અરવલ્લી જિલ્લાના બાયડ ખાતે આવેલ જય અંબે બિનવારસી મંદબુદ્ધિ મહિલા આશ્રમમાં જિલ્લા કલેક્ટરશ્રીની મુલાકાત

ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

અરવલ્લી જિલ્લાના બાયડ ખાતે આવેલ જય અંબે બિનવારસી મંદબુદ્ધિ મહિલા આશ્રમમાં જિલ્લા કલેક્ટરશ્રી પ્રશસ્તિ પારિક દ્વારા મુલાકાત લેવામાં આવી. અરવલ્લીના બાયડમાં જય અંબે માં બુદ્ધિ મહિલા સમાજ ટ્રસ્ટ દ્વારા બિનવારસી મન બુદ્ધિ દિવ્યાંગ બહેનો માટે આશ્રય સ્થાન માટે આશ્રમ શરૂ કરવામાં આવ્યો છે.સમાજથી તિરસ્કાર થયેલી, સ્ટેશનો ઉપર ફરતી અજાણી મન બુદ્ધિ ધરાવતી મહિલાઓને અહીં લાવવામાં આવે છે તેમની અહીં શારીરિક સારવાર સાથે માનસિક સારવાર પણ કરવામાં આવે છે જય અંબે મન બુદ્ધિ સેવા આશ્રમ અત્યાર સુધી રાજ્યની અને પરપ્રાંતીય માનસિક રોગી મહિલાઓને પ્રેમરૂપી હું પન આરોગ્ય સારવાર કરાવી તેમના પરિવાર સાથે અંદાજિત 200 જેટલી મહિલાઓને મિલન કરાવવામાં સફળ રહ્યું છે.અત્યારે આશ્રમમાં 200 મહિલાઓ અને 76 પુરુષો આશ્રય લઈ રહ્યા છે.આજે અરવલ્લી જિલ્લા કલેક્ટર શ્રી એ બાયડ ખાતે આશ્રમમાં મુલાકાત લીધી હતી એ સાથે જ તે આશ્રમની અંદર થતી દરેક કામગીરી અને આશ્રિતો માટેની સગવડોનું નિરીક્ષણ કર્યું હતું.અને ત્યાં આશ્રિત લેનાર દરેકને સોમનાથ મંદિર દ્વારા આપવામાં આવેલી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં દરેક મહિલા અને પુરુષોએ ખૂબ જ ખુશીથી સ્વીકારી હતી. કલેકટર સી દ્વારા તેના ટ્રસ્ટીઓ અને ત્યાં કામ કરનાર દરેક વ્યક્તિની હિંમતને અને અજાણ્યા લોકોની દેખરેખ રાખવા માટે તેમની ધગશનેં બિરદાવી હતી. દરેક ખૂબ જ સુંદર એવી કામગીરી કરી રહ્યા છે અને આગળ પણ એવી કામગીરી કરતા રહે તે માટે શુભકામનાઓ પાઠવી હતી.

You May Also Like

More From Author

+ There are no comments

Add yours