આઓ ઘડીએ સંસ્કારવાન પેઢી-ગર્ભ સંસ્કાર આંદોલન ક્ષેત્રે ક્રાન્તિ કરી રહ્યું છે મોડાસાનું ગાયત્રી ચેતના કેન્દ્ર

મોડાસા, ૧૯ ઑક્ટોબર:
મોડાસા ક્ષેત્રમાં ગાયત્રી ચેતના કેન્દ્ર ભારતીય સંસ્કૃતિના સંસ્કાર- જન જાગૃતિ માટે અથાગ પ્રયાસ કરી રહેલ છે. એમાંય “આઓ ઘડિએ સંસ્કારવાન પેઢી-ગર્ભોત્સવ સંસ્કાર” આંદોલન આ મોડાસા પંથકમાં ક્રાન્તિ કરી રહ્યું છે. દર ગુરુવારે સૌને માટે તમામ પ્રકારના સંસ્કારનું નિ: શુલ્ક આયોજન કરાય છે. ૧૯ ઑક્ટોબર, ગુરુવારે એવો એક કાર્યક્રમ થયો જેમાં દંપતિ જેમને ગર્ભ ધારણ થયેલ હોય તેઓને પોતાની આગલી પેઢી જન્મથી જ સંસ્કારવાન બને તે માટેના સંસ્કારનું આયોજન કરવામાં આવ્યું. જેમાં અગિયાર દંપતિએ આ શ્રેષ્ઠ ગર્ભ સંસ્કાર માટે જોડાયા હતા.
આ ગર્ભ સંસ્કારમાં ગર્ભવતી બહેને પોતાની આધ્યાત્મિક તથા વૈજ્ઞાનિક રીતે કેવું ચિંતન મંથન, માનસિકતા, આહાર તેમજ ઘર પરિવારનું શ્રેષ્ઠ વાતાવરણ બનાવવા શું કરવું ? એવું ખૂબ જ ઝીણવટથી સમજાવવામાં આવે છે. આ આંદોલન દ્વારા અનેકના ગર્ભ સંસ્કાર કરવામાં આવ્યા છે. જેઓના જન્મેલ સંતાનો શ્રેષ્ઠ ઉદાહરણ સાબિત થયા છે.
ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે આ આંદોલન ચલાવી રહેલ અમિતાબેન પ્રજાપતિના નેતૃત્વમાં પાંચ બહેનોની ટીમ દ્વારા જેના પણ સંસ્કાર કરવામાં આવે છે તે ગર્ભવતીને નવ મહિના સુધી બાળકનો જન્મ થાય ત્યાં સુધી સતત સેમિનાર કે વ્યક્તિગત ફોન સંપર્ક દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે. જેમાં સંસ્કારનું મહત્વ, વૈજ્ઞાનિક પ્રતિપાદન, ગર્ભ સંવાદ, આહાર, યોગ વ્યાયામ વિગેરે બાબતોમાં સતત માર્ગદર્શન આપવામાં આવે છે.
બાળકના જન્મ પછી પણ સમય સમય પર આ બાળકના નામકરણ સંસ્કાર, અન્નપ્રાશન સંસ્કાર, વિધ્યારંભ સંસ્કાર તેમજ બાળ સંસ્કાર કેન્દ્રનો પણ લાભ આપવામાં આવે છે , આમ આઓ ઘડીએ સંસ્કારવાન પેઢી-ગર્ભ સંસ્કાર આંદોલન તિવ્ર ગતિએ વેગવાન બની રહ્યું છે. આજના દિવસે પંચકુંડી ગાયત્રી યજ્ઞ સાથે ગર્ભ સંસ્કાર આયોજનમાં રોહિણીબેન શર્મા, પ્રિતિબેન ભટ્ટ, વૈશાલીબેન ત્રિવેદીના નેતૃત્વમાં અગિયાર દંપતિ આ સંસ્કાર કરાવી લાભાન્વિત બન્યા.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *