ગુજરાત કારોબાર ન્યુઝ/ભરતસિંહ ઠાકોર અરવલ્લી

ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ચાલુ માસમાં સંપૂર્ણ રાજ્યમાં પોષણ પખવાડિયા ઉજવણીના કાર્યક્રમ થઈ રહ્યા છે. તે અંતર્ગત અરવલ્લી જિલ્લા આઈ.સી.ડી.એસ હસ્તકના તમામ આંગણવાડી કેન્દ્રો ખાતે પ્રોગ્રામ ઓફિસરશ્રીના માર્ગદર્શન હેઠળ પોષણ પખવાડિયા ની ઉજવણી નિમિત્તે પોષણ શપથ લેવામાં આવ્યા તેમજ મિલેટ્સ અંગે લોકો માં જાગૃતિ આવે તેવા હેતુથી કાર્યક્રમ કરવામાં આવ્યા.તેમજ આંગણવાડી કેન્દ્રો માં પૂર્વ પ્રાથમિક શિક્ષણના થીમ મુજબ 3 થી 6 વર્ષના બાળકો ને પ્રવૃત્તિ કરાવવામાં આવી.માર્ચ –એપ્રિલ 2023ની આ ઉજવણી અંતર્ગત પોષણ પખવાડા મિલેટના પોષક લાભો વિશેની માહિતી લોકો સુધી પહોંચાડવા તથા દૈનિક જીવનમા ધાન્યો ઉપયોગમા લેવા અને તેના ફાયદા જણાવવા તથા વિવિધ થીમો આધારિત ઉજવાશે. જેમાં પોષણ સુખાકારી માટે મિલેટ, સ્વસ્થ બાળક સ્પર્ધા જેવી આંગણવાડીનો પણ સમાવેશ કરાયો છે.