ગુજરાત કારોબાર દૈનિક સમાચાર
અહેવાલ -ભરતસિંહ.આર.ઠાકોર (બ્યુરો રિપોર્ટ) અરવલ્લી
અરવલ્લી જિલ્લામાં નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી દ્વારા “આપણો તાલુકો બાગાયત તાલુકો” અંતર્ગત મેઘરજ તેમજ ભિલોડા તાલુકામાં તાલીમનું આયોજન કરાયું હતું. તાલીમમાં બાગાયત અધિકારીશ્રી જે.આર.દેસાઇ, એ.વી. ગઢવી,એચ.બી.પટેલ અને ખેતીવાડી ખાતાના ગ્રામસેવકશ્રી તેમજ આત્મા પ્રોજેક્ટના અધિકારીશ્રી દ્વારા પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવવામાં આવ્યું.તાલીમમાં બાગાયત ખાતાના અધિકારીશ્રીઓ દ્વારા બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ તથા બાગાયત પાકોની ખેતી તેમજ ફળપાકના વાવેતર માટે બાગાયત ખાતા દ્વારા શરૂ કરવામાં આવેલ “ ગ્રો મોર ફ્રુટ ક્રોપ” કેમ્પેઇનની માહિતી આપવામાં આવી. બંને તાલુકાઓમાં અંદાજીત ૧૦૦ થી વધુ તાલીમાર્થીઓએ ભાગ લીધો હતો.