ગ્રામજનો ના જણાવ્યા મુજબ અહમદપુરા પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનના સંચાલક ની જાહેરાત પાડવામાં આવી હતી, પરંતુ ગ્રામ પંચાયત અને શાળા દ્વારા ગ્રામજનો ને આ જાહેરાતની જાણ ન કરી સીધે સીધી જૂના સંચાલક ના પરિવાર ના સભ્યના નામની અરજી મામલતદારને કરેલ હતી જે ગ્રામજનો ને માન્ય ન હોવાનું સામે આવ્યું છે.અને આ અરજી રદ કરી નવેસર થી જાહેરાત પાડવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે.

