પદ્મ શ્રી દેવેન્દ્ર પટેલના જીવન -કવન આધારિત કોફી ટેબલ બુક ”દેવેન્દ્ર પટેલ – જીવન સફર “, તથા પોલીસના સાહસની દિલધડક સત્ય કથાઓ આધારિત પુસ્તક “કર્તવ્ય ” પુસ્તકનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

માનનીય મંત્રીશ્રી ભીખુસિંહજીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો

અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે પુસ્તક વિમોચન કાર્યક્રમ યોજાયો. ગુર્જર સાહિત્ય ભવન અમદાવાદ દ્વારા પ્રકાશિત યુવા સર્જક ઈશ્વર પ્રજાપતિ દ્વારા લિખિત
“પદ્મ શ્રી” દેવેન્દ્ર પટેલના જીવન -કવન આધારિત કોફી ટેબલ બુક ”દેવેન્દ્ર પટેલ – જીવન સફર “, તથા પોલીસના સાહસની દિલધડક સત્ય કથાઓ આધારિત પુસ્તક “કર્તવ્ય ” પુસ્તકનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.

માનનીય મંત્રીશ્રી ભીખુસિંહજીના અધ્યક્ષસ્થાને પદ્મ શ્રી” દેવેન્દ્ર પટેલના જીવન -કવન આધારિત કોફી ટેબલ બુક ”દેવેન્દ્ર પટેલ – જીવન સફર “, તથા પોલીસના સાહસની દિલધડક સત્ય કથાઓ આધારિત પુસ્તક “કર્તવ્ય ” વિમોચન કરવામાં આવ્યું.આ બંને પુસ્તકમાં ‘ દેવેન્દ્ર પટેલ – જીવન સફર,’ જાણીતા લેખક, સાહિત્યકાર,પદ્મ શ્રી દેવેન્દ્ર પટેલના જીવન ઉપર આધારિત આ પુસ્તકમાં દેવેન્દ્ર પટેલ વિશે બારીકાઇથી જાણવા મળશે. બીજું પુસ્તક “કર્તવ્ય ” જેમાં અરવલ્લીના પોલીસ વડાશ્રી સંજય ખરાત ની સફળ કામગીરીની અને જિલ્લામાં કરેલી કામગીરીની સત્ય ઘટના ઉપર આધારિત છે. જેમાંથી પોલીસ વિશે સકારાત્મક માનસિકતા અને વલણ વિશે ઊંડાણપૂર્વક, રહસ્યમય, કથાઓ વાંચવા મળશે.

આ કાર્યક્રમમા મંત્રીશ્રીએ સંબોધન કરતા જુના અનુભવોનું વર્ણન કર્યું.અને પોલીસ સાથેના સકારાત્મક અનુભવોનું વર્ણન કર્યું, વધુમાં તેમણે જણાવ્યું ‘અરવલ્લી જિલ્લામાં બે પુસ્તકનું વિમોચન કરવામાં આવી રહ્યું છે તો તે માટે શુભકામનાઓ અને આવનારા નવા યુવા પેઢીના લેખક માટે પ્રોત્સાહન પૂરું પાડશે. અરવલ્લી જિલ્લાના નવા ઉભરતા લેખકો, કવિઓ,સાહિત્યકાર માટે આજે દેવેન્દ્ર ભાઈ ઉત્સાહ પૂરો પાડી રહ્યા છે. અને નવા ઉભરતા યુવા લેખક જેમણે આજના બે પુસ્તક લખ્યા છે. તેમને શુભકામનાઓ આપું છું. અને સાહિત્યમાં રસ ધરાવતા યુવાનો માટે ઈશ્વરભાઈ પ્રજાપતિ મોટુ ઉદાહરણ પૂરું પાડશે.’

આ કાર્યક્રમમાં પદ્મ શ્રી દેવેન્દ્ર ભાઈ પટેલે સંબોધન કરતા જણાવ્યું, અરવલ્લી જિલ્લામાં આ કાર્યક્રમમાં આજે બે પુસ્તકોનું વિમોચન થઈ રહ્યું છે ત્યારે આજના નવયુવાન લેખકો અને પત્રકારોને નવી રાહ મળશે. વધુમાં દેવેન્દ્રભાઈએ પોલીસ સાથેના પોતાના અનુભવો અને તેમની કામગીરી વિશે વાત કરી,પત્રકાર તરીકેના, સાહિત્યકાર તરીકે થયેલા પોતાના અનુભવોનો રસથાળ પાથર્યો.

આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટરશ્રી પ્રશસ્તિ પારિક, જિલ્લા પોલીસ વડાશ્રી સંજય ખરાત,નગરપાલિકા પ્રમુખશ્રી જલ્પાબેન ભાવસાર, ઉદ્યોગપતી અશોકભાઈ,
ર્ડો.માસુંગ દોસ્ત અને અધિકારીશ્રીઓ,
પદાઅધિકારીશ્રીઓ અને મોટી સંખ્યામાં પોલીસ વિભાગના અધિકારીઓ તેમજ પોલીસ પરિવાર અને મોટી સંખ્યામાં નગરવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

You May Also Like

More From Author

+ There are no comments

Add yours