અંધેર નગરી અને ગાંડો વ્યવહાર વલસાડ જિલ્લા ના રેવન્યુ ખાતામાં ચાલી રહ્યો છે

અંધેર નગરી અને ગાંડો વ્યવહાર વલસાડ જિલ્લા ના રેવન્યુ ખાતામાં ચાલી રહ્યો છે તેવી ચર્ચા વીલ નામું લખી આપનાર વ્યક્તિ 18989 માં મૃત્યુ પમ્યા બાદ 2022 માં શું વીલ રજીસ્ટર થઇ શકે?

વાપી મામલદ્દાર એ વીલ પ્રમાણિત કરી મૂળ માલિકો ne મૂળ માલિકો ના વારસદારો ના જણાવ્યા પ્રમાણે પરાગ ભાઈ સાથે દૂર દૂર સુધીમૂળ માલિકો ના કોઈ સબન્ધ ના હોવા છતાં મૂળ માલિક પોતાના સંતાન અને પત્ની ને ભૂલી જઈ કોઈ અન્ય વ્યક્તિ ને વીલ વસિયત નામું કઈ રીતે બનાવી આપે? તે મોટો સવાલ?

વાપી મામલદ્દારે બે વ્યક્તિ ઓ ના સાક્ષી થી વીલ પ્રમાણિત કરી ને મૂળ માલિકો ને જમીન વિહોણા કરતા મામલતદાર પર સવાલો ઉભા થયા?કરાયા ગામ માં વીલ નામું ખોટું હોવાની ફરિયાદ પર વલસાડ પોલીસ તંત્ર તપાસ કરે તે જરૂરી.

રેવન્યુ અધિકારી ઓ ના પેટનું પાણી હલતુ નથી અધિકારી ઓ પર ગૃહમંત્રી તાત્કાલિક તપાસ કરાવે તો મામલદ્દાર અને પારડી પ્રાન્ત ના ભોપાળા બહાર આવે.. મૂળ માલિકો ના સીધી લીટીના વારસદાર ને જાણ કર્યા વગરજ બે વ્યક્તિ ઓ ને સાક્ષી રાખીને જગ્યા પરાગ ભાઈ ના નામે કઈ રીતે થઇ ગઈ? તે સમાજવા માટે વારસદારો એ પોલીસ ફરિયાદ કરી હતી.. પરંતુ સંતોષકારક તપાસ ના થતા સીઆઇડી ક્રાઇમ યાતો શિબિ આઈ ને તપાસ આપે તેવી ચર્ચા.

મળતી માહતી મુજબ વાપીના કરાયા ગામે આવેલ ખાતા નંબર 469સર્વે / બ્લોક નંબર 142, 145, 146, તથા 153 વાળી જમીન ના મૂળ માલિક જયંતીલાલ લક્ષ્મી ચંદ શાહ હતા અને જેમના સીધા વારસદાર માં.

તેમના પત્ની મંજુલા બેન જયંતીલાલ શાહ કબ્જેદાર બનેલા ત્યાર બાદ મંજુલા બેન જયંતીલાલ શાહ નું તરીક 30/01/2016 ના રોજ અવસાન થતા ઉષાબેન રાજેન્દ્ર ભાઈ ઝવેરી, માલતી બેન જયંતીલાલ શાહ તથા શૂરભી બેન જયંતીલાલ શાહ સીધી લીટીના વરસદારો તરીકે 142, 145, 146, તથા 153 વાળી જમીન ના માલિક મુખતિયાર અને કબ્જેદાર બનેલ.

અચાનક કોઈ એક લીઝ ઉભું કરીને મોહંમદ હનીફ રજબ અલી(2) મોહંમદ ઉંમર રજબલી (3) મોહંમદ ઈદ્રીશ ઇનાયતુલ્લા (4) મોહંમદ સુલેમાન રજબ અલી એ કબ્જા નું અને 99 વર્ષ ના ભાડા કરાર નું લીઝ નામું ઉભું કરી ને અમારી જગ્યા પર ઘેરકાયદેસર કબ્જો કર્યા હોવાના મૂળ માલિક ના સીધા વારસદાર ઉષા બેને આક્ષેપો કર્યા હતા.અને જયારે ઉષાબે ને એ કબ્જેદારો વિરુદ્ધ સિવિલ જર્જ સાહેબ શ્રી ની કોર્ટ વાપી મા દીવાની મુકદમાં નંબર 99/2021 થી દાવો દાખલ કરેલો.

તે સમય દરમિયાન અમારી કબ્જે દાર સામે વાપી કોર્ટ માં દાવો ચાલુ છે તે દરમિયાન અચાનક એક વ્યક્તિ જેનું નામ પરાગ ભાઈ લલ્લુ ભાઈ પટેલ એક વીલ કે વસિયત નામું જે તદ્દન ખોટું છે જેનો ઉપીયોગ કરીને મૂળ માલિકો ના નામ સાત બાર માંથી કઢાવી ને પરાગ ભાઈ પટેલ પોતાના નામ સાત બાર માં ચડાવી દેછેઅને આ ની કોઈ પણ જાત ની નોટિસ કે જાણ અમો મુલમાલિક ને કરવા માં આવતી નથી અને બીજી બાજુ જ્યારે વાપી કોર્ટ માં અમારો દાવો ચાલુ છે કોર્ટ માં મેટર ચાલુ હોવા છતાં વાપી અને પારડી પ્રાંત ના અધિકારી ઓ ખાલી બે વ્યક્તિ ઓ ના વિટનેસ થી વીલ પ્રમાણિત કરીને તાત્કાલિ ધોરણે મૂળ માલિકો ને હટાવી દઈને પરાગ ભાઈ ને માલિક બનાવી દેવા માં આવે છે?

આ વસ્તુ કઇરીતે શક્ય બનીશકે? પરાગ ભાઈ એ જે વીલ નામું બનાવેલું છેતેમાં 1984 નો સ્ટેમ્પ વાપર વામાં આવ્યો છે અને 1988 માં પરાગ ભાઈ તે વસીહત નામું 1984 ના સ્ટેમ્પ પેપર પર લખાવે છે જયારે જોઈ એ તો તે સમયે આ વીલ કોઈપણ જગ્યા એ રજીસ્ટર કરવામાં આવ્યું નહતું અને અચાનક 30 વર્ષ વીતી ગયા પછી પરાગ ભાઈ આ વીલ લાવી ને બે વ્યક્તિ ને સાક્ષી રાખી ને વીલ સર્ટી ફાઇડ 2022 માં કરાવે છે તે કેટલા હદે વ્યાજબી?

અને વાપી મામાલદાર પણ આ વિલનામાં ને સર્ટી ફાઇડ કરીને આપી દેછે.અને ફરિયાદી દ્વારા જયારે પ્રાંત અધિકારી પારડી ની કોર્ટ માં વીલ ને ચેલેન્જ કરતી અરજી કે ફરિયાદ કરવા માં આવી ત્યારે વીલ વાળી અરજી ને મોકૂફ રાખી ને અધિકારી દ્વારા દસ્તાવેજ કેન્સલ ની પણ ફરિયાદ તેજ સમયે કરવા માં આવેલી તો અધિકારી એ દસ્તાવેજ વાળી અરજીને આગળ ચલાવી ને પરાગ ભાઈ એ 3 જી પાર્ટી ને જગ્યા વેચી ને જગ્યા 3 જી પાર્ટી ચિંતન ભાઈ હસમુખ ભાઈ દેસાઈ ના નામે ચડાવી દેવામાં આવી.

આમ સંપૂણ અધિકારી ઓ ની મિલી ભગત થી મૂળ માલિકો ને જમીન વિહોણા કરી અને જે ને જગ્યા થી કોઈ લાગે વળગે નહિ દૂર દૂર સુધી કોઈ પણ જાતનો પારિવારિક સબન્ધ નથી તેવા વ્યક્તિ નું વીલ નામું પ્રમાણિત કરી અને મૂળ માલિકો સામે થયેલા અન્યાય ને ન્યાય મળશે ખરા? તે જોવાનું રહ્યું.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *