ઉમરગામ SANGHVI WOODS PVT.LTDકમ્પની માંથી નીકળતા કાળા ધુમાડા સલામતી ખરેખર કેટલી છે

એહવાલ અનીસ શેખ

મિલોના પ્રદૂષણ પર કાબૂ મેળવ્યો હોવાનો સરીગામ જીપીસીબીનો દાવો પોકળ

પોલ્યુશનકંટ્રોલ બોર્ડ પ્રદૂષણ મામલે સબ સલામત કહી હાથ ખંખેરતું રહ્યું છે. બીજીતરફ ઉમરગામ એસ્ટેટ ની SANGHVI WOODS PVT.L TD.કમ્પની માંથી નીકળતા કાળા ધુમાડા સલામતી ખરેખર કેટલી છે તેની ચાડી ખાય રહ્યા છે. ધુમાડો શહેરની સંખ્યાબંધ મિલોમાં પ્રતિબંધિત કાર્બન ડસ્ટના ઉપયોગથી ફેલાય છે. ત્યારે જીપીસીબી આવા એકમો સામે કાર્યવાહી કરવામાં આળસુ સાબિત થઈ રહ્યું છે.

ઉમરગામ-સરીગામ  વિસ્તારમાં એવી ડાઇંગ મિલો  કેમિકલ મિલો  પ્રિંન્ટિંગ મિલોમાં થતા વાયુ પ્રદૂષણને અટકાવવા યોગ્ય ટેક્નોલોજીનો ઉપયોગ  કરે તો આરોગ્ય માટે જોખમી ધુમાડો અટકાવી શકે છે.

જો કે, માટે જરૂરી સિસ્ટમ મુકવામાં લાખો રૂપિયાનો ખર્ચ થતો હોય છે. ઉપરાંત તેને એક્ટિવેટ કરવા દર મહિને લગભગ હજારો રૂપિયા સુધીના અન્ય ખર્ચના આવે છે, જેથી મિલમાલિકો નાણાં બચાવવાની પળોજણમાં બેફીકર થઈને સતત પ્રદૂષણ ફેલાવી રહ્યા છે. તેવી ચર્ચા પણ સાંભળવા મળી હતી.

જાણકારોના મતે મિલોના બોઇલરમાં ઓટો ફીડિંગ તેમજ ઓટો ફાયરિંગ સિસ્ટમ અને ચોક્કસ પ્રકારના બળતણનો વાપરવા જોઈએ. જ્યારે વાસ્તવિકતામાં કેટલીક મિલો સસ્તો કોલસો કે વેસ્ટનો બળતણ તરીકે ઉપયોગ કરતી હોય છે. બહારના દેશોમાંથી આરોગ્યના કારણોસર પ્રતિબંધિત કરવામાં આવેલો કોલસો કે ચુરી આપણા દેશમાં આરામથી પહોંચી જાય છે. જેનો બેફામ ઉપયોગ સ્થાનિક ઉદ્યોગો જોરશોરથી કરી રહ્યા છે. ઘણા કાર્બન ડસ્ટ કે વેસ્ટ ટાયરના કાર્બનની ચુરી મિક્સ કરી એનો પણ ઉપયોગ બળતણ તરીકે કરે છે. જોખમી ઉપયોગથી ભારે વાયુ પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે. કમનસીબે જીપીસીબી પાસે મિલોએ પ્રદૂષણ નહીં થાય માટે કોઈ સિસ્ટમ એક્ટિવેટ છે કે નહીં, ચાલુ છે કે નહીં તે ધ્યાન આપવાનો સમય પણ નથી.

શહેરની ડાઇંગ. કેમિકલ મિલ અને પ્રિંન્ટિંગ મિલો તેમના બોઈલર પર અને ચીમનીઓ પાસે ડસ્ટ કલેક્ટર, બેગ ફિલ્ટર, વોટર સ્ક્રબર ઈક્વિપમેન્ટ યોગ્ય રીતે મૂકવામાં આવે તો ચીમનીઓમાંથી નીકળતા કાળા ધૂમાડા બંધ થઈ જશે સાથે બોઈલર માંથી ડસ્ટ કલેક્ટરમાં ભેગી થઈ જશે. જેથી હવામાં ડસ્ટ જશે નહીં, એવું તજજ્ઞોનું કહેવું છે.

એકતરફ જીપીસીબી શહેરમાં પ્રદૂષણ નાથવાના દાવા કરી રહ્યું છે ત્યારે ઉમરગામ-સરીગામ વિસ્તારમાં એવી અનેક કેમિકલ- અને અન્ય મિલો કે ફેક્તરીઓ છે જેમની ચીમની ભારે પ્રદૂષણ ફેલાવી રહી છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *