(ગુજરાત કારોબાર,
કેયુરપટેલ, વાંસદા )
તા.૨૫.
ખેરગામના સેવાભાવી તબિબ દંપત્તિ ડો.દિવ્યાંગી અને ડો.નિરવભાઈ ભુલાભાઇ પટેલ દ્વારા એમના માતૃશ્રી ચિંતુબાના સ્મરણાર્થે અને બન્ને બાળકો ના જન્મદિવસ નિમિતે સતત ત્રીજા વર્ષે ચિંતુબા(છાંયડો)હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પ યોજવામાં આવેલ જેમાં ઘણી મોટી સંખ્યામાં નામી-અનામિ રક્તદાતા ઓએ ઉત્સાહભેર ભાગ લીધેલ પરંતુ વિવિધ મેડિકલ કારણો સર રક્તદાન કરવા માટે તત્પર દાતાઓ માંથી માત્ર 94 રક્તદાતાઓ જ રક્તદાન કરવામાં સફળ રહ્યા હતાં.આ પ્રસંગે કેમ્પના આયોજક ડો.નિરવ ભુલાભાઇ પટેલે જણાવ્યું કે માતાની અણધારી વિદાય અમારા માટે અતિશય આઘાત જનક અને ક્યારેય પૂરી નહીં શકાય એવી ખોટ આપનાર રહી છે.એની વસમી વિદાય પછી અમે નક્કી કરેલ કે હવે રૂપિયા મોજશોખ અને બર્થડે પાર્ટીમાં ઉડાવવા કરતા કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિઓની જરૂરિયાતો પૂરી કરી પરમાનંદ પ્રાપ્ત કરવામાં જ વાપરીશું.આથી અમે દર વર્ષે ડિસેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયામાં રક્તદાન કરવાનું નક્કી કરેલ.એ અંતર્ગત સતત ત્રીજા વર્ષે અમે રક્તદાન કેમ્પનું આયોજન કરેલ જેમાં અનેક સંબંધીઓ ખુબ જ મોટી સંખ્યામાં પધારેલ.અમારા માટે ખુબ જ આનંદની વાત એ રહી કે રક્તદાન માટે લોકોમાં જબરજસ્ત ગેરમાન્યતા ઓ પ્રવર્તતી હોવા છતાં ઘણી મોટી સંખ્યામાં અને ખાસ કરીને મહિલાઓ એ ભારે ઉત્સાહથી ભાગ લીધો પરંતુ ઉજાગરા,વ્યસન,ઓછું હિમોગ્લોબીન જેવા વિવિધ કારણોસર ઘણા દાતાઓ નામંજૂર થયા,પરંતુ એલોકોની અમારા માટેની લાગણીઓ અને અનેક લોકોની હાજરીથી અમારો કેમ્પ ખુબ જ સફળ બનેલ અને રક્તદાનમાં સદી મારવા માંથી અમે ખુબ જ નજીવા અંતરે રહી જવા પામેલ,એ કમી આવતા વર્ષના કાર્યક્રમમાં આનાથી ડબલ રક્તદાન કરીને પૂરી કરીશું.
લોકસેવાના આ કાર્યક્રમને સફળ બનાવવામાં હોસ્પિટલનો સ્ટાફ, સમસ્ત આદિવાસી સમાજની ટીમે અને હોસ્પિટલની આસપાસના રહેવાસીઓ એ,વલસાડ રક્તદાન કેન્દ્રના ડો.કમલ પટેલ,ડો.નીરવ પટેલ સહિત એમની ટીમે અને વિવિધ સમાજના આગેવાનો એ ભારે જહેમત ઉઠાવી તે બદલ હું તમામનો આભાર માનું છું.