ભિલોડા તાલુકાના નાના કંથારીયા ગ્રુપ પંચાયત ના સરપંચ પર લાગ્યો ભ્રસ્ટાચાર નો આરોપ

ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

નાના કંથારીયા ગ્રુપ ગ્રામ પંચાયત ના ડે સરપંચ એ લગાવ્યો ભ્રસ્ટાચાર નો આરોપ..

અરવલ્લી જિલ્લા ના ભિલોડા તાલુકા ના.નાના કથારીયા ગામ ના સરપંચ શ્રી દિવ્યાબેન મનોજભાઈ સુવેરા ઉપર ગામના ડેપ્યુટી સરપંચ શ્રી કિષ્ણાબા નવલસિંહ જાડેજા. એ આરોપ લગવાતા જણાવ્યું હતું ગામના સરપંચ દિવ્યાબેન સુવેરા  પંચાયત કોઈ પણ વિકાસ ના કામ સરપંચ તેમના પતિ શ્રી મનોજભાઈ કાનાભાઈ સુવેરા ના કહેવાય પ્રમાણે કામ કરે છે. અને ગામના કોઈ પણ વિકાસ ના કામ.ની ગ્રાન્ટ પોતાની મરજી હોય અને પોતાના લાગતા વળગતા લોકો ને ફાયદો થાય તેમ ગ્રાન્ટ વાપરે છે. ડેપ્યુટી સરપંચ આગળ જણાવ્યું હતું. કે સરપંચ એવું કે કે હું પંચાયત ના ચૂંટાયેલા સભ્ય શ્રીઓ અને ડેપ્યુટી સરપંચ ને કોઈ પણ વિકાસ નુ કામ કરવું તો હું પૂછવાની નથી.. અને મારે કોઈ ની જરૂર નથી. સરપંચ ના વિરુદ્ધ અગાઉ અવિશ્વાસ ની દરખાસ્ત પણ કરવામાં આવી હતી તે વખતે સરપંચ પોતાની ભૂલ સ્વીકારી હતી અને પંચાયત ના તમામ સભ્યો ની સામે માફી માંગી હતી અને એવું કીધું હતું કે મારી ભૂલ હતી તે હું સ્વીકાર કરું છું અને હવે પંચાયત ના કોઈ પણ વિકાસ ના કામ સાથે મળી ને કરીશું.. અને મને એક વાર નાના કથારીયા ગ્રુપ ગ્રામ પંચાયત ના સરપંચ તરીકે યથાવત રેવાદો અને ગામની સેવા કરવાનો મોકો આપો.. ડેપ્યુટી સરપંચ અને પંચાયત કમિટી ના સભ્યો દ્રારા  સમજૂતી કરી ને સરપંચ તરીકે દિવ્યાબેન સુવેરા ને યથાવત રાખ્યા હતા અને સેવા કરવાનો મોકો આપ્યો હતો. પણ સેવા તો કરવાનું ભૂલી ગયા અને મલાઈ ખાવા માટે લાગતા વળગતા કોન્ટ્રાકર ને કામ આપે છે અને નાણાં પંચ ની ગ્રાટ પણ પીવાના પાણી માટે ફારાવવા મા આવતા  હેન્ડપંપ, પણ પોતાના લાગતા વળગતા લોકો ને કરીને લોકો પાસે પણ પૈસા પડાવવા નુ કામ સરપંચ ના પતિ દ્રારા કરવામાં આવે છે. નળ થી જળ યોજના માં છેલ્લા બે વર્ષ થી કામ ચાલુ કર્યું હતું તે હજી સુધી પૂરું કર્યું નથી અને એમાં પણ હલકી ગુણવંતા વાળું મટરીયલ. વાપર્યું છે પાઇપ લાઈન જ્યાં પણ જમીન માં જમીન માં દબાવી છે તે પણ તૂટી ગઈ છે અને કોઈ ના ઘરે હજી નળ થી જળ યોજના માં સ્વચ્છ પાણી નો લાભ મળ્યો નથી લોકો રાહ જૉઈ રહ્યા છે કે આ નળ તો લાગ્યા છે પણ પાણી ક્યારે આવશે. બે વર્ષ થી કામ ચાલુ છે કે પછી ચોપડે બોલાવી દીધું છે જેવા અનેક પ્રશ્ન છે..

તો આ બાજુ નાના કથારીયા જૂથ ગામમાં ગટરલાઈન મંજુર થઈ ગઈ છે છતાં પણ કરવામાં આવતી નથી અને જો ગામમાં ગટર નહીં બંને તો ગામમાં ગંદકી ના કારણે બીમારી ફેલાવવા નો ભય પણ ગાંમ લોકો માં છે. કોઈ નુ પણ કઈ નહીં ચાલે તમારે જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરો હું સરપંચ છું. હું સરપંચ છું. અને હું સરપંચ છું એમ સરપંચ શ્રી દિવ્યાબેન સુવેરા. પતિ મનોજભાઈ સુવેરા. અને સસરા કાનાભાઈ સુવેરા પરિવાર ના ત્રણ સરપંચ છે તેવો રોફ ગામમાં જમાવે છે.. અમારી ઓળખાણ બહુજ ઉંચી છે અમે કોઈ ને માનીએ તેમ નથી અને તમારે તાલુકા વિકાસ અધિકારી., જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા કલેકટર શ્રી ને જેને પણ ફરિયાદ કરવી હોય તેને કરો હું કોઈ ના થી ડરતી નથી. અને કોઈ ના થી ડરવાની પણ નથી. તેવું વારંવાર ડેપ્યુટી સરપંચ ને જણાવતા કહ્યું હતું કે સરપંચ પંચાયત ના વિકાસ ના કામમાં જરૂરિયાત પ્રમાણે કરતા નથી એટલે અમે ભિલોડા તાલુકા વિકાસ અધિકારી ને સરપંચ દ્રારા કરવામાં આવતા ભ્રસ્ટાચાર ની તપાસ થાય તે માટે લેખિત. રજુઆત કરી છે.. અને પંચાયત ના સભ્યશ્રી ઓ પણ રજુઆત કરવા ભિલોડા ગયા હતા. તાલુકા વિકાસ અધિકારી અને લેખિત રજુઆત કરી હતી ત્યારે ગામમાં ના ડેપ્યુટી સરપંચ કિષ્ણાબા જાડેજા, જ્યોત્સના બેન, ગામેતી, કુસુમબેન, ભગોરા, નેહારિકાબેન સુવેરા, અને ગામના આગેવાન શ્રી ડેવિડભાઈ ચૌહાણ, નીલમબેન ચૌહાણ, ક્લેમેન્ટભાઈ અહારી, તેમજ અન્ય આગેવાન હાજર રહ્યા હતા..

હવે જોવાનું રહશે કે શું તાલુકા વિકાસ અધિકારી સરપંચ ના કામકાજ વિષે તપાસ કરશે. કે નહીં. શું લોકો ના ઘરે લાગેલા નળ મા જળ આવશે. કે નહીં.

શું ગટર બનશે કે નહીં..

શું ગામમાં રસ્તા બનશે કે નહીં.

શું ભ્રસ્ટાચાર બંધ થશે કે નહીં.

શું યોગ્ય જગ્યા એ વિકાસ ના કામ થશે કે નહીં.

અનેક સવાલો છે ગામની જનતા ના..જવાબ આપશે સરપંચ કે પછી મનમાની જ કરશે..

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *