ભગવાન શ્રી રામની જન્મભૂમિ અયોધ્યા ધામમાં આયોજિત રક્તદાતાઓના મહાકુંભમાં બનાસકાંઠાના હસમુખ પટેલનું કેરળ અને નાગાલેન્ડના પૂર્વ રાજ્યપાલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. રામકૃષ્ણ સેવા ફાઉન્ડેશન વી મેજર ધ્યાનચંદ ખેલ ઉત્થાન સમિતિ દ્વારા ૨૧ અને ૨૨ સપ્ટેમ્બર અયોધ્યા ધામમાં બે દિવસીય રાષ્ટ્રીય રક્તદાન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું , જેમાં ભારતના તમામ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને ઉત્તર પ્રદેશના તમામ ૭૫ જિલ્લાઓમાંથી ૨૦૧ સામાજિક કાર્યકરો હાજર રહ્યા હતા આ ઉપરાત નેપાળ અને ભૂતાન સામાજિક કાયકરો હાજર રહ્યા હતા સંસ્થાના સ્થાપક પ્રમુખ આકાશ ગુપ્તા અને પસંદગી સમિતિ દ્વારા સંસ્થાના સામાજિક કાર્યકરોનું સન્માન કરવામાં આવ્યું છે. આ કાયક્રમમાં ગુજરાતમાંથી હસમુખ પટેલના નામની પસંદગી કરવામાં આવી હતી . નોંધનીય છે હસમુખ પટેલ ધણા સમય થી ભારત માં કોઈ પણ જગ્યાએ બ્લડની જરૂરિયાત મંદ લોકો ને મદદ કરે છે આવી સેવાકીય ઉત્કૃષ્ઠ સેવા કાર્ય કરનાર હસમુખ પટેલ ને આયોધ્યા ખાતે સેવા રત્ન એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા
નાબાર્ડના સહયોગથી અને માંનવ ઉત્થાન ટ્રસ્ટ પ્રેરીત મેશ્વો ફાર્મર પ્રોડ્યુસર કંપની (FPO)ની સ્થાપના કરવામાંઆવી છે. આ કંપનીમાં કુલ-150 સભાસદ ભાઇ-બહેનો નોધાયેલ છે. અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં મળતી અમુલ્ય પ્રોડક્ટ એવી હળદર, આદુ, તથા વન ઔષધિઓ.અઢળક પ્રમાણમાં મળી રહે છે. આ અમુલ્ય પ્રોડક્ટની કિઁમત ખેડુતોને જાણકારી ન હોવાને કારણે તેના ભાવ મેળવી શકતા નથી જેથી મેશ્વો ફાર્મર પ્રોડ્યુસર કંપની દ્વારા ખેડુતોને જાગૃત કરી આ અમુલ્ય પ્રોડકટને પ્ર્રોસેસિંગ દ્વારા મુલ્યવર્ધન કરી પોતાની આવકમાં વધારો કરે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ કામના ભાગરૂપે સરકારશ્રીના બાગાયત વિભાગ સાથે સંકલન કરી તેમના સહયોગથી 27 ખેડૂત ભાઈ-બહેનોને પ્રતિ ખેડૂત દિઠ 50 કિલો ઉચ્ચ હળદરનુ બિયારણ વિતરણ કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે બાગાયત વિભાગના ઓફિસરશ્રી હરકિશન ચૌધરી, મેશ્વો ફાર્મર પ્રોડ્યુસર કંપનીના ચેરમેન શ્રી નરેશભાઈ કટારા, કંપનીના ચીફ ઓફિસરર્શ્રી રાયમલભાઈ પગી ઉપસ્થિતિત રહ્યા હતા.સમગ્ર કાર્યક્ર્મનુ સુદર આયોજન કંપનીના ડીરેકટર્શ્રીઓ અને છાયડો સંસ્થાના સ્ટાફ દ્વારા કરવામાં આવ્યુ હતુ.
સ્ટેડિયમની દીવાલ ઉપર માંરેલા કપડાં હટતા પાલિકાની પોલ ખુલી,દીવાલ ઉપર સ્પષ્ટ તિરાડ દેખાતા ભ્રષ્ટાચારની આશંકા
વલસાડ જિલ્લાના પારડી નગર પાલિકા દ્વારા 2.61 કરોડના ખર્ચે નવ નિર્મિત પામેલ ક્રિકેટ મેદાનના સ્ટેડિયમનું લોકાર્પણ ગત બુધવારે નાણાં મંત્રી કનુ ભાઈ દેસાઈના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
જ્યાં સ્ટેડિયમને મંડપથી શોભાવવામાં આવ્યું હતું.સ્ટેડિયમ ફરતે દીવાલ ઉપર મંડપ સર્વિસ દ્વારા કપડું મારી ક્રિકેટ મેદાનની દીવાલને ઢાંકી મુકવામાં આવી હતી.જ્યારે ગુરુવારના રોજ મંડપ સર્વિસ દ્વારા મંડપ અને દીવાલ ઉપર લગાવેલ કપડું ઉતરતા પાલિકાની પોલ ખુલી!નવ નિર્મિત દીવાલમાં રીતસરની તિરાડ જોવામાં આવી હતી.અને આખા જિલ્લામાં આ ઘટના ચર્ચાનો વિષય બની પામ્યો હતો કે, હરખ પદુડા થઈ પાલિકા વાળાઓએ વહેલા વહેલા લોકાર્પણ વિધિ આટોપી,અને મંત્રી કનું ભાઈને અંધારામાં રાખી તેમને કઈ જાણ ન થાય તેમ વર્તી સમગ્ર લોકાર્પણ વિધિ પૂર્ણ કરતા પાલિકા દ્વારા સ્ટેડિયમના નિર્માણ કાર્યમાં સ્પષ્ટ ભ્રષ્ટાચાર થયો હોવાની આશંકા ઉપજી છે.ત્યારે આવો ભ્રષ્ટાચાર,એ પણ ભાજપના મંત્રીને અંધારામાં રાખી આચરી ઘોર પાપ વૃત્તિ કરતા પાલિકા વિરૂદ્ધ ઉપલી કક્ષાએ કાયદેસરની તપાસ કરાવી હાલે ખુબજ જરૂરી બન્યું.અને ઉપરોક્ત ભ્રષ્ટાચારમાં તમામ સહભાગીઓ વિરૂદ્ધ કાયદેસર ની કાર્યવાહી થાયએ અતિ જરૂરી છે.
સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસો શિયેશન ની ચૂંટણી માટે અત્યાર સુધીમાં 7 ફોર્મ ઉપડયા હજુ પણ ફોર્મ ઉપડે તેવી ચર્ચા સમરસ થવાની સમાભાવના ઘટી!! હતી પરંતુ સિનિયર ઉદ્યોગ પતિઓ નો હજુ સમરસ થાય તેનો પ્રયાસ યથાવત
તત્કાલ માં એસઆઈ ની મળેલી બેઠક માં એક યંગેસ્ટ અને ખુબજ ઓછા સમય માં વધુ નામના મેળવાનર ઉધોગ પતિ ને પ્રમુખ ના હોદ્દા પર બેસાડવાની ચર્ચા ચાલી હતી.
નિર્મલ દુધાની ને કહેવામાં આવેલું તે પ્રમાણે સમરસ કરીને પ્રમુખ ના હોદ્દા પર બેસાડવામાં ના આવે તો શું નિર્મલ દુધાની ઉમેદવારી કરી ચૂંટણી લડશે ખરા ? અને જો ચૂંટણી લડશે તો પછી સિનિયર ઉદ્યોગ પતિઓ ના ધાકથી નીર્મલ ભાઈ ની ટીમમાં કોણ તેમનો સાથ આપશે તે જોવાનું રહ્યું !!
સરીગામ સ્ટેટ માં સમરસ થી બિનહરીફ વિજેતા બનવવા ની પક્રિયા કરી વર્ષોથી થી એક તરફી સાશન ચલાવવામાં આવી રહ્યું છે. જો ઈલેક્શન કરવામાં આવશે તો એક તરફી શાશન નો અંત આવશે તેવું સરીગામ ઉધોગ નગર માં ચર્ચાઈ રહ્યું છે..! સિનિયર ઉદ્યોગ પતિઓ ના ઈલેક્શન ના થાય અને સમરસ થાય તેવા પ્રયાસો કરી રહ્યા છે
એમે લે એમ્પી ના ઈલેક્શન માં તો રાજકારણ રમાય તે સમજવા માં આવે પરંતુ ઇન્ડસ્ટ્રીઝ માં પણ હોદ્દા ની લાલસાએ રાજકારણ રમાય તે વીચારવા જેવી બાબત..!
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે સિનિયર ઉદ્યોગ પતિ સિરીસ ભાઈ દેસાઈ ની રાહબરી હેઠળ એક કમિટી ની રચના કરવામાં આવી હતી. જેમાં ચૂંટણી થી દૂર રહી સમરસ કરી ને બિનહરીફ પ્રમુખ ની વરણી કરવામાં આવી હતી.. શું આ વખતે પણ તે શક્ય બનશે ખરા??
ગયા વર્ષથીજ નક્કી હતું કે આવતા વર્ષે પણ ઈલેશન નહિ કરીએ એસઆઈ માં સમરસ કરીને પ્રમુખ તરીકે નીર્મલ દુધાણી ને નક્કી કર્યા હોય તેવી વાતો એ વેગ પકડ્યું છે બીજી બાજુ એક યંગ અને ઘણા ઓછા સમય માં નામના મેળવનાર ઉધોગ પતિને એસઆઈ ના હોદ્દા પર બેસાડવા ની ચર્ચા થઇ રહીછે જે ને લઈને તાત્કાલમાં એક મિટિંગ નુ પણ આયોજન કરવામાં આવ્યું હતું ટૂંક સમયમાં તમામ બાબતે ખુલાશો થશે તેવું જાણવા મળ્યું હતું
ગર્ત ટર્મ માં સમરસ થઈને પ્રમુખ તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી હતી..! શું આ વખતે પણ સમરસ થશે?? કે પછી ઈલેક્શન કરવામાં આવશે??
વિગતવાર વાંચો
સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન ની આગામી બે વર્ષ ની ટર્મ માટે 7 માર્ચ 2024 ના રોજ ચૂંટણી યોજાનારી છે 1 પ્રમુખ અને 12 કમિટી મેમ્બર માટે 571 મતદારો મતદાન માં ભાગ લઇ શકશે. એસ આઈ એની ચૂંટણી માં પ્રમુખ તરીકે પ્લાસ્ટિક ઝોનના ઉદ્યોગપતિ નીર્મલ દુધાનીએ પહેલેથીજ દાવે દારી ઠોકી બુધવારે ચૂંટણી માટે ફોર્મ ઉપાડ્યું છે. જ્યારે અન્ય એક ઉદ્યોગ પતિ દામોદર પારેખે પણ ચૂંટણી માટે ફોર્મ ઉપડ્યું છે. અને ત્યારબાદ આજ રોજ ટોટલ 7 જેટલા ફોર્મ ઉપડ્યા હોય તેવું જાણવા મળ્યું હતું પ્રમુખ મેમ્બર અને કમિટી માટે એકજ ફોર્મ રહેતા પ્રમુખ કમિટી મેમ્બર અંગે નિર્ણંય જાણી શકાય છે. 19 ફેબ્રુઆરીએ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. ગર્ત ટર્મ માટે સિનિયર ઉદ્યોગ પતિ સિરીસ ભાઈ દેસાઈ ની રાહબરી હેઠળ એક કમિટી ની રચના કરવામાં આવી હતી. જેમાં ચૂંટણી થી દૂર રહી સમરસ કરી ને બિનહરીફ પ્રમુખ ની વરણી કરવામાં આવી હતી. જ્યારે કમિટી મેમ્બર તરીકે એક ફોર્મ વધુ ભરાતા ચૂંટણી નુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જંગી બહુમતી માં સિનિયર પેનલ ના કમિટી મેમ્બર નો વિજય થયો હતો. જોકે ચાલુ વર્ષે સિનિયર ઉદ્યોગ પતિ નિર્મલ દૂધની એ એસઆઈ એ કચેરી એ પોહચી ફોર્મ લઇ જતા ચૂંટણી ના ઓધાણ ઉભા થયા છે. આવા સમયે સિનિયર ઉદ્યોગ પતિ શિરીષ ભાઈ દેસાઈ ની નિમણુંક કહેલી સ્પેશિયલ ટિમ આ વખતે શું વિચારે છે તે હજુ જાણવા મળ્યું નથી.. પરંતુ ગત રોજ એસઆઈ ખાતે મળેલી એક મિટિંગ માં એક યંગ અને ઘણા ઓછા સમય માં નામના મેળવનાર એક ઉદ્યોગ પતિને પ્રમુખ ના હોદ્દા પર બેસાડવામાં આવે તેવી ચર્ચાઓ થઇ હતી. જો આમ થાય તો પછી નિર્મલ દુધાની ચૂંટણી લાડવા મેદાનમાં ઉતરશે ખરા?? તે બાબતે હાલમાં સરીગામ ઉદ્યોગ નગર માં અટકાળો ચાલી રહી છે
આવતી કાલે તમામ બાબતે ખુલાસો થાય તેવી શકાયતા હાલમાં નિર્મલ દુધાની ને સમજાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે.. ( સૂત્રો )
ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી
નાના કંથારીયા ગ્રુપ ગ્રામ પંચાયત ના ડે સરપંચ એ લગાવ્યો ભ્રસ્ટાચાર નો આરોપ..
અરવલ્લી જિલ્લા ના ભિલોડા તાલુકા ના.નાના કથારીયા ગામ ના સરપંચ શ્રી દિવ્યાબેન મનોજભાઈ સુવેરા ઉપર ગામના ડેપ્યુટી સરપંચ શ્રી કિષ્ણાબા નવલસિંહ જાડેજા. એ આરોપ લગવાતા જણાવ્યું હતું ગામના સરપંચ દિવ્યાબેન સુવેરા પંચાયત કોઈ પણ વિકાસ ના કામ સરપંચ તેમના પતિ શ્રી મનોજભાઈ કાનાભાઈ સુવેરા ના કહેવાય પ્રમાણે કામ કરે છે. અને ગામના કોઈ પણ વિકાસ ના કામ.ની ગ્રાન્ટ પોતાની મરજી હોય અને પોતાના લાગતા વળગતા લોકો ને ફાયદો થાય તેમ ગ્રાન્ટ વાપરે છે. ડેપ્યુટી સરપંચ આગળ જણાવ્યું હતું. કે સરપંચ એવું કે કે હું પંચાયત ના ચૂંટાયેલા સભ્ય શ્રીઓ અને ડેપ્યુટી સરપંચ ને કોઈ પણ વિકાસ નુ કામ કરવું તો હું પૂછવાની નથી.. અને મારે કોઈ ની જરૂર નથી. સરપંચ ના વિરુદ્ધ અગાઉ અવિશ્વાસ ની દરખાસ્ત પણ કરવામાં આવી હતી તે વખતે સરપંચ પોતાની ભૂલ સ્વીકારી હતી અને પંચાયત ના તમામ સભ્યો ની સામે માફી માંગી હતી અને એવું કીધું હતું કે મારી ભૂલ હતી તે હું સ્વીકાર કરું છું અને હવે પંચાયત ના કોઈ પણ વિકાસ ના કામ સાથે મળી ને કરીશું.. અને મને એક વાર નાના કથારીયા ગ્રુપ ગ્રામ પંચાયત ના સરપંચ તરીકે યથાવત રેવાદો અને ગામની સેવા કરવાનો મોકો આપો.. ડેપ્યુટી સરપંચ અને પંચાયત કમિટી ના સભ્યો દ્રારા સમજૂતી કરી ને સરપંચ તરીકે દિવ્યાબેન સુવેરા ને યથાવત રાખ્યા હતા અને સેવા કરવાનો મોકો આપ્યો હતો. પણ સેવા તો કરવાનું ભૂલી ગયા અને મલાઈ ખાવા માટે લાગતા વળગતા કોન્ટ્રાકર ને કામ આપે છે અને નાણાં પંચ ની ગ્રાટ પણ પીવાના પાણી માટે ફારાવવા મા આવતા હેન્ડપંપ, પણ પોતાના લાગતા વળગતા લોકો ને કરીને લોકો પાસે પણ પૈસા પડાવવા નુ કામ સરપંચ ના પતિ દ્રારા કરવામાં આવે છે. નળ થી જળ યોજના માં છેલ્લા બે વર્ષ થી કામ ચાલુ કર્યું હતું તે હજી સુધી પૂરું કર્યું નથી અને એમાં પણ હલકી ગુણવંતા વાળું મટરીયલ. વાપર્યું છે પાઇપ લાઈન જ્યાં પણ જમીન માં જમીન માં દબાવી છે તે પણ તૂટી ગઈ છે અને કોઈ ના ઘરે હજી નળ થી જળ યોજના માં સ્વચ્છ પાણી નો લાભ મળ્યો નથી લોકો રાહ જૉઈ રહ્યા છે કે આ નળ તો લાગ્યા છે પણ પાણી ક્યારે આવશે. બે વર્ષ થી કામ ચાલુ છે કે પછી ચોપડે બોલાવી દીધું છે જેવા અનેક પ્રશ્ન છે..
તો આ બાજુ નાના કથારીયા જૂથ ગામમાં ગટરલાઈન મંજુર થઈ ગઈ છે છતાં પણ કરવામાં આવતી નથી અને જો ગામમાં ગટર નહીં બંને તો ગામમાં ગંદકી ના કારણે બીમારી ફેલાવવા નો ભય પણ ગાંમ લોકો માં છે. કોઈ નુ પણ કઈ નહીં ચાલે તમારે જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરો હું સરપંચ છું. હું સરપંચ છું. અને હું સરપંચ છું એમ સરપંચ શ્રી દિવ્યાબેન સુવેરા. પતિ મનોજભાઈ સુવેરા. અને સસરા કાનાભાઈ સુવેરા પરિવાર ના ત્રણ સરપંચ છે તેવો રોફ ગામમાં જમાવે છે.. અમારી ઓળખાણ બહુજ ઉંચી છે અમે કોઈ ને માનીએ તેમ નથી અને તમારે તાલુકા વિકાસ અધિકારી., જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા કલેકટર શ્રી ને જેને પણ ફરિયાદ કરવી હોય તેને કરો હું કોઈ ના થી ડરતી નથી. અને કોઈ ના થી ડરવાની પણ નથી. તેવું વારંવાર ડેપ્યુટી સરપંચ ને જણાવતા કહ્યું હતું કે સરપંચ પંચાયત ના વિકાસ ના કામમાં જરૂરિયાત પ્રમાણે કરતા નથી એટલે અમે ભિલોડા તાલુકા વિકાસ અધિકારી ને સરપંચ દ્રારા કરવામાં આવતા ભ્રસ્ટાચાર ની તપાસ થાય તે માટે લેખિત. રજુઆત કરી છે.. અને પંચાયત ના સભ્યશ્રી ઓ પણ રજુઆત કરવા ભિલોડા ગયા હતા. તાલુકા વિકાસ અધિકારી અને લેખિત રજુઆત કરી હતી ત્યારે ગામમાં ના ડેપ્યુટી સરપંચ કિષ્ણાબા જાડેજા, જ્યોત્સના બેન, ગામેતી, કુસુમબેન, ભગોરા, નેહારિકાબેન સુવેરા, અને ગામના આગેવાન શ્રી ડેવિડભાઈ ચૌહાણ, નીલમબેન ચૌહાણ, ક્લેમેન્ટભાઈ અહારી, તેમજ અન્ય આગેવાન હાજર રહ્યા હતા..
હવે જોવાનું રહશે કે શું તાલુકા વિકાસ અધિકારી સરપંચ ના કામકાજ વિષે તપાસ કરશે. કે નહીં. શું લોકો ના ઘરે લાગેલા નળ મા જળ આવશે. કે નહીં.
શું ગટર બનશે કે નહીં..
શું ગામમાં રસ્તા બનશે કે નહીં.
શું ભ્રસ્ટાચાર બંધ થશે કે નહીં.
શું યોગ્ય જગ્યા એ વિકાસ ના કામ થશે કે નહીં.
અનેક સવાલો છે ગામની જનતા ના..જવાબ આપશે સરપંચ કે પછી મનમાની જ કરશે..
તડકેશ્વર ચેરીટેબલ ટ્રસ્ટ કરવડ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ મહોત્સવ તેમજ સમૂહ લગ્નનું કરાયેલું ભવ્ય આયોજન વાપી.તા.4 માર્ચ: વાપી તાલુકાના કરવડ ગામ ખાતે તારીખ 28 ફેબ્રુઆરીથી 6 માર્ચ સુધી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ મહોત્સવ તેમજ સમૂહ લગ્ન નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. કથાનો આજે છઠ્ઠો દિવસ ચાલી રહ્યો છે કથાનું રસપાન પરમ પૂજ્ય શ્રી ઉજ્જવલ મહારાજ કરાવી રહ્યા છે જેનો લહાવો ભક્તજનો લઈ રહ્યા છે આ પ્રસંગે ગામના વડીલો, ભાઈઓ-બહેનો તેમજ નાના ભૂલકાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે. આવતીકાલે મુખ્ય મહેમાનો ગુજરાત રાજ્યના નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ અને પૂર્વ રાજ્યમંત્રી અને ઉમરગામના ધારાસભ્ય શ્રી રમણભાઈ પાટકર તેમજ કપરાડા ના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી જીતુભાઈ ચૌધરી, કરવડ ગ્રામપંચાયત સરપંચ દેવેન્દ્રભાઇ એલ. પટેલ પણ ઉપસ્થિત રહેશે એવું આયોજકોએ જણાવ્યું હતું. આઠ માર્ચના રોજ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં 11 જેટલા જોડાઓ લગ્ન ગ્રંથિથી બંધાશે. ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ સુભાષભાઈ ગિજુભાઈ પટેલ, ઉપપ્રમુખ યોગેશભાઈ ટી. પટેલ અને મંત્રી મિલનભાઈ કરસનભાઈ પટેલ, સુનિલભાઈ રોહિત ઉપપ્રમુખ સામાજિક સુધારણા વિંગ રોહિત સમાજ સેવા ટ્રસ્ટ, ગુજરાત, દાનહ અને મહારાષ્ટ્ર, ઉત્તમભાઈ ઝેડ. રોહિત મા. તા. પં. સભ્ય- કરવડ તેમજ અન્ય ટ્રસ્ટીઓ અને તેઓની ટીમ કથાનો લાભ ભાવિક ભક્તોને મળે અને સમૂહ લગ્નનો કાર્યક્રમ સારામાં સારી રીતે થાય તેની જહેમત ઉઠાવી રહ્યા છે. આજ રોજ કથામાં ઉપસ્થિત રહેલા મહાનુભાવ અને પત્રકાર ભાઈઓનું નાની બાળાઓ દ્વારા પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું હતું.