ભિલોડા તાલુકા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિજયાદશમી ઉત્સવ ઉજવાયો

ગુજરાત કારોબાર ન્યુઝ ચેનલ દ્વારા 

અહેવાલ – ભરતસિંહ આર ઠાકોર અરવલ્લી (બ્યુરો ચીફ)

           વિજયાદશમી દશેરા પર્વ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના શતાબ્દી વર્ષ નિમિત્તે ” સંગઠિત હિન્દુ સમર્થ ભારત ” ના સુત્ર ને સાકાર કરવા અને આ વિચારધારા ને સર્વ વ્યાપી બનાવવા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ની ઈસ. ૧૯૨૫ ને વિજયાદશમી દશેરા ના દિવસ થી અવિરત કાર્ય કરી રહેલ છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સ્થાપના દિન વિજયાદશમી અને આ વર્ષ ના શતાબ્દી વર્ષ નિમિત્તે ભિલોડા તાલુકા ના 21 મંડલ માં થી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના કાર્યકર્તા ભાઈ બહેનો દ્વારા પૂર્ણ ગણવેશ અને શિસ્ત સાથે  શહેરમાં યોજાયેલ “પથ સંચલન કાર્યક્રમ”અને વિજયાદશમી દશેરા પર્વ નિમિત્તે શસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. 

         આ કાર્યક્રમ ના મુખ્ય અતિથી વિશેષ મહંત શ્રી પ્રકાશગિરી મહારાજ ( શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર, હરદાસપુર) ઉપસ્થિત રહી આર્શિવચન પાઠવ્યા હતાં. અને પ્રબોધક વક્તા તરીકે શ્રી નરેન્દ્રભાઈ એન.પટેલ ( જનજાતિ કલ્યાણ આશ્રમ, ગુજરાત પ્રાન્ત મહામંત્રી ) એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના શતાબ્દી વર્ષ નિમિત્તે સંગઠન ને વધુ મજબૂત બનાવવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *