પારડી ન.પાલિકાએ નાણાં મંત્રીને અંધારામાં રાખી સ્ટેડિયમનું લોકાર્પણ કરાવી નાખ્યું!

સ્ટેડિયમની દીવાલ ઉપર માંરેલા કપડાં હટતા પાલિકાની પોલ ખુલી,દીવાલ ઉપર સ્પષ્ટ તિરાડ દેખાતા ભ્રષ્ટાચારની આશંકા

વલસાડ જિલ્લાના પારડી નગર પાલિકા દ્વારા 2.61 કરોડના ખર્ચે નવ નિર્મિત પામેલ ક્રિકેટ મેદાનના સ્ટેડિયમનું લોકાર્પણ ગત બુધવારે નાણાં મંત્રી કનુ ભાઈ દેસાઈના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.

જ્યાં સ્ટેડિયમને મંડપથી શોભાવવામાં આવ્યું હતું.સ્ટેડિયમ ફરતે દીવાલ ઉપર મંડપ સર્વિસ દ્વારા કપડું મારી ક્રિકેટ મેદાનની દીવાલને ઢાંકી મુકવામાં આવી હતી.જ્યારે ગુરુવારના રોજ મંડપ સર્વિસ દ્વારા મંડપ અને દીવાલ ઉપર લગાવેલ કપડું ઉતરતા પાલિકાની પોલ ખુલી!નવ નિર્મિત દીવાલમાં રીતસરની તિરાડ જોવામાં આવી હતી.અને આખા જિલ્લામાં આ ઘટના ચર્ચાનો વિષય બની પામ્યો હતો કે, હરખ પદુડા થઈ પાલિકા વાળાઓએ વહેલા વહેલા લોકાર્પણ વિધિ આટોપી,અને મંત્રી કનું ભાઈને અંધારામાં રાખી તેમને કઈ જાણ ન થાય તેમ વર્તી સમગ્ર લોકાર્પણ વિધિ પૂર્ણ કરતા પાલિકા દ્વારા સ્ટેડિયમના નિર્માણ કાર્યમાં સ્પષ્ટ ભ્રષ્ટાચાર થયો હોવાની આશંકા ઉપજી છે.ત્યારે આવો ભ્રષ્ટાચાર,એ પણ ભાજપના મંત્રીને અંધારામાં રાખી આચરી ઘોર પાપ વૃત્તિ કરતા પાલિકા વિરૂદ્ધ ઉપલી કક્ષાએ કાયદેસરની તપાસ કરાવી હાલે ખુબજ જરૂરી બન્યું.અને ઉપરોક્ત ભ્રષ્ટાચારમાં તમામ સહભાગીઓ વિરૂદ્ધ કાયદેસર ની કાર્યવાહી થાયએ અતિ જરૂરી છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *