ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી,ગુજરાત

પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, વન અને પર્યાવરણ, કલાઈમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી મુળુભાઈ બેરાની ઉપસ્થિતીમાં મેરી માટી મેરા દેશ કાર્યક્રમની શરૂયાત

સમગ્ર અરવલ્લી જિલ્લામાં “માતૃ ભૂમિની માટીને નમન અને વીરોને વંદન” થીમ અંતર્ગત રાષ્ટ્રભક્તિનું અનોખું પર્વ ઉજવાશે

મંત્રીશ્રી સહિત, જિલ્લા કલેક્ટર શ્રી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી, તેમજ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા શીલાફલકમ સાથે સેલ્ફી લેવામાં આવી
અરવલ્લી જિલ્લાના ધંબોલીયા ગામે ‘મેરી માટી મેરા દેશ’ કાર્યક્રમનો, પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, વન અને પર્યાવરણ, કલાઈમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી મુળુભાઈ બેરાની ઉપસ્થિતીમાં શુભારંભ કરાયો.
આઝાદીના અમૃત મહોત્સવ પૂર્વે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાનને પગલે ‘મેરી માટી, મેરા દેશ’ અભિયાનનો દેશવ્યાપી શુભારંભ થયો છે.
જે અંતર્ગત અરવલ્લીના ધંબોલીયા ગામના અમૃત સરોવર પર નિર્મિત અમૃતવાટિકા ખાતે શહીદોની સ્મૃતિમાં નિર્મિત શિલાફલકમનું અનાવરણ કરવામાં આવ્યું હતું. મંત્રીશ્રી સહીત,જિલ્લા કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને મહાનુભાવો, ઉપસ્થિત યુવાનો અને ગ્રામજનો દ્વારા શિલાફલકમ સાથે સેલ્ફી લીધી હતી.આ સમારંભમાં ઉપસ્થિત સૌએ હાથમાં માટી રાખીને પંચ પ્રણની પ્રતિજ્ઞા લીધી હતી તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વસુધા વંદન કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
