શૈલેષ પટેલ……. જૂનાગઢ
જૂનાગઢ શહેરના જફર મેદાનમાં કટીંગ ચાલુ હતું અને પોલીસ ત્રાટકી વાહનો દારૂ સહિત 37 લાખ થી વધુનો મુદ્દામાલ જપ્ત
જૂનાગઢ આગામી ૩૧મી ડીસેમ્બરની ઉજવણી ને લઈને સ્થાનિક દારુના બુટલેગરો દ્વારા ઝફર મેદાન ખાતે કટીંગ કરેલ વિદેશી દારૂની -૪૫૬ પેટી જેમાં કુલ -૮૬૦૪ બોટલ જેની કિ.રૂ.૨૩,૫૧,૫૨૦ તથા અન્ય મુદામાલ સહિત કુલ કિ.રૂ.૩૭,૫૯,૦૨૦ નો મુદામાલ જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચની ટીમે કબ્જે કરી પ્રોહીબીશન ધારા હેઠળ કાર્યવાહી કરી હતી જૂનાગઢ ઉચ્ચ પોલીસ અધિકારીઓની ની સુચના તેમજ માર્ગદર્શન હેઠળ હાલનાં સમયમાં વિદેશી દારૂ તથા જુગારની બદીને નેસ્તનાબુદ કરવા અને આવી પ્રવૃત્તિ કરતા ઇસમોને દબોચી અને શહેરી વિસ્તારોમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિને સંપુર્ણપણે ડામી દેવા સુચના આપેલ હોય, જેને લઈને ક્રાઇમ બ્રાન્ચ, જુનાગઢના પી.આઈ.સિંધવ તથા પી.એસ.આઇ. જે.જે.ગઢવી તથા પો.સ્ટાફના માણસો સતત પ્રયત્નશીલ હોય. દરમ્યાન
પી.આઈ.જે.એચ સિંધવ તથા પી.એસ.આઇ.જે.જે.ગઢવી તથા એલસીબી સ્ટાફના માણસો તેમજ . તાલુકા પોલીસ સ્ટાફને સંયુકતમાં ખાનગીરાહે ચોકકસ બાતમી મળેલ કે, જૂનાગઢ ગાંધીગ્રામ ખાતે રહેતા કાનો ઉર્ફે બાડી દેવરાજ કોડીયાતર,ભુપત પુંજા કોડીયાતર,કીરીટ ઉર્ફે કીડો મા છેલાણા ચના રાણા મોરી,પાંચા પુંજા કોડીયાતર કાના રાણા મોરી ઉપરોક્ત છએ ઈસમોએ તેના મળતીયાઓ સાથે મળી પૂર્વ આયોજીત કાવત્રુ કરી પોતાના અંગત આર્થિક નફા માટે ગેરકાયદેસર રીતે અન્ય રાજયમાંથી પ્રતિબંધિત વિદેશી દારૂનો જથ્થો મંગાવેલ છે અને આ દારૂનુ માહી ડેરીની સામે આવેલ જફર મેદાનની ખુલ્લી જગ્યામાં કટીંગ કરવાની પેરવીમાં હોય તેવી ચોકકસ બાતમી મળેલ હોય જે ચોકકસ બાતમીના આધારે બાતમીવાળી જગ્યા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન થઇ ઇવનગર વાળા રસ્તે થઇ માહી ડેરી તરફ જતા માહી ડેરીની સામે આવેલ ઝફર મેદાનમાં ખુલ્લામાં એક ટ્રક તથા એક છોટા હાથી પડેલ હોય જેમાંથી અમુક ઇસમો ટ્રકમાંથી છોટા હાથીમાં દારુની પેટીઓ હેર ફેર કરતા દેખાય આવતા અને પોલીસને જોઇ અંધારાનો લાભ લઇ નાશી ગયેલ,
પોલીસે વાહનો પાસે આવી વાહનોના ઠાઠામાં ચેક કરતા બાજરીના પ્લાસ્ટીકના બાંચકાઓની આડશમાં વિદેશી દારૂની જુદી-જુદી બ્રાન્ડની દારૂની ૪૫૬,પેટી જેની કુલ કિ.રૂ.૨૩,૫૧,૫૨૦. તેમજ ટ્રક જેનાં રજી.નં.જીજે- ૨૫-ટી- ૯૮૩૯ ની કિ.રૂ.૧૦,૦૦,૦૦ અને અશોક લેલન કંપનીનો છોટા હાથી જેનાં રજી.નં. જીજે-૨૭-એકસ-૬૭૩૦ કિ.રૂ.૩,૦૦,૦૦૦ અને બાજરાના ભરેલ બાચકા નં.૨૧૫ કિ.રૂ.૧,૦૭,૫૦૦ મળી કુલ કિ.રૂ.૩૭,૫૯,૦૨૦ નો મુદામાલ કબ્જે કરી જૂનાગઢ શહેર સી ડીવીજન પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો નોંધવામાં આવેલ.