શામળાજી ખાતે મેશ્વો ફાર્મર પ્રોડ્યુસર કંપનીની વાર્ષિક સાધારણ સભા યોજવામાં આવી તથા કલેક્ટર શ્રી પ્રશસ્તિ પરીખ દ્વારા આઉટલેટનુ ઉદ્ઘાટન કરવામાં આવ્યુ

ગુજરાત કારોબાર ન્યુઝ દ્વારા

અહેવાલ – ભરતસિંહ ઠાકોર અરવલ્લી

ભિલોડા તાલુકાના શામળાજી રણછોડજી મંદિરના સાભાખંડમાં મેશ્વો ફાર્મર પ્રોડ્યુસર કંપનીની વાર્ષિક સાધારણ સભા યોજવામાં આવી હતી. નાબાર્ડના સહયોગથી માંનવ ઉત્થાન ટ્રસ્ટ દ્વારા મેશ્વો ફાર્મર પ્રોડ્યુસર કંપની (FPO) ની સ્થાપના કરવામાં આવી છે. માનવ ઉત્થાન ટ્રસ્ટ ગુજરાત અને રાજસ્થાનના વિવિધ ક્ષેત્રોમા ગ્રામીણ વિકાસના કાર્યો કરી રહી છે આ અંતર્ગત તારીખ 25-09-2024ના રોજ મેશ્વો ફાર્મર પ્રોડયુસર કંપનીની પ્રથમ સાધારણ સભા યોજવામાં આવી હતી. સાથે સભાસદ બહેનોએ ગૃહ ઉધ્યોગ દ્વારા તૈયાર કરેલ પ્રોડકટ જેવી કે હળદર પાવડર, વિવિધ પ્રકારના સાબુ, વિવિધ દાળો, વિવિધ અથાણાં, મહુડાના લાડુ, સરગવાનો પાવડર તથા મધના વેચાણ માટે આઉટલેટનુ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે માનનનીય કલેક્ટર શ્રી પ્રશસ્તિ પરીખ અરવલ્લી જિલ્લા, શ્રી કેડિયા સાહેબ જિલ્લા વિકાસ અધિકારી અરવલ્લી જિલ્લા, ડી.ડી.એમ શ્રી મનોજ હરચંદાણી નાબાર્ડ, લીડ બેન્ક મેનેજરશ્રી અરવલ્લી, નાયબ ખેતી નિયામકશ્રી પરમાર સાહેબ, આત્મા ડાયરેક્ટરશ્રી, જિલ્લા બાગાયત અધિકારીશ્રી, તથા માનવ ઉત્થાન ટ્રસ્ટના ડાયરેક્ટર શ્રી અમરસિંહજી હાજર રહી માર્ગદર્શન પુરુ પાડ્યુ હતુ.
આ પ્રસંગે મહંતશ્રી હરીકિશોરદાસજી મહારાજ ખાખચોક અખાડા, અને મહંતશ્રી શિવશંકરદાસજી-રામબોલા મઠ-ડુંગરપુર રાજસ્થાન દ્વારા મંગલાચરણ અને પ્રવચન થકી સૌને આશિર્વાદ આપવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમનુ સંચાલન મેશ્વો કંપનીના ચેરમેન શ્રી નરેશભાઈ કટારા અને સી.ઇ.ઓ શ્રી રાયમલભાઈ દ્વારા કરવામાં આવ્યુ હતુ. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે મેશ્વો ફાર્મર પ્રોડ્યુસર કંપનીના તમામ ડાયરેકટરશ્રીઓ તથા છાયડો સંસ્થાના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી.

રાયમલભાઈ જે. પગી
CEO મેશ્વો ફાર્મર પ્રોડ્યુસર કંપની લી.
મો. 9925624631

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *