ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

તા.૩૧/૦૫/૨૦૨૩ ના રોજ શ્રી પી.જી.લુહારિયા, રોજગાર અધિકારી, મહેસાણા ૩૮ વર્ષ કરતા વધુ સમય સુધી સરકારી સેવા આપી વય નિવૃત્ત થતાં રોજગાર કચેરી, મહેસાણાના કર્મચારીઓ સહિત અન્ય કચેરીના અધિકારીશ્રીઓ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી.
અત્યાર સુધીમાં નિયામકશ્રી રોજગાર અને તાલીમની કચેરી ગાંધીનગર, જીલ્લા રોજગાર કચેરી હિંમતનગર, દાહોદ, રોજગાર કચેરી મહેસાણા ખાતે ફરજ બજાવેલ છે. રોજગાર અધિકારી મહેસાણા ઉપરાંત વધારાના હવાલા તરીકે જીલ્લા રોજગાર કચેરી, મોડાસા અને નગર રોજગાર કચેરી, ખેડબ્રહ્મા ખાતે પણ રોજગાર અધિકારી તરીકે શ્રી લુહારિયા સાહેબે સેવાઓ આપેલ છે.
દેવાણી સાહેબના નામે ઓળખાતાં શ્રી લુહારિયા સાહેબનું તેઓના સમાજમાં પણ સારું નામ છે. સમાજ ઉત્થાનના કાર્યમાં હાલમાં ગાડલિયા લુહાર સમાજ સાતફેરા સમુહ લગ્ન સમિતિમાં તેઓ મંત્રી તરીકેની સફળ કામગીરી કરી રહ્યા છે. હવે પછીનું શેષ જીવન પહેલા દેશ અને પછી સમાજએવા સૂત્રના ચરિતાર્થ થકી દેશ અને સમાજના ઉત્થાન કામમાં વ્યતિત કરવાનો સંકલ્પ કરેલ છે.
