કચ્છ જિલ્લાના અંજાર તાલુકામાં ડૉ બાબાસાહેબ આંબેડકરની ૧૩૨ મી જયંતિ નિર્મિતે ભવ્ય ભીમરથ યાત્રા તેમજ ભીમ ડાયરામાં મુખ્ય અતિથિ શ્રી રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી આલજીભાઈ મારુ સાહેબ, લખનભાઈ દુઆ,સિંધી પીચર એક્ટર કરિશ્મા માની સહિતનાં મહાનુભાવો ઉપસ્થિત રહેશે

ગુજરાત  કારોબાર ન્યૂઝ/ભરતસિંહ ઠાકોર અરવલ્લી

ઓલ ઇન્ડિયા SC. ST. OBC.માઈનોરીટીસ મહાસંઘ સંગઠન કચ્છ જિલ્લા દ્વારા વિશ્વ રત્ન પરમ પૂજ્ય પૂજ્ય મહામાનવ ભારતીય બંધારણના શિલ્પકાર ડૉ.બાબાસાહેબ આંબેડકર ની ૧૪/એપ્રિલ ૨૦૨૩ ના ૧૩૨ મી જયંતિ નિર્મિત કચ્છ જિલ્લાના અંજાર તાલુકામાં ટાઉનહોલ ખાતે  ભવ્ય ભીમરાથયાત્રા અને ભીમ ડાયરા નું આયોજન કરવામાં આવ્યું છે  આ ભવ્ય ભીમરથ યાત્રા કચ્છ  જિલ્લાના ગામ કોટડા  અંજાર તાલુકાના ગુરુ રોહીદાસ બુદ્ધ વિહાર ખાતે થી  તારીખ ૧૪/૦૪/૨૦૨૩ ના સવારે ૮.૦૦ કલાકે નીકળવામાં આવશે  ત્યાંર બાદ ભીમ ડાયરામાં કચ્છ ગુજરાત ના નામાંકિત કલાકારો ઉપસ્થિત રહેશે સાંસ્કૃતિક કાર્યક્રમ , ભોજન સમારંભ નું સ્થળ – અંજાર ટાઉનહોલ માં આયોજન નક્કી કરવામાં આવ્યું છે. કાર્યક્રમના મુખ્ય આયોજન – ઓલ ઈન્ડિયા  SC ST OBC માઈનોરીટીસ મહાસંઘ, બહુજન આર્મી- કચ્છ, ડો બાબાસાહેબ આંબેડકર જન્મજયંતી મહોત્સવ સમિતિ- અંજાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે સર્વે સમાજ અને અનુ.જાતિ સમાજના બંધુઓ ને  જોડાવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવે છે.” અનુ.જાતિ સામાજીક એકતા ને સમર્પિત” જય ભીમ જય ભારત જય સંવિધાન કાર્યક્રમના સંકલન કર્તા,  ઓલ ઇન્ડિયા SC ST OBC મનોરિટીસ મહાસંઘ સંગઠનના રાષ્ટ્રીય સદસ્ય કચ્છ જિલ્લા સંગઠન પ્રમુખ શ્રી ખેમચંદભાઈ ઉર્ફ હમીરભાઈ શામળિયા, ગુજરાત રાજ્ય મહિલા પ્રમુખ ડૉ હેમલતાબેન લોચા કચ્છ જિલ્લા પ્રમુખશ્રી રૂપાભાઈ શામળીયા, સામાજિક અગ્રણી જખુભાઈ મહેશ્વરી મંગલભાઈ ડુંગરિયા કચ્છ જિલ્લા મહિલા પ્રમુખ જશોદાબેન મહેશ્વરી અને સર્વે કાર્યકર્તાની ઉપસ્થિતી મોં કાર્યક્રમ યોજાશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *