અરવલ્લી જિલ્લામાં ‘વોકલ ફોર લોકલ ‘ને પ્રોત્સાહિત કરવા માનનીય મંત્રીશ્રી ભીખુસિંહજી પરમારની અપીલ

ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

અરવલ્લી જિલ્લામાં “વોકલ ફોર લોકલ” ને પ્રોત્સાહિત કરવા માટે માનનીય મંત્રીશ્રીએ જિલ્લાની જનતાને અપીલ કરી.દિવાળીના તહેવાર દરમિયાન ભારતીય ઉત્પાદનોનો વપરાશ વધારવા અને દેશમાં બનેલા પ્રોડક્ટસને ગર્વથી દુનિયાને બતાવવા સાથે સ્થાનિક રોજગારી માટે વડાપ્રધાનશ્રીએ આહવાન કર્યું છે.તેમાં ભાગીદાર થવા માટે અપીલ કરવામાં આવી.અરવલ્લી જિલ્લામાં સ્થાનિક લોકો દ્વારા બનાવવામાં આવેલી વસ્તુઓ દિવાળીમાં ખરીદીએ અને તેમના ઘરમાં પણ દિવાળીની ખુશીઓ આપવાની વાત મંત્રીશ્રીએ જણાવી. દિવાળીની શુભકામનાઓ આપતા જણાવ્યું કે દિવાળીના તહેવારમાં દરેકના ઘરે રોશની થાય અને ખુશીઓ આવે તે માટે લોકલ નાના રોજગારો ને રોજગારી આપીએ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *