ઉમરગામ તાલુકા ના રીક્ષા એશોસિયેશન દ્વારા તત્કાલિક ધોરણે રસ્તા ની મરામત નહી થાય તો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન ની ચિમકી આપી, જરૂર પડે તો રસ્તા રોકો આંદોલન પણ કરીશું!! (રીક્ષા ચાલકોએ લેખિત મા મામલદર ને આવેદન પત્ર પાઠવ્યું)

એહવાલ અનીસ શેખ

ધારાસભ્ય રમણ ભાઈ પાટકર ના રાજમાં વિકાશિલ ઉમરગામ તાલુકા ના રસ્તાઓ ની એક ઝલક.. સંજાણ થી ભિલાડ તરફ જતો રસ્તો.. આ છે ઐતહાસિક ગામ સંજાણ જ્યાં કોઈ આવે તો બીજીવાર આવું કે નાં આવું તેમ વિચારે? કેમ કે રસ્તાઓ ની હાલત એટલી ભયંકર?

ઉમરગામ ના રસ્તાઓ ની હાલત કફોડી બનતાં રિક્ષાચાલકો એ ઉમરગામ ના મામલદાર ને આવેદન પત્ર આપ્યું !! સમય સર ટેક્ષ અને વેરા ભરતા હોવા છતાં મુશ્કેલીઓ સહન કરવી પડે છે? રસ્તાઓ મા ખાડા પડી જતા અને રસ્તાઓ ની હાલત એટલી ખરાબ થઈ ગઇ છે કે વાહનો મા ભારે નુકશાન થાય છે.. છતાં ઉમરગામ ના ધારાસભ્ય રમણ ભાઈ પાટકર ને તેમના મતદારો ની વેદના કેમ્ દેખાતી નથી?

રોડ પર એટલા બધા ખાડા પડી ગયા છે કાયમી પેસેન્જરો ને લઈને જતા આવતા રિક્ષા ચાલકો સહીત તમામ વાહન ચાલકો ને મુશ્કેલી પડતી હોય છે અને પોતાનાં સાધનો મા નુકશાન થતું હોય તત્કાલિક ઉમરગામ ના તમામ રોડ નિ મરામત કરવામાં આવે તેવી માંગ સાથે મામલદાર સાહેબ ને આવેદન પત્ર આપ્યું

વિગતવાર વાત કરીયે તો ઉમરગામ તાલુકામા ઉમરગામમા મોટી ઉદ્યોગ વસાહત આવેલ છે, જેમાં ૧૩૫૦૦૦ ( એક લાખ પાત્રીશ હજાર ) કામદારો ઉમરગામ, સંજાણ તથા આજુ બાજુના ગામોથી અવર જવર કરતા હોય છે, જેમા સંજાણ અને ઉમરગામ મળીને ૧૨૦૦ જેટલી રિક્ષા એ કામદારો તથા આજુ બાજુના ગામમાં અવર જવર મા ઉમરગામ – સંજાણ, ઉમરગામ ટાઉનથી – સ્ટેશન તથા સંજાણથી – ઉમરગામ જીઆઇડીસી ના રિક્ષા દ્વારા કામદારોના તથા ગામથી સ્ટેશન ના લોકલ ફેરા ખુબ વધારે હોય તેવામા રોડમા એકદમ ખાડા પડી ગયેલા જેમાં અવર જવર તથા મેન્ટેનન્સ ખુબ વધી જાય ને ટાઇમસર કામદારો તથા મુસાફરોને પહોચાડી શકતા નથી, જેને ધ્યાનમા લઇ સાત દિવસ મા જો રસ્તાની મરામત નહીં કરવામા આવે તો, હમો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવા મજબુર છીએ અને રસ્તા રોકો આંદોલન કરીશુ જેની આપ સાહેબ નોંધ લેશોજી. આપ સાહેબ અમારી રજુઆતને ધ્યાનમા લઇ લાગતા વળગતા ખાતામાં જરૂરી સુચાના આપી પ્રશ્નનો ઉકેલ લાવવા વિનંતી છે. તેવી વિનંતી સાથે રીક્ષા એસોસિયશન ઉમરગામ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું હતું..

સરકાર અને રાજ નેતાઓ ને શું રોડ ની આટલી દૈનીય હાલત નથી દેખાતી?ઉમરગામ થી સંજાણ અને સંજાણ થી ભીલાડ સૂધી ના રસ્તા ની હાલત દૈનિય હોવા છતાં તંત્ર અને ઉમરગામ ના આગેવાન નેતાઓ મૌન કેમ? શું નેતાઓ નિ ફોરચ્યુનર અને ઇનોવા જેવી મોટી ગાડીઓ હોવાથી તેમને આં ખાડાઓ ની દેખાતા હોય? પરંતુ સાહેબ નાના અને મિડલ ક્લાસ વ્યક્તિઓ જે રીક્ષા ચલાવીને પોતાનાં પરીવાર નુ ગુજરાન કરતા હોય, અને બાઇક લઇને રોજ રોજ કમ્પની ઓ મા અવર જવર કરતા હોય તેમની સામે પણ ઘ્યાન આપો તે પોતાની વેદના કોને કેહશે? આજે સહન શીલતા ની હદ થતા રીક્ષા ચાલકો મોટી સંખ્યામાં હાજર રહીને ઉમરગામ ના મામતદાર ને રોડ ના કામ કરવા માંટે આવેદન પત્ર પાઠવ્યું..

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *