ઉમરગામ:સંજાણ રેલવે સ્ટેશનના પુનઃ વિકાસનો શિલાન્યાસ સમારોહ:18.10કરોડના ખર્ચે પારસી સંસ્કૃતિના આધારે નવીનીકરણ કરાશે.

અહેવાલ ઈરફાન પઠાણ

સંવાદ અંતર્ગત વડાપ્રધાન મોદી એ ગણેશ ચતુર્થીમાં POPની મૂર્તિ ન લેવા આગ્રહ કરી જળ પ્રદુષણ રોકવા આહવાન કરાયું.

સંજાણ રેલવે સ્ટેશનના મોટા નવીનીકરણનો ભાવાર્થ આગામી દિવસોમાં ઉમરગામ પંથકમાં વિકાસમાં ધરખમ ફેરફાર!

દેશના 508 રેલવે સ્ટેશનનું રિડેવલેપમેન્ટ કરવામાં આવશે. ત્યારે તેમાં પારસીઓનું મહત્વનું તીર્થસ્થાન મનાતા સંજાણ ગામના રેલવે સ્ટેશનને પણ પારસીઓની ઐતિહાસિક ધરોહર જેવું બનાવવા માટે સમાવેશ થતા પારસી સમાજે તેને વધાવી ખુશી વ્યક્ત કરી હતી.

દેશમાં રવિવારે એક ઐતિહાસિક પગલાના ભાગરૂપે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ વીડિયો કોન્ફરન્સિંગના માધ્મયથી સમગ્ર દેશમાં રૂ.૨૪,૪૭૦ કરોડથી વધુ ખર્ચે પુનઃ નવીનીકરણ થનારાં ૫૦૮ રેલવે સ્ટેશનો માટે શિલાન્યાસ કર્યો હતો. જે પૈકી ઉમરગામ તાલુકાના સંજાણ રેલવે સ્ટેશનની પણ કાયાપલટ થનાર હોય રાજ્યના નાણાં,ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં સંજાણ સ્ટેશનનો પુનઃવિકાસ માટે શિલાન્યાસ કાર્યક્રમ યોજાયો હતો. જેની તકતીનું અનાવરણ મંત્રી કનુભાઈ અને સંસદ સભ્ય ડો. કે.સી. પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે રાજ્યના કેબિનેટ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે,નરેન્દ્રભાઈએ છેલ્લા ૯ વર્ષમાં જે કામગીરી કરી છે તેનો ઉત્તમ દાખલો એ છે કે, આપણા દેશ પર ૨૦૦ વર્ષ રાજ કરનાર ઈંગ્લેન્ડ અર્થતંત્રના વિકાસમાં પાંચમાં ક્રમે હતું.તે અત્યારે છઠ્ઠા ક્રમે ધકેલાયું છે.અને ભારત પાંચમા ક્રમે આગળ આવ્યું છે. આ નરેન્દ્રભાઈની વહીવટી શક્તિ, દૂરદર્શિતા અને પ્રમાણિકતાને આભારી છે.આ પ્રસંગે પારસી સમાજને યાદ કરી મંત્રીએ વધુમાં કહ્યું કે,ભારતમાં પારસી સમાજે શરણુ લીધુ ત્યારથી આ સમાજ દ્વારા દેશને એક પણ તકલીફ પડી નથી.દેશના લશ્કરના વડા જનરલ માણેકશા હોય કે દેશમાં ઉદ્યોગોનો પાયો નાંખનાર જમશેદજી ટાટા હોય તમામ પારસી સમાજે દેશમાં શાંતિ જાળવવા અને વિકાસ સાધવામાં અદમ્ય ફાળો આપ્યો છે. વલસાડ-ડાંગના સંસદ સભ્ય ડો. કે.સી.પટેલે જણાવ્યું કે, ઈરાનથી આવેલા પારસીઓ સંજાણ બંદરે ઉતર્યા બાદ દૂધમાં સાકળની જેમ ભળી ગયા છે.પારસી સમાજે દેશના વિકાસમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે.સંજાણની પ્રજાની રજૂઆત હતી કે,રેલવે ફાટક નં. ૬૮ પાસે અંડર પાસ બ્રિજ બનાવવામાં આવે તેની મંજૂરી મળી ગઈ છે.ભીલાડ અંડરપાસનું કામ ચાલુ છે.અને મલાવ ફાટકનું કામ દિવાળી સુધીમાં પૂર્ણ થશે. આમ પ્રજાના વિકાસ માટે સરકાર દ્વારા અનેક વિકાસના કાર્યો ચાલી રહ્યા છે.સંજાણ રેલવે સ્ટેશનથી પણ આ વિસ્તારનો તેજ ગતિએ વિકાસ થશે.


પશ્ચિમ રેલવેના ડિવિઝનલ રેલવે મેનેજર નિરજ વર્માએ જણાવ્યું કે, દેશ અને રેલવે બંને પ્રગતિના પંથે છે. રૂ. ૧૮ કરોડ ૧૦ લાખના ખર્ચે સંજાણ રેલવે સ્ટેશનનું પારસી સમાજની સંસ્કૃતિ અને વિરાસતની ઝાંખી દેખાઈ તે મુજબ નવીનીકરણ થશે.જેમાં ગ્રીન બિલ્ડિંગ ધોરણોને અનુરૂપ સુવિધાઓ અને વિકલાંગો માટે અનુકૂળ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે.


૫૦૮ રેલવે સ્ટેશનના પુનઃ વિકાસના શિલાન્યાસ કાર્યક્રમમાં દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલી સંબોધન કરતા જણાવ્યું કે, અત્યારે આખી દુનિયા ભારત પર મીટ માંડી રહી છે. દુનિયાનો ભારત પ્રત્યેનો અભિગમ બદલાયો છે. આટલી મોટી સંખ્યામાં સ્ટેશનોનું આધુનિકીકરણ દેશમાં વિકાસ માટે એક નવું વાતાવરણ ઊભું કરશે.આ અમૃત રેલવે સ્ટેશનો વ્યક્તિનાં સાંસ્કૃતિક વારસામાં ગર્વ લેવાનું પ્રતીક બનશે અને દરેક નાગરિકનાં હૃદયમાં ગર્વની લાગણી પ્રગટાવશે.ભારતીય રેલવેને આધુનિક અને પર્યાવરણને અનુકૂળ બનાવવા ભાર મુકાઈ રહ્યો છે. અત્યારે શ્રેષ્ઠ ઓળખ અને આધુનિક ભવિષ્ય સાથે રેલવેને જોડવાની આપણી જવાબદારી છે.નવા ભારતમાં વિકાસથી યુવા પેઢી માટે નવી તકોનું સર્જન થઈ રહ્યું છે અને યુવાનો દેશના વિકાસને નવી પાંખો આપી રહ્યા છે.આ પ્રસંગે દેશભક્તિના ગીતો, ગરબા અને અન્ય કૃતિઓ રજૂ કરાઈ હતી. કાર્યક્રમમાં પદ્મશ્રી ગફૂરભાઈ બિલખિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી અલકાબેન શાહ, જિલ્લા સંગઠન મહામંત્રી શિલ્પેશ દેસાઈ અને ડીઆરયુસીસીના સભ્યો સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *