ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં જય ગાયત્રી માં સખી મંડળ તથા માલપુર મહિલા ગ્રામ વન વિકાસ મંડળ દ્વારા અનેક પ્રકારની કામગીરી કરવામાં આવે છે. જેમાં રોપા વિતરણ, નશાબંધી તાલીમ, જેવી અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. જેમાં ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડ ગાંધીનગરના સહયોગથી પણ કાર્યક્રમ યોજવામાં આવે છે.આ સખી મંડળના સભ્ય નીતાબહેન પંડ્યા દ્વારા જણાવ્યું કે આ મંડળમાં ખાસ રોપા વિતરણ કરવામાં આવતું હોય છે, જે શાળાઓ, હોસ્પિટલ કમ્પાઉન્ડ , જંગલ વિસ્તાર, તેમજ ખેડૂતોને રોપાનું વિતરણ કરવામાં આવે છે. અમારા મંડળ દ્વારા અનેક લોકજાગૃતિના કાર્યક્રમો કરવામાં આવે છે.

