ક્રાઇમ રિપોર્ટ અનીસ શેખ

ગાંધીધામ ડિકોરેટ ઓફ રેવન્યુ ડી.આર.આઈ ટીમ ને મળી હતી ખાનગી માહિતી જેથી શાંત રાહે તપાસ કરી ને એક કીલો ૪૦૦ ગ્રામ કોકીન ઝડપ્યું જેની અંદાજિત રૂ દસ કરોડ થી વધુ નુ અનુમાન
કચ્છ માં પકડાયેલા કોકીનના જથ્થા થી ડ્રગ માફીયાઓ મા ફફડાટ માં સન્નાટો છવાઈ ગયો
ગાંધીધામ ભચાઉ હાઈવે પર આવેલા એ. વી. જોશી સીએફએસ (કન્ટેઇનર ફ્રેઇટ સ્ટેશન)માં વધુ એક વાર ડ્રગ્સની તપાસની ધમધમાટ શરૂ થઈ છે. સોમવાર સવારથી ડીઆરઆઈ 9 જેટલા કન્ટેનરને ડ્રગ્સ હોવાના ઈનપુટના આધારે ખોલીને તપાસ આદરી છે. જેમાં મોડી રાત સુધી ચાલેલી તપાસમાં 10 માંથી ચાર ખોલીને તપાસ કરાતા તેમાંથી એક એક કિલોનું ભારણ ધરાવતું પેકેટ મળી આવ્યું છે

પૂર્વ કચ્છ ગાંધીધામમાંથી ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સએ ૧.૦૪ કિલો કોકેન જપ્ત કર્યું જેની કિંમત ૧૦,૪ કરોડ રૂપિયાથી વધુ હોવાનો અંદાજ છે ગઈકાલે ડ્રગ્સ હોવાની આશંકાએ ડીઆરઆઈએ કન્ટેરને અટકાવ્યા હતા. જેમાં લાક્ડાની આડમાં એક પેકેટ શંકાસ્પદ જણાતા તેની ઓળખ માટે તપાસ હાથ ધરાઈ હતી. તપાસમાં તે કેકોન હોવાનું ખૂલ્યું હતું.
ડીઆરઆઈને મળેલી ચોક્કસ બાતમી મુજબ આંતરરાષ્ટ્રીય ગેરકાયદે બજાર, આયાત માલમાંથી ઇક્વાડોરથી આયાત કરાયેલા અમૂક માલસામાન માદક દ્રવ્યો હોવાની શંકા જણાઈ હતી. કન્સાઇનમેન્ટ માટે આયાત માટે બિલ ઓફ એન્ટ્રી ફાઇલ કરવામાં આવી ન હતી. આ માલસામાન ૨૨૦.૬૩ એમટીના કુલ વજન ધરાવતા ટીક રફ સ્ક્વેર લોગ્સ ધરાવતું જાહેર કરવામાં આવ્યું હતું, જે ઇક્વાડોથી મુન્દ્રા પોર્ટ પર આયાત કરવામાં આવી હતી. જેની તપાસ કરી ઓળખ કરવામાં આવી હતી. ડીઆરઆઈની તપાસ દરમિયાન એક કન્ટેનરમાં એક પેકેટ ચૂસ્ત રીતે લપેટાયેલું મળી આવ્યું હતું. શંકાસ્પદ પેકેટમાંથી ડ્રો અને ટેસ્ટ હાથ ધરવામાં આવ્યો હતો. જેની તપાસ કરતા તે કોકેન હોવાનું ખૂલ્યું હતું. આ અંગે ડીઆરઆઈ દ્વારા વધુ તપાસ ચાલુ છે.