દ્ધારા વર્ષો થી રામનઉમી ની ઉજવણી કરવામાં આવે છે..

સરીગામ અને ભીલાડ ના મુસ્લિમ સમાજ ના અગ્રણીઓ દ્ધારા સરબત નું વિતરણ કરી હિન્દૂ મુસ્લિમ એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે..

રામનવમી દરમિયાન અનિચ્છિનીય બનાવ ન બને તે માટે ભીલાડ પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાયું. Read More »

Uncategorized

લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ : સાબરકાંઠા જિલ્લો 

લોકશાહીના મહાપર્વમાં સાબરકાંઠાના ૧૩૮ અને અરવલ્લીના ૧૬૪ શતાયુ મતદારો મજબૂત લોકશાહિના નિર્માણમાં ભાગીદાર બનશે.

ગુજરાત કારોબાર દૈનિક ન્યુઝ-ભરતસિંહ ઠાકોર અરવલ્લી 

બંન્ને  જિલ્લામાં ૮૫ વર્ષથી વધુ વય ધરાવતા ૧૫,૮૨૨ વરીષ્ઠ મતદારો નૈતિક ફરજના ભાગરૂપે મતદાન કરી અન્ય મતદારો માટે પ્રેરણારૂપ બનશે

  મજબૂત લોકશાહીના નિર્માણમાં એક- એક મતનું મૂલ્ય હોય છે અને આવી લોકશાહીને મજબૂત કરવાનું કામ કરે છે. ભારતના મતદારો પરંતુ એવા પણ મતદારો છે જેમને મતદાનને માત્ર ચૂંટણી પક્રિયાનો ભાગ સમજી નહિ પરંતુ પોતાની નૈતિક ફરજ સમજીની હજી પણ મતદાન કરી રહ્યા છે. આ વાત છે. સાબરકાંઠાના સમજુ અને શતાયું મતદારની 

      લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪માં અંતર્ગત સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની સંસદીય મતદાર વિભાગમાં સાત વિધાનસભા મતદાન વિભાગનો સમાવિષ્ટ થાય છે. જેમાં લોકશાહી પર્વને વધુ મજબૂત બનાવવા બંને જિલ્લાના ૧૦૦ વર્ષથી વધુ વય ધરાવતા ૩૦૨ વરીષ્ઠ મતદારો નોંધાયા છે. જેઓ આ ચૂંટણી મહાપર્વમાં જોડાઇને અન્ય મતદારો માટે પ્રેરણારૂપ બનશે. 

     ભારતના ચૂંટણીપંચે ૮૫ વર્ષથી વધુ ઉંમરવાળા વરીષ્ઠ નાગરીકો માટે પોસ્ટલ બેલેટ દ્વારા ઘરેથી મતદાનની સુવિધા આપવાની જોગવાઇ કરી છે. ત્યારે સાબરકાંઠા જિલ્લાના ૮૫ વર્ષથી વધુના ૮૧૬૨ મતદારો અને ૧૩૮ શતાયુ મતદારો નોંધાયા છે. જ્યારે અરવલ્લી જિલ્લામાં ૮૫ વર્ષથી  વધુના ૭૬૬૦ અને શતાયુ ૧૬૪ મતદારો નોંધાયા છે. જેઓ પણ મતદાન મથક સુધી ન પહોંચી શકે તો ઘરેથી મતદાન કરવાનો લાભ મેળવી શકશે. 

    મતદાર વિભાગ વાર વાત કરીએ તો ૨૭-હિંમતનગર વિધાનસભા મતવિસ્તારમાં ૮૫ વર્ષથી વધુ વય ધરાવતા ૧૭૯૮ તથા ૧૦૦ વર્ષથી વધુ વય ધરાવતા ૨૦ જયારે ૨૮-ઇડર વિધાનસભા મતવિસ્તારમાં ૮૫ વર્ષથી વધુ વય ધરાવતા ૨૩૮૬ તથા ૧૦૦ વર્ષથી વધુ વય ધરાવતા ૪૨ તથા ૨૯ ખેડબ્રહ્મા  વિધાનસભા મતવિસ્તારમાં ૮૫ વર્ષથી વધુ વય ધરાવતા ૨૨૯૪ તથા ૧૦૦ વર્ષથી વધુ વય ધરાવતા ૫૨ અને ૩૩-  પ્રાંતિજ  વિધાનસભા મતવિસ્તારમાં ૮૫ વર્ષથી વધુ વય ધરાવતા ૧૬૮૪ તથા ૧૦૦ વર્ષથી વધુ વય ધરાવતા ૨૪ મતદાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. 

      જ્યારે અરવલ્લી જિલ્લાની વાત કરીએ તો ૩૦-ભિલોડા  વિધાનસભા મતવિસ્તારમાં ૮૫ વર્ષથી વધુ વય ધરાવતા ૩૧૦૭ તથા ૧૦૦ વર્ષથી વધુ વય ધરાવતા ૭૯ તથા ૩૧-મોડાસા વિધાનસભા મતવિસ્તારમાં ૮૫ વર્ષથી વધુ વય ધરાવતા ૨૪૪૧ તથા ૧૦૦ વર્ષથી વધુ વય ધરાવતા ૩૯ તેમજ ૩૨-બાયડ વિધાનસભા મતવિસ્તારમાં ૮૫ વર્ષથી વધુ વય ધરાવતા ૨૧૧૨ તથા ૧૦૦ વર્ષથી વધુ વય ધરાવતા ૪૬ વરીષ્ઠ મતદારો નોંધાયેલા છે. 

ચૂંટણીઓને ભાગીદારીપૂર્ણ અને સર્વસમાવેશી બનાવવાની સાથે મતદારોને ચૂંટણી સેવાના ભાગરૂપે ભારતના ચૂંટણી પંચ દ્વારા પીવાનું પાણી અને શૌચાલય જેવી પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જેમાં વરિષ્ઠ નાગરીકો માટે મતદાન સુલભ અને સુગમ બની રહે તે માટે વાહન, વ્હીલચેર અને સહાયકની પણ વ્યવસ્થા કરવામાં આવે છે.

લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ : સાબરકાંઠા જિલ્લો  Read More »

Uncategorized

કેજરીવાલે રાઉઝ એવેન્યુ કોર્ટમાં વકીલને બદલે પોતાની જાતે દલીલો કરી :દિલ્હીના CM પદેથી હટાવવાની PIL હાઈકોર્ટે ફગાવી દીધી..

નવી દિલ્લી તા – 29 / 3 /2024

કેજરીવાલે કહ્યું કે જાે હું મોદી અને અમિત શાહને ૧૦૦ કરોડ આપવાનું કહું તો શું તમે ફક્ત મારા નિવેદનને આધારે તેમની ધરપકડ કરશો? કેજરીવાલ ના આ સવાલે જર્જ અને ઇડી ને ચૂપ કરી દિધા હતા..!!

એક ન્યૂઝ એજન્સી ના એહવાલ મુજબ. દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટમાં દારુ કૌભાંડના આરોપી સીએમ અરવિંદ કેજરીવાલે વકીલને બદલે પોતાની જાતે જજ સામે દલીલો કરીને તેમને અને ઈડીને ચૂપ કરી મૂક્યાં હતા. કેજરીવાલે પોતાની દલીલોમાં એક સવાલ એવો છેડ્યો કે જેની પર જજ અને ઈડીના વકીલ બંને ચૂપ રહી ગયા હતા અને થોડી વાર તો સન્નાટો છવાઈ ગયો હતો, બંને નામ પર કોઈને પણ કંઈ જવાબ ન આપ્યો. ખુદ વકીલ બનેલા કેજરીવાલે પહેલો સવાલ એવો કર્યો કે મારી ધરપકડ કેમ થઈ, જવાબમાં ઈડીના વકીલે એવું કહ્યું કે અમારી પાસે તમારી સામે નિવેદન છે. ત્યાર બાદ કેજરીવાલે કહ્યું કે જાે હું મોદી અને અમિત શાહને ૧૦૦ કરોડ આપવાનું કહું તો શું તમે ફક્ત મારા નિવેદનને આધારે તેમની ધરપકડ કરશો? આ સવાલ પર જજ અને ઈડીના વકીલ બંને ચૂપ રહ્યાં હતા.
કેજરીવાલે વકીલ દ્વારા નહીં પરંતુ પોતે જજની સામે પોતાનો કેસ રજૂ કર્યો હતો. તેમણે જજને કહ્યું કે ઈડીના બે જ ઉદ્દેશ્ય છે. એક, આપ (આમ આદમી પાર્ટી)ને સમાપ્ત કરવા માટે. બીજું ગેરવસૂલીનું રેકેટ ચલાવવાનો, જેના દ્વારા તેઓ પૈસા ભેગા કરી રહ્યા છે. શરથ રેડ્ડીએ ભાજપને ૫૫ કરોડ રૂપિયા આપ્યા હતા. મારી પાસે પુરાવો છે કે આ રેકેટ ચાલી રહ્યું છે. કેજરીવાલે કહ્યું કે ચાર જગ્યાએ મારું નામ આવ્યું છે, માત્ર એક છે સી અરવિંદ તેમણે મારી હાજરીમાં સિસોદિયાને કેટલાક દસ્તાવેજાે આપ્યા હતા. ધારાસભ્યો દરરોજ મારા ઘરે આવે છે. શું આ નિવેદન ચૂંટાયેલા મુખ્ય પ્રધાનની ધરપકડ કરવા માટે પૂરતું છે?. કેજરીવાલે ઇડીના અધિકારીઓને તેમના સારા વર્તન બદલ આભાર માન્યો. તેમણે કહ્યું કે આ કેસ બે વર્ષથી ચાલી રહ્યો છે. કેજરીવાલે કહ્યું- કોઈ પણ કોર્ટે મને દોષી નથી માન્યો. ચાર લોકોએ મારી વિરુદ્ધ નિવેદનો આપ્યા હતા અને તેના આધારે મારી ધરપકડ કરવામાં આવી હતી. કેજરીવાલ એવું પણ બોલ્યાં કે જાે ૧૦૦ કરોડનું દારુ કૌભાંડમાં થયું હોય તો તેના પૈસા ક્યાં ગયા? કેજરીવાલે આ કેસના આરોપી સરથ રેડ્ડીની કંપની દ્વારા ઇલેક્ટોરલ બોન્ડ દ્વારા ભાજપના ભંડોળનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.

કેજરીવાલે રાઉઝ એવેન્યુ કોર્ટમાં વકીલને બદલે પોતાની જાતે દલીલો કરી :દિલ્હીના CM પદેથી હટાવવાની PIL હાઈકોર્ટે ફગાવી દીધી.. Read More »

Uncategorized

ડી ડી ભારતી દ્વારા જર્નાલિસ્ટ વિજયભાઈ જોટવાના વરદ હસ્તે સરકારશ્રી માન્ય ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠના અધ્યક્ષશ્રી કમલેશભાઈ બથીયા તથા પરસોતમભાઈ કછેટીયાને Biography With Interview એવોર્ડ એનાયત

ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર અરવલ્લી બ્યુરો ચીફ

સરકારશ્રી માન્ય ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા ગુજરાત સરકારશ્રીનો ઉમદા હેતુ ધ્યાનમાં રાખી સંગીત કલાનો પ્રચાર અને પ્રસાર કરવામાં આવી રહ્યો છે. સંસ્થા દ્વારા સંગીત, નૃત્ય અને નાટ્યની મૃત:પાય થતી મૂળ કલાની સાચી ઓળખ સમજ અને આપણા સંગીતના મૂળ કલા વારસાની સંસ્કૃતિની ઝાંખી કરાવવામાં આવે છે. સંસ્થા દ્વારા સમયાંતરે લોક સંગીત, શાસ્ત્રીય સંગીત વગેરે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવે છે. તથા વર્તમાન નવોદિત કલાકારો વગેરેના વિશેષ સન્માન કરવામાં આવે છે. સમયાંતરે નિ:શુલ્ક સંગીત તાલીમના પણ આયોજન કરવામાં આવે છે. ભાટીયા – નવગુજરાત સંગીત વિદ્યાપીઠનો મુખ્ય હેતું (Indian Classical Music) ભારતીય શાસ્ત્રીય સંગીતનો પ્રચાર અને પ્રસારનો છે. ત્યારે તાજેતરમાં ડી ડી ભારતી દ્વારા જર્નાલિસ્ટ વિજયભાઈ જોટવાના વરદ હસ્તે સરકારશ્રી માન્ય ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠ અધ્યક્ષશ્રી (B.Ed. In Music) કમલેશભાઈ આર. બથીયા તથા (M.A. & B.Ed. In Music) પરસોતમભાઈ જે. કછેટીયાને Biography With Interview એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો

ડી ડી ભારતી દ્વારા જર્નાલિસ્ટ વિજયભાઈ જોટવાના વરદ હસ્તે સરકારશ્રી માન્ય ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠના અધ્યક્ષશ્રી કમલેશભાઈ બથીયા તથા પરસોતમભાઈ કછેટીયાને Biography With Interview એવોર્ડ એનાયત Read More »

Uncategorized

પારડી ન.પાલિકાએ નાણાં મંત્રીને અંધારામાં રાખી સ્ટેડિયમનું લોકાર્પણ કરાવી નાખ્યું!

સ્ટેડિયમની દીવાલ ઉપર માંરેલા કપડાં હટતા પાલિકાની પોલ ખુલી,દીવાલ ઉપર સ્પષ્ટ તિરાડ દેખાતા ભ્રષ્ટાચારની આશંકા

વલસાડ જિલ્લાના પારડી નગર પાલિકા દ્વારા 2.61 કરોડના ખર્ચે નવ નિર્મિત પામેલ ક્રિકેટ મેદાનના સ્ટેડિયમનું લોકાર્પણ ગત બુધવારે નાણાં મંત્રી કનુ ભાઈ દેસાઈના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.

જ્યાં સ્ટેડિયમને મંડપથી શોભાવવામાં આવ્યું હતું.સ્ટેડિયમ ફરતે દીવાલ ઉપર મંડપ સર્વિસ દ્વારા કપડું મારી ક્રિકેટ મેદાનની દીવાલને ઢાંકી મુકવામાં આવી હતી.જ્યારે ગુરુવારના રોજ મંડપ સર્વિસ દ્વારા મંડપ અને દીવાલ ઉપર લગાવેલ કપડું ઉતરતા પાલિકાની પોલ ખુલી!નવ નિર્મિત દીવાલમાં રીતસરની તિરાડ જોવામાં આવી હતી.અને આખા જિલ્લામાં આ ઘટના ચર્ચાનો વિષય બની પામ્યો હતો કે, હરખ પદુડા થઈ પાલિકા વાળાઓએ વહેલા વહેલા લોકાર્પણ વિધિ આટોપી,અને મંત્રી કનું ભાઈને અંધારામાં રાખી તેમને કઈ જાણ ન થાય તેમ વર્તી સમગ્ર લોકાર્પણ વિધિ પૂર્ણ કરતા પાલિકા દ્વારા સ્ટેડિયમના નિર્માણ કાર્યમાં સ્પષ્ટ ભ્રષ્ટાચાર થયો હોવાની આશંકા ઉપજી છે.ત્યારે આવો ભ્રષ્ટાચાર,એ પણ ભાજપના મંત્રીને અંધારામાં રાખી આચરી ઘોર પાપ વૃત્તિ કરતા પાલિકા વિરૂદ્ધ ઉપલી કક્ષાએ કાયદેસરની તપાસ કરાવી હાલે ખુબજ જરૂરી બન્યું.અને ઉપરોક્ત ભ્રષ્ટાચારમાં તમામ સહભાગીઓ વિરૂદ્ધ કાયદેસર ની કાર્યવાહી થાયએ અતિ જરૂરી છે.

પારડી ન.પાલિકાએ નાણાં મંત્રીને અંધારામાં રાખી સ્ટેડિયમનું લોકાર્પણ કરાવી નાખ્યું! Read More »

Uncategorized

National safety week2024- Macleods Pharmaceuticals Ltd.

Sarigav : REPORT ANISH SHEKH

The Macleods Pharmaceuticals Ltd., Sarigam Unit, proudly concludes its week-long Safety Week Celebration with a momentous ceremony featuring the distribution of prizes by esteemed Government Officials and esteemed members of Sarigam Industrial Association.

Macleods celebrates the Safety Week from 4th March to 10th March and throughout the week, every year. As per every year practice, Macleods organised various competitions and workshops, like Safety-QUIZ, Safety-Slogans, Safety-Posters, Easy writing and operation of Fire Extinguisher, Personal Protective Equipments etc. Various training sessions were also conducted to enhance awareness and instil a culture of safety amongst employees and other concerned personnel working in the premises of Macleods.

The distinguished guests, Shri. M.C Gohil, Dy. Director- Industrial Safety & Health, Shri. A.O Trivedi, (Regional Officer: Gujarat Pollution Control Board), Shri. Shirish Desai (Director: Sarigam Clean Initiative), Shri. Kamlesh Bhatt & Shri. Niramal Dudhani (President: Sarigam Industrial Area) delivered the speech and provided kind guidance to motivate the Team-Macleods for continual improvement in the field of Safety.

The Safety Week Celebration, meticulously organized by the diligent efforts of Top Management of Macleods, served as a platform to reinforce the importance of safety practices and protocols within and

National safety week2024- Macleods Pharmaceuticals Ltd. Read More »

Uncategorized

ગાંધીનગર ખેતીવાડી વિભાગના નકલી અધિકારી બની થરાદ પંથકના 28 થી વધુ ખેડૂતો પાસેથી 10. 68 લાખ રૂપિયા લઈ ઠગાઈ કરી.

બનાસકાંઠા હાર્દિક સિંહ રાજપૂત દ્ધારા

ઓળખ માટે મુકેલો ફોટો..

