GPSC ની પરિક્ષા પાસ કરી નવનિયુક્ત અધ્યાપક પ્રિયંકા થોરાટ નું સમસ્ત આદિવાસી સમાજ ખેરગામ દ્વારા સન્માન કરાયું

(ગજરાત કારોબાર,
કેયુરપટેલ, વાંસદા )

તા.૨૩.12.2022
નવસારી જિલ્લાના ખેરગામ તાલુકા ની વાત કરીએ તો હાલમાં જ જનતા હાઈસ્કૂલના શિક્ષિકા ડો.ઉર્વશી બેન દવે દ્વારા શાળાના ઇતિહાસમાં સૌ પ્રથમવાર પીએચડી પૂર્ણ કરી તેમજ પ્રિયંકાબેન થોરાટ અને નિરાલી બેન ભાવસાર દ્વારા જીપીએસસી ની પરીક્ષા પાસ કરી અધ્યાપક તરીકે પસંદગી પામી ત્રણ મહિલાઓ દ્વારા નામ રોશન કરવામાં આવ્યું છે.
આથી સમાજ સેવામાં અવિરત સંકળાયેલી સમસ્ત આદિવાસી સમાજની નવસારી જિલ્લાની ટીમ દ્વારા ડો.ઉર્વશીબેન દવેનું થોડા દિવસ પહેલા જ શાળામાં જઈ સન્માન કરવામાં આવેલ અને આજે પ્રિયંકા બેન થોરાટ નું વિનીયન અને વાણિજ્ય કોલેજના આચાર્ય ડો.સંજયભાઈ પટેલની હાજરીમાં શાલ ઓઢાડી, સન્માનપત્ર અને સ્ટ્રોબેરીનો છોડ આપી સન્માન કરવામાં આવેલ.આ પ્રસંગે ડો.નિરવ પટેલ દ્વારા મીડિયા સાથેની વાતચીતમાં જણાવવાંમાં આવેલ કે મહિલાઓને સમાન તક મળતા હવે ધીરે ધીરે તેઓ ખુબ જ પ્રગતિ કરી રહી છે અને અનેક વિભાગોમાં નેતૃત્વ કરી રહી છે. દેશ અને સમાજની પ્રગતિ માટે મહિલાઓનું શિક્ષિત અને નિર્ણાયક હોવું જરૂરી છે.અને આદિવાસી સમાજ હંમેશા સ્ત્રી સ્વતંત્રતા અને કેળવણીનો હિમાયતી રહ્યો છે.આથી આવી જ રીતે દરેક ક્ષેત્રમા સ્ત્રીઓનું સન્માન એ આખા સમાજ,સ્થળ અને દેશનું ગર્વ છે અને અમને પણ ગૌરવવંતી મહિલાઓનું આવી રીતે સન્માન કરવાનો મોકો મળ્યો એનો ખુબ જ આનંદ છે.આ પ્રસંગે કોલેજના સ્ટાફમાંથી ખુમરાજભાઈ,સ્નેહલ,પ્રિયંકા અને ટીમ સમસ્ત આદિવાસી સમાજમાંથી ડો.દિવ્યાંગી,ડો.કૃણાલ,મિન્ટેશ પટેલ,કીર્તિ પટેલ,કાર્તિક,આયુષી સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતાં.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *