ઉમરગામ તા-24/6 ઈરફાન પઠાણ દ્ધારા
ભૂતકાળ માં પણ ટોકર ખાડીમાં માછલીઓ મૃત જોવા મળવાના કિસ્સાઓ સામે આવ્યા હતા. મામલતદાર ઉમરગામ દ્ધારા તટસ્થ તપાસ થાય તે જરૂરી.
ઉમરગામ તાલુકાના તુમ્બની ટોકર ખાડીમાં હજારોની સંખ્યામાં માછલીઓ મૃત પામી ભૂત કાળનું પુનરાવર્તન થતાં સ્થાનિકો રોષ આ ખાડીમાં આજુ બાજુ ના વંકાસ અને તુમ્બ ગામના લોકો કપડા ધોવા અને નાહવા માટે આવે છે. અને આજ પાણી પીવા માટે અને ખેતી કરવામાટે પણ વાપરમાં આવે છે પરંતુ વારંવાર આ ખડીમાં માછલીઓ મરવાના કિસા સામે આવતા સ્થાનિકો માં ભય નો માહોલ છવાયો છે..! આ બાબત ને ગંભીરતા થી લઈને જો તપાસ કરવામાં નહિ આવે તો મોટી હોનારત ઉભીથાય તેવી શક્યતા છે..!
વિગતવાર વાત કરીએ તો વલસાડ જિલ્લા ના ઉમરગામ તાલુકા ના તુમ્બ ગામ નજીક આવેલી ખાડીમાં ગઈ કાલે મૃત હાલતમાં માછલીઓ તણાઈ આવી હતી જેને લઈને ગામના લોકો મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા.. આ ખાડી સરીગામ થઈને ભીલાડ થઈને આવે છે અને આ ખાડીમાં તુમ્બ ગામના લોકો કપડા ધોવા અને નાહવા પણ આવે છે અને આ ખાડીનું પાણી લોકો પીવામાટે પણ ઉપીયોગ કરે છે. આ રીતે અવાર નવાર ખડીમાં માછલીઓ મરેલી હાલત માં જોવા મળતા ગામલોકો માં ભયનો માહોલ છવાયો છે હવે આ ખાડીમાં લોકો કપડાં ધોતાં અને નાહતા પણ ઘભરાય છે આ બાબતને તંત્ર ગંભીરતાથી લઇ તાત્કાલિક તપાસ કરે અને આ માછલીઓ મારવાનો જે સીલ સીલો છે તે અટકાવે તે જરૂરી..!