થરાદ તાલુકામાં છેલ્લા એક વર્ષથી ભાવનગરના ભૂતિયા ગામના ભાવેશ ડાભી નામનો વ્યક્તિ ખેતીવાડી વિભાગ ગાંધીનગર નિગમમાં નોકરી કરે છે તેવુ કહી થરાદ તાલુકાના 28 થી વધારો ખેડૂતો સાથે ૧૦.૬૮ લાખ ની ઠગાઈ કરી છે જેમાં થરાદ તાલુકાના હાથાવાડા ગામના અલ્લાબગ્સ ગાજીસા જુનેજા એ થરાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે આજથી 10 મહિના પહેલા મહેસાણા તાલુકાના સુનિલ ચૌહાણ અને ચિરાગ ગણેશપુરા ના સામજી પટેલ જે બંને નર્મદા વિભાગ થરાદ માં કોન્ટ્રાક્ટર નું કામ કરે છે તેઓ મારી પાસે આવેલ અને તેઓએ ગાંધીનગર ખાતે ખેતીવાડી વિભાગમાં નોકરી કરે છે અને તેઓ હોમલોન, પશુલોન કરે છે અને સબસીડી પણ અપાવે છે તેવી ઓળખાણ આપી અને ભાવેશ ડાભી સાથે મારો પરિચય કરાવેલ ત્યારબાદ મારી લોન માટે સુનિલ ચૌહાણે મારું આધાર કાર્ડ મંગાવ્યું અને તે આધારકાર્ડ ભાવેશ ડાભીને આપ્યું અને તે બીજા દિવસે સુનિલ ચૌહાણ નો ફોન આવેલ કે તમારે આટલા ત્રીસ લાખની લોન મંજૂર થઈ ગયેલ છે અને તમે બાકીના ડોક્યુમેન્ટ ની પીડીએફ બનાવીને મોકલો તેના પછી ભાવેશ ડાભી અને સુનિલ ચૌહાણ મારા ઘરે આવેલ અને ભાવેશ ડાભીએ જણાવેલ કે અમે તમારું સર્વે કરવા માટે આવ્યાં છીએ અને મારા ઘરના અને મારા તબેલા ના ફોટા પણ પાડેલા ત્યાર પછી મારા લીધે અલગ અલગ ગામના 28 ખેડૂતોએ હોમ લોન અને પશુ લોનની ફાઈલો બનાવી અને ભાવેશ ડાભીને આપી તેમાં દરેકનો ફાઈલ ખર્ચ, સર્વેખર્ચ અને 40% સબસીડી અલગથી પાસ કરાવવા માટેની રકમ દરેક ખેડૂતોએ ભાવેશ ડાભીને આપેલી જેમ ત્યારબાદ થોડા સમય પછી અમારા ઉપર કોઈ ઓઝા સાહેબ કરીને ફોન આવેલ અને તેમને કહેલું કે તમારી લોન પાસ થઈ ગયેલ છે અને તમે આ તારીખે પાલનપુર ખાતે આવીને તમારો ચેક લઈ જાઓ ત્યારબાદ તારીખો ઉપર તારીખો આપતા ગયા અને કોઈ કોન્ટેક ન થતાં અમે અને મારો ભાઈ અનવરશા જે લોન પાસ થયા ની અમારા ઉપર ગુજરાત ખેતી નિયામક ગાંધીનગર નો લેટર આવેલો હતો તે લેટરના આધારે અમે ગાંધીનગર ગયેલ અને તે ગાંધીનગર ઓફિસમાં અમે પૂછપરછ કરી લોનની તો એ લોકોએ અમને એવો જવાબ આપેલો કે અમે કોઈ આવી લોનો કરતાં નથી અને આ ભાવેશ ડાભી નામનો અમારી ઓફિસમાં કોઈ કર્મચારી કામ કરતો નથી તેમજ ઓઝા સાહેબ નામનો વ્યક્તિ નોકરી કરતો નથી આથી અમને ખબર પડી કે અમારે જોડે ઠગાઈ થયેલ છે અને ખેતીવાડી ના નકલી અધિકારી બનીને આવેલ અમારી પાસે લાખો રૂપિયા ચૂનો લગાવી ગયો છે આથી અમે થરાદ પોલીસ સ્ટેશનમાં ઓઝા સાહેબ, ભાવેશ ડાભી સહિત એક અજાણ્યાં વ્યક્તિ ઉપર ફરિયાદ નોંધાવી પોલીસે 420 સહિત વિવિધ આઠ કલમો લગાવી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

//ખેડૂતોને ભાવેશ ડાભી સાથે મુલાકાત થરાદ નર્મદા વિભાગના કોન્ટ્રાક્ટરોએ કરાવી હતી.//

ઠગાઈ નો ભોગ બનનાર હાથાવાડાના ખેડૂત અલ્લાબગ્સ ગાજીસા જુનેજા એ જણાવ્યું હતું કે એક વર્ષ પહેલા થરાદ થરાદ નર્મદા વિભાગમાં કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા મહેસાણાના સુનિલ ચૌહાણ અને ગણેશપુરાના શામજીભાઈ પટેલે નકલી અધિકારી ભાવેશ ડાભી સાથે મુલાકાત કરાવી હતી અને ઓળખાણ પણ આપી હતી કે લોન અને સબસીડી નું કરે છે અને ગાંધીનગર ખેતીવાડી અધિકારી છે તેના કારણે અમે છેતરાઈ ગયા અને અમારે લાખો રૂપિયાનું નુકસાન ભોગવવાનો વારો આવ્યો.

//થરાદ તાલુકાના 28 ખેડૂતો સાથે નકલી ખેતીવાડી અધિકારી એ 10. 68 લાખની છેતરપિંડી કરી.//

(૧) અલ્લાબગ્સ જુનેજા:- હાથાવાડા
(૨) અનવરશા જુનેજા:- હાથાવાડા
(૩) ગગુસા જુનેજા:- હાથાવાડા
(૪)અકબરશા જુનેજા:- હાથાવાડા
(૫) જુમાસા જુનેજા:- હાથાવાડા
(૬) ગાજીસા જુનેજા:- હાથાવાડા
(૭) ઇમામશા જુનેજા:- હાથાવાડા
(૮) ઈકબાલશા પઠાણ:- હાથાવાડા
(૯) ગિરધારી ભાઈ પરમાર:- હાથાવાડા
(૧૦) માધાભાઈ પરમાર:- હાથાવાડા
(૧૧) દાનાભાઈ પટેલ:- હાથાવાડા
(૧૨) રત્નેશભાઈ સુવાતર:- ચેલા
(૧૩) મિહસા જુનેજા:- વારા
(૧૪) સોગાજી કાગ:- વારા
(૧૫) જયંતીભાઈ પઢીયાર:- આજાવાડા
(૧૬) ભલાભાઇ કોળી:- કારેલી
(૧૭) મેઘજીભાઈ પટેલ:- માંગરોળ
(૧૮) વશરામભાઈ પટેલ:- પીલુડા
(૧૯) ઓખાભાઈ પટેલ:- પીલુડા
(૨૦) રમેશભાઈ પટેલ:- પીલુડા
(૨૧) રડમલસિંહ પુરોહિત:- ઉંટવેલીયા
(૨૨) પદમસિંહ ચૌહાણ :-વળાદર
(૨૩) ગણેશભાઈ સોલંકી:- ભુરીયા
(૨૪) દેવશીભાઈ પટેલ:- ગણેશપુરા
(૨૫) સમદખાન ચૌહાણ:- ભુરીયા
(૨૬) ઉસ્માનખાન ચૌહાણ:- ભુરીયા
(૨૭) મુળાજી પટેલ :-ભુરીયા
(૨૮) શાંતિભાઈ દેવડા:- ભુરીયા

ગાંધીનગર ખેતીવાડી વિભાગના નકલી અધિકારી બની થરાદ પંથકના 28 થી વધુ ખેડૂતો પાસેથી 10. 68 લાખ રૂપિયા લઈ ઠગાઈ કરી. Read More »

Uncategorized

અરવલ્લી: જીલ્લા માધ્યમિક અને ઉચત્તર માધ્યમિક શાળાના વહિવટી કર્મચારી સંઘના પ્રમુખ તરીકે કૌશિક સોની ની વરણી કરાઇ

ગુજરાત કારોબાર દૈનિક સમાચાર-ભરતસિંહ ઠાકોર અરવલ્લી (બ્યુરો)                                  

અરવલ્લી જીલ્લા માધ્યમિક અને ઉચત્તર માધ્યમિક શાળા વહીવટી કર્મચારી સંઘની સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં આવેલ વિશ્વકર્મા પંચાલ સમજવાડીમાં બેઠક યોજાઇ હતી જેમાં હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી ભિલોડાના કૌશિક સોનીની સર્વાનુમતે પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં કરાવતા અન્ય હોદેદારો અને કર્મીઓએ અભિનંદ પાઠવ્યા હતા.  

  શામળાજી વિશ્વકર્મા પંચાલ સમજવાડીમાં અરવલ્લી જીલ્લા માધ્યમિક અને ઉચત્તર માધ્યમિક શાળા વહીવટી કર્મચારી સંઘની બેઠક યોજાઈ હતી જેમાં અરવલ્લી જીલ્લા માં.અને ઉ.માં.શાળા વહીવટી કર્મચારી સંઘના પૂર્વ અધ્યક્ષ મહેન્દ્રભાઈ પટેલ,પૂર્વ પ્રમુખ રાજેન્દ્ર પટેલ,મણિલાલ પટેલ,મકનાભાઈ પટેલ,કિશોરભાઈ પંચાલ સહિતની ઉપસ્થિતિમાં જીલ્લાના પ્રમુખ તરીકે કૌશિક સોની,મહામંત્રી  તરીકે શૈલેષભાઇ પંડ્યા,મહેશભાઈ પટેલની સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી હતી આ પ્રસંગે ઉપપ્રમુખ કનુભાઈ પટેલ,નારાયણભાઈ પટેલ, અર્જુનસિંહ ઝાલા ,જગદીશ પ્રજાપતિ,રમણલાલ પ્રજાપતિ સહિત હોદ્દેદારો સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.નવીન હોદ્દેદારોએ સૌનો આભાર માન્યો હતો

અરવલ્લી: જીલ્લા માધ્યમિક અને ઉચત્તર માધ્યમિક શાળાના વહિવટી કર્મચારી સંઘના પ્રમુખ તરીકે કૌશિક સોની ની વરણી કરાઇ Read More »

Uncategorized