અરવલ્લી જિલ્લામાં ITI મોડાસા ખાતે કલેકટરશ્રી દ્વારા ફ્રી સમર સ્કિલ ડેવલોપમેન્ટ કેમ્પ -૨૦૨૩ ઉદ્ઘાટન કરાયું

ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

કોઈપણ વ્યક્તિમાં આવડત અને ઈચ્છાશક્તિ બંને હોય છે, તો કોઈ પણ કામ ખૂબ સુંદરતાથી કરી શકે છે : કલેક્ટરશ્રી પ્રશસ્તિ પારીક

અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે મહિલા આઈટીઆઈ માં સમરકેમ્પ નો આયોજન કરવામાં આવ્યું છે. જેનું ઉદ્ઘાટન આજે જિલ્લા કલેકટરશ્રી પ્રશસ્તિ પારિક દ્વારા કરવામાં આવ્યું.ગુજરાત સરકારના ઠરાવ અનુસાર ગુજરાત સરકારની તમામ ઔધોગિક તાલીમ સંસ્થાઓમાં (આઈ.ટી.આઈ.) ધોરણ ૮ અને તેથી વધુ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વોકેશનલ તાલીમ પ્રત્યે જાગૃતતા વધારવા ઔધોગિક તાલીમ સંસ્થા, મોડાસા અને મોડાસા ( મહિલા) ધ્વારા સમર સ્કીલ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું.આઈ.ટી.આઈ., મોડાસા ને અલગ અલગ ૧૬ પ્રકારની એક્ટીવીટીમાં ૧૨૬૦ વિદ્યાર્થીઓને તાલીમ આપવાનું લક્ષ્યાંક ફાળવવામાં આવેલ છે. આ તાલીમ સંસ્થામાં દરરોજના ૨ કલાક – ૦૫ દિવસ / ૨.૫ કલાક ૪ દિવસ / ૫ કલાક – ૦૨ દિવસની એક્ટીવીટી ૨૦ તાલીમાર્થીઓની બેચ મુજબ આપવાની થાય છે. તાલીમ વિના મુલ્યે આપવામાં આવનાર છે. વગેરે માહિતી આપી વધુમાં વધુ વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ લેવા અપીલ કરી.

કલેકટરશ્રીએ સંબોધન કરતા જણાવ્યું કે,વડાપ્રધાન શ્રી અને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સ્કિલ ડેવલોપમેન્ટથી રોજગારીની નવી તકો ઉભી થાય અને વધારે ને વધારે જિલ્લાના વિદ્યાર્થીઓ આનો લાભ લે તેવી અપીલ પણ કરવામાં આવી. એ સાથે જ કલેક્ટરશ્રીના સંબોધનમાં જણાવવામાં આવ્યું કે રોજબરોજની પ્રક્રિયામાં સ્કિલની જરૂરત પડે છે.અને તેનાથી હવે રોજગારી પણ ઊભી થઈ રહી છે. તેમણે જણાવ્યું કે દરેક લોકોમાં આવડત અને ઈચ્છાશક્તિ હોવી ખૂબ જ જરૂરી છે. બંનેના સમન્વયથી કોઈપણ કામ શીખી શકાય છે. અને તમામ પ્રકારની જરૂરિયાતો હવે સરકારશ્રીના સહકારથી અને આયોજનો કરવામાં આવી રહ્યા છે. અનેક પ્રકારની કળાઓ આપણા હાથમાં રહેલી છે. તેનો ઉપયોગ કરીને બીજા કરતા વધારે સારું અને અલગ આપણે કરી શકવાની સક્ષમતા ધરાવીએ છીએ.

કાર્યક્રમના અંતે આઈ.ટી.આઈ. મોડાસાના તાલીમાર્થીઓ ધ્વારા બનાવવામાં આવેલ વર્કિંગ પ્રોજેક્ટ, મોડલ, ચાર્ટ, ડ્રોન એસેમ્બલી વગેરેના પ્રદર્શનને આવેલ મહાનુભાવોના હસ્તે વોકેશનલ તાલીમ માટે આવનાર વિદ્યાર્થીઓ માટે ખુલ્લો મુક્યો.આઈ.ટી.આઈ. એડમિશન, KSU ( કૌશલ્ય સ્કીલ યુનીવર્સીટી ) એડમિશન, આઈ.ટી.આઈ ટ્રેડની માહિતી વિષેની શોર્ટ ફિલ્મનું નિર્દેશન કરવામાં આવ્યું.

આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખશ્રી, તાલુકા પ્રમુખશ્રી, જીલ્લા શિક્ષણ અધિકારીશ્રી હાજર રહ્યા. આચાર્યશ્રી , આઈ.ટી.આઈ. મોડાસા, સ્ટાફ મિત્રો તેમજ ધોરણ ૮ અને તેથી વધુ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હાજર રહ્યા.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *